SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણતિ પર ભાર મુકવાના બે કારણ ટીકાર્ય : ‘ઇતિ’ અર્થાત્ એ પ્રમાણે, ભવાભિનંદીની પરિણતિ હોતે છતે એને અસત્ પરિણતિ હોવાથી એનો બોધ અસત્ પરિણતિથી વણાયેલો છે, ને એ સામાન્યથી સુંદર (પ્રાસ્ત) નથી. કેમ એમ ? તો કે ‘તત્સંગાદેવ’ અર્થાત્ વિવક્ષિત અસત્પરિણતિના સંબંધથી જ ‘નિયમાત્’ એટલેકે નિયમથી (યાને અવશ્ય). કોની જેમ ? તો કે વિષમિશ્રિત ભોજનની જેમ. આ દૃષ્ટાંતમાત્ર છે. વિવેચન : અવેદ્યસંવેદ્યપદ ભવાભિનંદી જીવને હોય છે એ કહ્યું, અને ભવાભિનંદી જીવકેવો હોય તો બતાવ્યું કે ક્ષુદ્ર, લાભરતિ, વગેરે... એ એવો છે તો તેથી શું ? એ હવે ૭૭મી ગાથામાં બતાવતાં કહે છે, ભવાભિનંદીપણાનો પરિણામ અર્થાત્ પરિણતિ એ આત્માની અસત્ પરિણતિ છે, મલિન આત્મપરિણતિ છે, તેથી એવી મલિન આત્મપરિણતિથી વણાયેલ બોધ પણ મલિન છે સુંદર નથી. પ્ર. – બોધ દેખાય તો યથાર્થ, દા.ત. જાણ્યું કે પશુ-પંખી, કીડા, મકોડા એ જીવ છે, એમ બોધ યથાર્થ હોવા છતાં, માત્ર પરિણતિ મલિન, તેથી બોધ ખોટો કેમ? ઉ. જેમ ચોર પોતાના સાગરીતને ઓળખાવે કે ‘જો પેલો શ્રીમંત’, તો એ ઓળખ છે તો સાચી, પરંતુ એમાં ઓળખની સાથે લૂંટવાના ભાવ છે, લૂંટવાની પરિણતિ છે, તેથી એ ઓળખ અસત્ કહેવાય. એ રીતે ભવાભિનંદી જગતમાં જે કાંઈ જુએ-જાણે, એની સાથે જ વૈષયિક સુખદુઃખની દૃષ્ટિ હોય છે, કહો કે ભવાભિનંદી જીવ જાણેલું બધું વૈષયિક સુખદુઃખના કારણે જ માપે છે. માટે એની જાણકારી આમ સત્ય છતાં અસત્ છે. અર્થાત્ એ જ્ઞાન વૈષયિકસુખ આપે, તો કામનું; અને વૈષયિક દુઃખ આપે, તો નકામું. એવી અંતરની અસત્ 75 પરિણતિથી ખરડાયેલ જ્ઞાન હોવાથી એ જ્ઞાન મલિન છે, સુંદર નથી, આત્મહિતકર નથી. એટલે જ્ઞાન મેળવવા સાથે અંતરંગ પરિણતિ કેવી કામ કરે છે એ મુખ્ય જોવાનું છે. દા.ત. ગામ બહાર વેશ્યાનું મડદું પડ્યું હોય, એનાપર ભોગી અને યોગી બંને ય જ્ઞાન કરે છે.ભોગી જ્ઞાન કરે કે ‘બિચારી સુંદર શરીરવાળી મરી’ પરંતુ ભોગીનું આ જ્ઞાન મલિન છે. કેમકે એની સાથે ભોગસુખ અને ધનકમાઈ કરી શકાત. એ દયાની પરિણતિ મલિન છે, અસત્ છે. તેથી એનું જ્ઞાન પણ અસત્ છે. ત્યારે યોગીની દયાની પરિણતિ એ છે કે જીવંત હોત અને આવા મોક્ષમાર્ગની તપ-સંયમની સાધનાને યોગ્ય સુંદર દેહને એમાં લગાવ્યો હોત, તો જન્મ-જન્માન્તરનાં પાપોનો નાશ કરી શક્ત. એ સારી દયાની પરિણતિ છે, તેથી એનું ‘બિચારી મરી’ એ જ્ઞાન પણ સુંદર છે. ભોગીની આંતર પરિણતિ ભોગતરફની, માટે ખોટી. એમ ભવાભિનંદી જીવની પણ આન્તર પરિણતિ વિષયસુખ તરફની અને આત્મહિતથી તથા સર્વજ્ઞવચનથી તદ્દન બેપરવા, માટે એ અસત્ મલિન પરિણતિ છે. એવી પરિણતિવાળાનો બોધ સાચો દેખાવા છતાં સુંદર નહિ. તેથી જ અસર્વજ્ઞનાં દર્શનો ધર્મની વાત તો મજેની કરે, પરંતુ એવી સર્વજ્ઞકથિત આત્મહિતની વાતોની તદ્દન ઉપેક્ષાની પરિણતિ કામ કરતી હોય છે, તેથી એ અસર્વજ્ઞ દર્શનની ધર્મની કે તત્ત્વની વાતો અસુંદર છે. આવા કેટલાકની સર્વજ્ઞવચન પ્રતિ ઉપેક્ષા તો વળી કેવીક ભારે કે, એ સર્વજ્ઞની પણ મશ્કરી કરે છે. તો શું એવાની ધર્મની તત્ત્વની વાતો સુંદર ગણાય ? દા.ત. બૌદ્ધદર્શન અસર્વજ્ઞનું દર્શન છે. એ કહે છે કે જગતમાં સર્વજ્ઞ કોઈ હોઇ શકે નહિ. કદાચ કહોકે, સર્વજ્ઞ વિના સૂક્ષ્મ અતીન્દ્રિય પદાર્થ કોણ બતાવે ? તો એવા પદાર્થ માટે સર્વજ્ઞ જ પ્રમાણ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy