SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૪૬ ચૌલુક્ય રાજા કુમારપાલને ચિતોડગઢનો શિલાલેખ | વિક્રમ સંવત ૧૨૦૭ આ લેખ રાજપુતાનાના ઉદયપુર સ્ટેટમાં ચિતેડગઢમાં મોકલિજના મંદિરમાં સાચવેલી એક કાળા આરસની શિલા ઉપર કરેલ છે. લેખમાં ૧’૪૮” પહોળી અને ૧૪૩” ઉંચી જગ્યા રોકતી ૨૮ પંક્તિઓના લખાણને સમાવેશ થાય છે. ૧ થી ૧૪ પંક્તિઓ સાધારણ રીતે સારી સ્થિતિમાં છે. પણ પાછળની પંક્તિઓમાં અમુક લખાણુને ભાગ તદ્દન ગયે છે. બરાબર જમણી બાજુએ પત્થર છોલાઈ જવાથી અને તેવા જ કારણથી ડાબી તરફ ૨૪-૨૮ પંક્તિઓમાં ઘણું અક્ષરો પણ અદશ્ય થયા છે. લખાણની વચ્ચે ૧૭–૨૩ પંક્તિઓમાં ભંગાણ પાડતી ૩ ચેરસ અલંકારિત ચિત્રાકૃતિ છે, જેમાં આશરે ૩” વ્યાસવાળો એક ગોળાકાર છે. આ ગેળાકારના પરિઘની પાસે અને ચેરસની વચ્ચે ઉભી અને આડી રીતે કંઈક લખાણ ( ક જેવું જણાતું) જેને માટે ભાગ વાંચવા માટે ઘણું ઝાંખે છે તે છે. અક્ષરોનું માપ ” અને ” ની વચ્ચેનું છે. નાગરી લિપિ છે, ભાષા સંસ્કૃત છે અને લગભગ આખે લેખ લેકમાં છે. તે સંભાળપૂર્વક લખાયેલ અને કતરેલા છે, અને લેખન પદ્ધતિના સંબંધમાં ૩ એ વ ના નિશાનથી જખુલે છે એટલું જ કહેવું આવશ્યક છે, અને દત્તસ્થાની ઉમાક્ષર ઘણી વખત તાલુસ્થાની માટે અને તાલુસ્થાની ઉમાક્ષર દતસ્થાની ઉષ્માક્ષર માટે એક જ વખત વપરાય છે. લેખ (પંક્તિ ૨૮ માં) સં. ૧૨૦૭, વિક્રમ સંવત પ્રમાણે ઈ. સ. ૧૪૯-૫૦ કે ૧૧૫૦-૫૧ ને મળતી તિથિવાળે છે. અને તેનો આશય ચાલુકય નૃપ કુમારપા લની ચિત્રકૂટ ગિરિ, હાલન ચિતોડગઢની મુલાકાત અને તે સમયે ગિરિ પર સમિદ્ધિવર (શિવ) દેવના મંદિરને રાજાએ કરેલાં કેટલાંક દાનની નૈોંધ લેવાને છે. “૩% ! નમઃ સવૅજ્ઞાય ” એ શબ્દ પછી લેખમાં પાંચ શ્લેક છે, જેમાંના ત્રણ શિવની શર્વ, મૃત્ અને સમિઢેશ્વરના નામથી સ્તુતિ કરે છે અને બીજા વાણીની દેવી સરસ્વતીની સહાયની આરાધના કરે છે, અને કવિઓનાં કાર્યોની સ્તુતિ કરે છે કર્તા પછી (પં. ૫માં) ચૌલુકાના કુળની સ્તુતિ કરે છે. તે કુળમાં મૂલરાજ નૃપ જ હતે. (૫. ૬) અને તે અને તે વંશના અન્ય ઘણું નૃપ વર્ગમાં ગયા હતા ત્યારે સિદ્ધરાજ નૃપાલ (પં. ૭) આવ્યું, જેની પછી કુમારપાલ (પં. ૯) આવ્યું. જ્યારે આ નૃપે શાકભ્યરીના નૃપને પરાજય કર્યો હતે (પં. ૧૦) અને સપાદલક્ષ મંડળ ઉજડ કર્યું (પ. ૧૧) ત્યારે તે શાલિપુર નામે સ્થાનમાં ગયે (પં. ૧૨) અને ત્યાં પોતાની મહાન છાવણું નાંખીને તે ચિત્રકૂટ પર્વતનું મહત સંદર્ય નિરખવા આ મન્દિર, મહેલ, સરવર કે તડાગ, ઢળાવ અને વનની ૧૩-૧૯ પંક્તિઓમાં પ્રશંસા થઈ છે. કુમારપાલે ત્યાં જે જોયું તેનાથી તે પ્રસન્ન થયે હતો અને તે પર્વતના ઉત્તર તરફના ઢોળાવ પર આવેલા સમિઢેશ્વર દેવના મંદિરમાં આવીને (પં. ૨૨) તેણે દેવની અને તેની સહચરીની પૂજા કરી અને મંદિરને એક ગામ (જેનું નામ સારી હાલતમાં નથી તે) આપ્યું (પં. ૨૬). બીજ દાને (ઘાણક અથવા દીપ માટે તેલની ઘાણી વિગેરે) માટે પં. ર૭ માં કહેવાયું છે, અને પ. ૨૮ આપણને કહે છે કે, આ પ્રશસ્તિ જયકીર્તિના શિષ્ય દિગમ્બરના નાયક રામેકીર્તિથી રચાઈ હતી અને ઉપર દર્શાવેલી તિથિ ટાંકે છે. આ લખાણના સારાંશમાંથી જણાશે કે આ લેખ અતિ મહત્વને નથી; પણ એ એટલું તે જણાવે છે કે કુમારપાલને રાજપુતાનામાં શાકભરી( સાંભર )ના રાજનગરવાળા પાદપક્ષ મન્ડળના નૃપ અરાજ ઉપરને વિખ્યાત વિજય વિ. સં. ૧૨૦૭ કે તે પહેલાં ઘણું ટુંક સમયમાં થયે હા જોઈએ. જે શાલિપુર ગામમાં કુમારપાલે છાવણી કરી કહેવાય છે અને જે ગામ ચિત્રકુટ પાસે હોવું જોઈએ તે ગામનું અભિજ્ઞાન કરવા હું અશક્તિમાન છું. એ. ઈ. ૧. ૨ પા. ૪૨૧ છે કિલહેર્ન For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy