________________
70
મેં સાંભળ્યું છે તમારી દીકરીના લગ્નપર વરો જમાડવાનો છે, તો જુઓ તમારી દીકરી એ મારી જ દીકરી છે. એનો વરો પહેલો જમાડવાનો, મારો પછીથી. એ પ્રમાણે હું નાતના ચોપડે નોંધ કરાવી દઉં છું. તમે એ પ્રમાણે તૈયારી રાખજો અને કાંઇ સેવાનો લાભ હોય, તો મને આપજો.’
પેલો આ સાંભળી ડઘાઈ ગયો. આંખમાં આંસુ સાથે શેઠની પોતે નિંદા કરી એની માફી માગે છે. શું આ ? શેઠે દુશ્મનનું પણ સારું જોવાનું- સારું બોલવાનું કર્યું, તો દુશ્મનની દુશ્મનાવટટળી. એની છાતીમાં રોઠ મહાન તરીકે જડાઈ ગયા.
ભવાભિનંદીને બિચારાને આ ન આવડે. એટલે શાસ્ત્રકાર કહે છે, એ મત્સરી-ઈર્ષ્યાળુ પરકલ્યાણ-દુઃ સ્થિત હોય. પરના સારામાં
સંતાપવાળો હોય.
(૫) ભયવાન :- વળી ભવાભિનંદી જીવ ભયવાળો અર્થાત્ ભયભીત રહેનારો હોય. એને બધે ભય લાગ્યા કરે. દા.ત. એના મનને એમ થાય કે મારું શરીર બગડી જશે તો ? ખીસું કપાઈ જશે તો ? કપડું મેલું થઇ જશે તો ? સામાને મારા માટે ખોટું લાગશે તો ? બજાર કરી જશે તો ? કુટુંબી રીસાઈ જશે તો ? રસ્તાપર ગાડી હાંકનારો મારા પર લાવી દેશે તો ? મોધવારી વધી જશે તો ? પત્ની બહુ મોટી છે તે મરી જશે તો ? નોકરીમાં શેઠ મારા પર નારાજ થશે તો ? મકાન જુનું છે તે પડી જશે
તો?
આમ ભવાભિનંડીને વાતવાતમાં ભય રહ્યા કરે છે. કારણ ? એને સંસારનો બહુ આનંદ છે. સંસારની ઝીણી ઝીણી જડ વસ્તુનો ય એને આનંદ છે. તેથી જ એને બહુ મહત્ત્વ આપે છે. જાણે આત્માનું શું મહત્ત્વ જ નહિ ! રસોડાના મસોતાનું મહત્ત્વ ! તે ગુમ તો નહિ થઈ જાય ? એવો ભય રહે, સાવરણીનું મહત્ત્વ, તે જલ્દી ઘસાઈ તો નહિ
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
જાય ? એવો ભય. પણ ‘આ બહુ ભેગુ કરું છું, તો મારો આત્મા આ વિરાટ ભવસાગરમાં અને વિષયોના પથારામાં ખોવાઈ તો નહિ જાય ? એનો ભય નહિ ! આ બહુ સુખ ભોગવું છું, તો મારું પુણ્ય સાવ ઘસાઈ તો નહિ જાય ? એવો ભય નહિ ! ભય હોય તો બહુ સુખભોગ ન કરે. વિવિધ ત્યાગના નિયમ રાખે. દુન્યવી ચીજોના ભય ટાળવા આ કરવાનું છે. મનપર આત્મા અને આત્મહિતકર સ્થાનો અને આત્મહિતકર પ્રવૃત્તિઓવગેરેનું મહત્ત્વ ઝગમગતું રાખવાનું છે.
૫૦-૫૫ વરસ પહેલાંની આ વાત છે, – જીવાભાઈ શેઠ પરિવાર અને સાધર્મિકને લઈને યાત્રાએ નીકળ્યા. તીર્થોની ક્રમસર યાત્રા કરતાં કરતાંવચમાં તાર આવ્યો. વાંચીને ખીસામાં મૂક્યો. સાધર્મિક પૂછે, – શેઠ શાનો તાર
શેઠ કહે, આ તો એક પારસીનેત્યાં આપણા અઢી લાખ રૂપિયા હતા, તે પાર્ટી નબળી પડ્યાના સમાચાર છે.
પેલો કહે ‘તો શેઠ ! આપને જવું પડશે ને ?’ શેઠ કહે - ‘શું કામ ? રૂપિયા ખાતર આપણી ચાત્રા બગાડવી ? રૂપિયા તો એક જનમની ચીજ, ચાત્રા જનમ જનમ તારનારી. ભાગ્યમાં હશે તો રૂપિયા આવશે. જો ભાગ્યમાં નહિ હોય તો સંદેહ છે કે જાઉં તો ય આવે કે ન
આવે ? યાત્રા તો નિશ્ચિત આત્મકમાઈ આપે છે !
શું
આ ? મહત્ત્વ આત્મહિતને આપ્યું, રૂપિયાને નહિ, પછી રૂપિયા આવશેકે નહિ, એવો ભય નહિ. દુન્યવી ચીજ ભાગ્યને સોંપવાની.
એકવાર મુમુક્ષુ કન્યા આવી કહે, મારે અમુક સાધ્વી પાસે દીક્ષા લેવાની છે. મેં પૂછ્યું – તે એમનો પરિચય કર્યો છે ? મને એ કહે, સાહેબ ! પરિચય શું કરવો હતો ? મેં કહ્યું, પરિચય કર્યો હોય, તો