SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मांगरोलमांनी सोढडी वावमांनो शिलालेख R ભાષાન્તર શિવજીને નમસ્કાર છે શિવજીને મુકુટ, એટલે જટાજૂટ તમારું રક્ષણ કરો. જે જટાજૂટમાં ગંગા નદી આકાશથી ઉતાવળે ઉતરી, તે જાણે ચંદ્રમા રૂપી કમળનાં નાળની ઈચ્છાને લીધે ઉતરતી દેવલોકની હંસણી જ હોય નહીં શું ! (૧) ઉત્તમ કીર્તિ વડે શોભાવ્યું છે ભૂતળ જેણે એ; અને ગોએ કરીને માટે એ શ્રીસિદ્ધરાજ રાજા રાજય કરીને, જ્યારે દૈવયેગથી મૃત્યુ પામ્યો ત્યારે તુરત અદૂભુત મહિમાવાળો અને પુણ્યથી રુઢતા(નિશ્ચળતા ને પામે છે ઉદય જેને, એ આ કુમારપાળ રાજા તેના રાજ્યનું સિંહાસનદબાવી બેઠો (૨) આ (કુમારપાળ) રાજાના રાજ્યમાં અહિં શ્રીગહિલ નામના વંશમાં પુષ્કળ મોટાઈને આધાર અને પૃથ્વીનું ઘરેણું એ શ્રી સાહાર નામ થયા. તેને પુત્ર ચૌલુક્ય(સેલંકી )ને સૈન્યનું ગેપન કરનાર (સંતાડનારં) તથા વિખ્યાત એ સહજિગ નામે થયા. અને તેના પુત્ર પૃથ્વીમાં બળવાન અને સૌરાષ્ટ્ર દેશની રક્ષા કરવામાં સમર્થ થયા. (૩) એએમાંને એક શુરવીર સેમરાજ નામે પૃથવીમાં પ્રખ્યાત થયે જેણે પોતાના પિતાને નામે (સહજિગેશ્વર) મહાદેવનું સ્થાપન કર્યું. (૪) ચંદ્ર તથા ડોલરનાં પુષ્પ સરખા યશ વાળે સેમરાજ પૃથ્વીમાં પુણ્યની વૃદ્ધિ કરવા માટે શ્રી સોમનાથ દેવની કીર્તિને મેરુ પર્વત ઉપર આરહણ કરે બેસે) તેવી કરી. આ સેમરાજનો મોટો ભાઈ મુલક સૌરાષ્ટ્ર નાયક હતે; તેણે આ મહાદેવની અખંડ પૂજા થવા માટે પિતાના વશજોએ પાલવા લાયક વિર્ષાસન કરી આપ્યું (૬) ઠ૦ ( ઠાકોર ) શ્રી સહજિગના પુત્ર ઠ૦ (ઠાકોર) શ્રી મૂકે શ્રી સહજિગેશ્વર મહાદેવની કાયમ પંચોપચાર પૂજા (નાન, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય,) થવા માટે માંગરોળની દાણમાંડવી. માં પ્રતિદિવસ કાષપણુ ( “શ સ્તોમમહાનિધિ' નામે કોષમાં લખ્યા પ્રમાણે જેને અર્થ પણ એટલે એક કર્ષ વજનને ૧ ત્રાંબાને ૧ પૈસો તેમજ દ્રમ્પને જ થાય છે તે) અક તથા ખસકી જકાતની ઉપજમાંથી પ્રતિદિવસ કાર્ષા પણ એક, તથા પિડિયાની છાટ ઉપર કાષપણું એક, દાણું ભરેલ ગાડા ઉપર કાષપણુ ચાર તથા ગર્દનની છાટ ઉપર કાષપણું અર્ધ, તથા સમસ્ત લેક અને સર્વ વેલાળી (નાગરવેલને ઉછેરી તેનો વ્યાપાર કરનારાઓ ) એ પાનના ભાર, જે કે બીડ હરા, (બીડ) કેરી, વાયા, એવા નામથી જે શબ્દ તે વખતે ઓળખાતા -શે તે પ્રત્યેક કાષપણુ અર્ધ, પાન ભરેલા દરેક ઊંટના ભારે કા ૨ અઢી, તથા પાન ભરેલ ગાડી પ્રત્યેકે દ્રશ્ન એક ક્ષેત્ર; (ખેતર ) માં ઉત્તમ પાક થાય ત્યારે પ્રત્યેક ક્ષેત્રે (ખેતરે ) કાર્લાપણું એક, તથા અગર( મીઠું પાકવાની જગાએ તેના કરેલા ઠગલા )માં ખુંટી, તથા ખરાળી, અને હાસા, પ્રત્યે કાષપણુ એક; અને તેજ પ્રમાણે રવાડ તથા બળેજમાં પણ લેવું, ને લાઠાદરા પરગણુમાં રાહદારી જકાત માંડવીમાંથી પ્રતિદિવસે ઠ૦ શ્રી મૂકે એક રૂપ આપે તથા થેરવાડમાં બીજા તમામ મહાજનેએ એકમત થઈને ચાર સીમાડાએ શુદ્ધ અને પ્રખ્યાતિ પામેલી તથા વૃક્ષની ઘટાઓ સહિત અને વીસણુલી ગામના માર્ગની સામે આવેલી દેગુયા વાવ નામની વાવ, રાજાના અનુમતથી શ્રીસહજિગેશ્વર મહાદેવને આપી; તેમજ શ્રીવણથલીમાં દાણ માંડવીમાં પ્રતિદિવસ કાષપણું એક, તથા જુગટામાં પ્રતિદિવસ કાર્લાપણુ એક, તથા પાનની કેટડીમાં દિન પ્રત્યે પાન શત (સ) એક, તથા વીડહરા, કેરી, વાટુયા વગેરે પ્રત્યેક પાન ૫૦ પચાશ, તથા તળારા(તળોદરા)ના ઉત્પન્નમાંથી તબેલીના હાટ પ્રત્યે પ્રતિદિવસે પાન બે, મડાવા (2) સોપારી એક, આ સઘળે દેવભાગ છે તે સર્વ ભાવિષ્યના રાજાઓએ પાળો અને માન્ય રાખવે; કારણ કે દાન દેવાનાં કરતાં દાનનું પાલન કરવું તે શ્રેય છે. (૧) દાન લેનાર શિવરૂપ છે અને દાન આપનાર તે મનુષ્ય છે, પાળનાર પુણ્યભાગી છે અને દાનને લોપ કરનાર મહાપાપી છે, એમ વિચારીને દાન જરૂર પાળવું. (૨) જે માટે કહેલ છે કે, સગરાદિ ઘણુ રાજાઓએ પૃથ્વી ભોગવી છે (પણ) જેની જેની જ્યારે પૃથ્વી હોય તેને તેને ત્યારે ફળ મળે છે. (૩) શ્રીમાન વિક્રમને સંવત ૧૨૦૨ તથા શ્રીસિહ સંવતુ લુર આશ્વિન વદી ૧૩ સેમવારે આ પ્રશસ્તિ બનાવી. શ્રેષ્ઠ પાશુપતાચાર્ય ઉત્તમ મોટા પંડિત શ્રી પ્ર સર્વાની આ પ્રશસ્તિ રચેલી છે. A કાપણુ શબ્દ ૧૬ પણ તથા ૧ પણ એ બને અર્થ માટે ચાલુ છે. અને ૫ણ એટલે એક રૂપિયા "ભાર ત્રાંબાને એક પિસે અથવા એંશી કડીની બરાબર છે. અને ૧૬ પણ એક કમ છે, હવે આ લેખમાં કાપણું તથા કમ્મ એ અને શબ્દ વપરાય છે. માટે કાપણું અર્થ રળપણ નહિં ગાતાં એકજ પણ ગણુ યોગ્ય છે. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy