________________
76
ભૂત છે. તો બૌદ્ઘ કહે છે કે ‘પ્રમાળ દૂરવર્તી ચેત્, वरं गृध्रानुपास्महे '
અર્થાત્ જો સર્વજ્ઞ દૂરદર્શી છે, માટે પ્રમાણ ભૂત છે, તો તો બહેતર છે કે ગીધડા દૂરદર્શી હોય છે, માટે એને જ ભગવાન માની એની જ ઉપાસના કરીએ.
બૌદ્ધનું આ વચન શું છે ? સર્વજ્ઞની મરકરી. કેમકે સર્વજ્ઞને એણે ગીધડાની તોલે ગણ્યા ! એને પૂછીએ, કે તો પછી સૂક્ષ્મ અતીન્દ્રિય પદાર્થના જ્ઞાન વિના સૂક્ષ્મ મોક્ષમાર્ગ ક્યાંથી સૂઝશે ?
તો બૌદ્ઘ કહે છે, મોક્ષ છે નિરાકાર વિશુદ્ધ ચિત્સંતતિરૂપ. અર્થાત્ જગતના પદાર્થમાત્ર ક્ષણિક છે, તો આત્મા અર્થાત્ વિજ્ઞાન પણ ક્ષણિક છે, પરંતુ જેમ દીવાની જ્યોત ક્ષણિક યાને ક્ષણક્ષણ પલટાતી છતાં ઉત્તરોત્તર જ્યોત સમાન હોવાથી એની સમાન ધારાને લઈને એ જ્યોત સ્થિર છે, એમ ભાસ થાય છે, બસ એવી રીતે ઘડો, વસ્ત્ર વગેરે અને વિજ્ઞાનમય આત્મા ક્ષણિક છતાં એની ક્ષણે ક્ષણે ચાલતી સમાન ધારાને લઈને એ ઘડો વગેરે સ્થિર ભાસે છે.
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
મોક્ષ થઈ જવાનો. આમાં બીજા ત્રીજા સૂક્ષ્મઅતીન્દ્રિય પદાર્થન જાણ્યા તો ક્યાં અટક્યું ? પછી સર્વજ્ઞની શી જરૂર?
આમ બૌદ્ધ સર્વજ્ઞને ઉડાવે છે. પણ એને ખબર નથી કે પહેલું તો આ ક્ષણિકત્વ એ જ સૂક્ષ્મ અતીન્દ્રિય તત્ત્વ છે, સર્વજ્ઞ વિના આ અતીન્દ્રિય ક્ષણિકત્વ કોણ પ્રત્યક્ષ જોઇ શકે ? કદાચ કહો, –
પ્ર. - અમે ક્ષણિકત્વ તર્કથી સાબિત કરીએ છીએ. પછી સર્વજ્ઞની ક્યાં જરૂર પડવાની ?
ઉ. તમે પોતે જ ક્ષણિક છો, તેથી ક્ષણિકત્વ સાબિત કરવાની તમારી ગુંજાયરા નથી, કેમકે જે ક્ષણે તમે તર્ક લગાવશો, એની પછીની ક્ષણે તમે પોતે જ ક્ષણિક હોઈ હયાત નથી. પછી ક્ષણિકત્વનું જ્ઞાન કોણે કર્યું ? અને આ ક્ષણે જે ક્ષણિકત્વજ્ઞાનકરવા જાય, એ પોતે પૂર્વ ક્ષણે હતો જ નહિ, તો ક્ષણિકત્વજ્ઞાન સાધક તર્ક કોણે લડાવ્યો? ત્યારે જો કોઈ એક જ પુરુષ આ ક્ષણે તર્ક કરે અને બીજી ક્ષણે ક્ષણિકત્વ નિર્ણય લેવા જાય, તો તે પુરુષ પોતે જ બ્રિક્ષણસ્થાયી બનવાથી સર્વ ક્ષણિકત્વ સિદ્ધાન્ત ઊડ્યો ! કદાચ કહેશો, – પ્ર. - ભલે ક્ષણિકત્વ જેવા અતીન્દ્રિય
હવે વિજ્ઞાનધારા યાને ચિત્સંતતિ ચાલે છે.
એ અહંકાર વિષયક વિજ્ઞાનની ધારા છે. એનું નામ પદાર્થને જાણવા સર્વજ્ઞની જરૂર પડતી હોવાથી અમે સંસાર છે. ક્ષણિકત્વ નહિ માનીએ. પરંતુ નિરાકાર ચિત્સંતતિરૂપ મોક્ષ સાધવામાં સર્વજ્ઞની ક્યાં જરૂર છે ?
सोपप्लव चित्संततिः संसारः निरुपप्लव चित्संततिः =मोक्षः
જ્યાં સુધી તમારા જ્ઞાનમાં કોઈ આકાર, કોઈ વિષય ભાસે, ત્યાં સુધી સંસાર, વિષય-આકારભાસનો બંધ કરી દો. અને શુદ્ધ વિષયવિનિર્મુક્ત શુદ્ધ વિજ્ઞાનધારા ચલાવો, એટલે મોક્ષ થયો ગણાય. આમાં સર્વજ્ઞની-સર્વજ્ઞદષ્ટ સૂક્ષ્મ અતીન્દ્રિય પદાર્થને જાણવાની ક્યાં જરૂર પડી ? એ તો ક્ષણિકત્વની અને નિરાકારતાની ભાવના અને ધ્યાનનો અભ્યાસ કરો, એટલે આકાર છૂટી જવાથી
ઉ. - પહેલું તો એ સમજો, કે જ્ઞાન અને નિરાકાર-નિર્વિષયક એ સંભવિત જ નથી. કેમકે જ્ઞાન એટલે પ્રકાશ, એ કોઈ પ્રકારય વસ્તુને લઇને જ હોય. કશું પ્રકાશ્ય જ જો નથી, તો પ્રકાશ શાનો? તાત્પર્ય, જ્ઞેયના આકાર વિનાનું જ્ઞાન હોય જ નહિ. બીજી વાત એ છે કે, મોક્ષરૂપ નિરાકાર ચિત્સંતતિ ઊભી કરવા માટે જરૂરી નિરાકારની ભાવના (અર્થાત્ જ્ઞાન) જે કરાય તે તો સવિષયક – સાકાર જ બન્યું. પછી નિરાકારનો અનુભવ કરશો કેવી