________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૧૭ રાજા જયભટ ૨ જાનાં તામ્રપત્રો
ચે. સંવત ૪૫૬ માઘ સુધિ ૧૫ આ લેખ તથા બીજા કેટલાક લેખ નવસારીની સર કાવસજી જહાંગીર રેડીમની મસાના આસિસ્ટંટ માસ્તર મી. શેરીઆરજી દાદાભાઈ ભરૂચાએ મને પ્રસિદ્ધ કરવા માટે આપ્યા હતા. એ લેખ નવસારીમાં કઈ પાયા ખોદતાં મળી આવ્યા હતા. [ આ લેખ બે પતરાં ઉપર છે. તે દરેક ૧૨ “પહેલું અને ૯” ઉંચું છે. કાંઠા મોટે ભાગે સહેજ જાડા રાખી અંદરની બાજુએ વાળ્યા છે, જેથી લેખનું રક્ષણ થઈ શકે. બીજી પતરાની શરૂઆતમાં પહેલી પંક્તિને પહેલો અક્ષર તથા બીજા અક્ષરના છેડા ભાગવાળે હાને ટુકડો ભાંગી ગયું છે. અને એ જ પતરામાં એજ બાજુએ નીચલા ભાગમાંથી ૪“” અને ૪રૂ”ની બાજુઓવાળે એક ત્રિકોણાકાર જેવડો ટુકડે ભાંગી જઈ ખવાઈ ગયે છે. પરંતુ લગભગ બધાય નાશ પામેલા અક્ષરો પૂરા પાડી શકાય છે. પતરાં જ્યારે પહેલાં મારા હાથમાં આવ્યાં ત્યારે તેના ઉપર તેના જેટલો જ જાડો કાટને થર જામ્યું હતું અને એક અક્ષર પણ કઈ સ્થળે જાણી શકાતો નહોતે. પરંતુ તે સાફ કરી આખે લેખ સુવાઓ કરવામાં હું ફત્તેહમંદ થયો છું લેખ પતરાંની પહોળાઈમાં આડે લખ્યું છે. બે કડીઓ માટે કાણું છે, પણ કડીઓ તથા તેમાના એક ઉપર મુદ્રા હોવી જોઈએ તે ખવાઈ ગયાં છે. ભાષા આઘોપાંત સંસ્કૃત છે. છેલ્લી પંક્તિમાં આપેલી સાખ સિવાય, લિપિ ગુજરાતમાં મળી આવેલાં ચાલુકય અને રાષ્ટ્રફિટનાં સાતમા સૈકાનાં દાનપત્રો જેવી છે. આ જાતની લિપિ ચેથા સૈકાની દક્ષિણ-હિન્દની બાળાક્ષરી ઉપરથી બનેલી છે, અને તે જ સમયની જૂની નાગરીથી ઘણે અંશે જૂદી છે. પરંતુ ૪૪ મી પકિતમાં સાખની લિપિ દાનપત્રની લિપિ કરતાં તદ્દન જૂદી છે, તે સાતમા સૈકાની નાગરી લિપિ છે. આ લિપિ કદાચ તે વખતે ગુજરાતમાં વપરાતી ચાલુ હસ્તાક્ષરોની હશે.
આ લેખ જયભટ ૨ જાના સમયને છે. દાનપત્ર કાયાવતારની છાવણીમાંથી કાઢયું છે. આ સ્થળ ભરૂચ ડિસ્ટ્રિકટના જંબુસર તાલુકાના કવિનું સંસ્કૃત રૂપ માનવાને પ્રબળ ઈચ્છા થાય છે. તેમાં જયભટે કેરિલા પથક ” અગર પિટા-ભાગમાં આવેલાં શમીપક ગામમાં ૬૪ “નિવ ”ના માપનું એક ખેતર દાનમાં આપ્યાનું લખ્યું છે. કેરિલા એ ભરૂચની ઈશાન કેણુમાં લગભગ ૧૦ માઈલ પર આવેલું હાલનું “કેરલ ” જણાય છે. શમીપદ્રક અને ગેલિકા જે ખેતરની સીમાના વર્ણનમાં બતાવ્યું છે,–એ હાલ ઓળખાવવાને હું તૈયાર નથી. બુદ્ધ. જે પણ એ જ સંબંધમાં આપ્યું છે, તે પંચમહાલમાં ગોધરા પાસેનું હાલનું દેહદ હશે. ગિરિનગર, જે દાન લેનારના મૂળ વતન તરીકે બતાવ્યું છે, તે કાઠિવાડને હાલના ગિરનાર છે. અદ્ધિકાનું પ્રદર ગામ, જે દાન લેતી વખતે તેનું નિવાસસ્થાન હતું તે હાલ ઓળખી શકાતું નથી.
કેઈ અજ્ઞાત સંવતના વર્ષ ૪૫૬ના માઘની પૂર્ણિમાને દિવસે થયેલા ચંદ્રગ્રહણસમયે આ દાન આપ્યું હતું. અને ૪૩ મી પંક્તિમાં લેખ લખાયો તે દિવસ અને દાન અપાયું તે દિવસનું નામ સમવાર (અથવા મંગળવાર) લખ્યું છે. આ તારીખ કયા સનની છે તે પ્રશ્ન હવે આપણે વિચારવાનું છે. | મારો અભિપ્રાય એવો છે કે ઉમેટા અને ઈલાઓનાં દાનપત્રો બનાવટી છે, અને તે ધરસેન ૨ જાનું દાનપત્ર બનાવી કાઢનારે જ તૈયાર કર્યા છે. કદાચ તેણે દ૬ ૨ જાનું એક ખરૂં દાનપત્ર જે ખેડા, નવસારી અને કાવીનાં દાનપત્રોની માફક અનિર્દિષ્ટ સંવતવાળું હશે તે મેળવ્યું હશે, અને ત્યાર બાદ સંવત્ ન જાણુવાથી તેણે અનુમાન કરીને શક સંવત દાખલ કરી દીધો.
૧ ઈ. એ. વ. ૧૩ પા. ૭૦ પંડિત ભગવાનલાલ ઇંદ્રક
For Private And Personal Use Only