SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 52 આત્માના સિલકમાં મિથ્યાત્વકર્મ લેશમાત્ર નથી, એટલે નિશ્ચયથી વેદ્યસંવેદ્યપદ છે. પછી પાપવૃત્તિ થાય જ શી રીતે ? એનો પ્રભાવ છે કે પાપવૃત્તિ થવા જ ન દે, કે જે દુર્ગતિમાં લઈ જાય. પ્ર. - ઠીક છે. એનૈશ્ચયિક વેદ્યસંવેદ્યપદનો પ્રભાવ હોય, તો તો પછી વ્યાવહારિક વેઘસંવેદ્ય પદનો પ્રભાવ તો કશો જ નહિ ને ? ઉ. ના, એવું નથી. વ્યાવહારિક પણ વેદ્યસંવેદ્યપદ જ સુંદર છે, અવેઘસંવેદ્યપદ નહિ. અને આ વ્યાવહારિક વેદ્યસંવેદ્યપઠનો ય આ પ્રભાવ છે કે જીવ પૂર્વે મિથ્યાત્વ વખતે બાંધેલા પાપકર્મથી કદાચ દુર્ગતિમાં ગયો હોય અને ત્યાં શારીરિક દુઃખ હોય, તો પણ ત્યાં જો એની પાસે વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત હોય, તો એનો આપ્રભાવ છે, કે ત્યાં એને માનસિક દુ:ખ હોતું નથી, મનથી એ દુઃખી નથી. મનથી એને દુઃખ લાગતું નથી. પ્ર. – શરીરપર જુલ્મની ઝડીઓ વરસતી હોય, ને મનથી દુઃખ ન લાગે એ કેમ બને ? ઉ. – એ આ રીતે બને, કે જેવી રીતે કોરડું મગ કે કોરડું સંકુલ (ચોખા) ગમે તેટલા ઉકળતા પાણીમાં બકાય, છતાં એ સીઝે જ નહિ, એનામાં પાક નથી થતો, એનામાં બીજા મગ કે ચોખા જેવી નરમાશ નથી આવતી. એમ અહીં વેદ્યસંવેદ્યપદ અને સમ્યક્ત્વવાળો જીવ ગમે તેટલા દુઃખમાં રીબાય, છતાં એના હૃદયમાં દુઃખથી પીગળી જવાપણું નથી આવતું. દુઃખમાં દુઃખ જેવું કશું લાગતું નથી. એનું કારણ એ છે કે સમ્યક્ત્વશ્રદ્ધામાં કર્મતત્ત્વપર એટલી બધી જવલંત શ્રદ્ધા છે, કે એ દુર્ગતિના દુઃખોમાં જવાબદાર પોતાનાં કર્મ અને કર્મમાં કારણભૂત પોતાનાં પૂર્વનાં દુષ્કૃત પર નજર જાય છે. અને એ દુષ્કૃતોનો સંતાપ થાય છે, દુઃખોનો નહીં. સમકિતીના હૈયેદુ:ખોનુંદુ:ખ નહીં, પણ દુષ્કૃતોનું દુ:ખ રહે છે. સમજે છે. યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ દુ:ખોને શુંરોવાં, મૂળનાં દુષ્કૃતને રોવાં જોઇએ. દુઃખને રોવા જતાં એને કાઢવા નવાં દુષ્કૃત આચરવાનું મન થશે, ત્યારે દુષ્કૃતોને રોતાં નવા દુષ્કૃત આચરણ અટકે... નરકમાં મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિમાં આ મોટો ફરક, કે મિથ્યાદષ્ટિ દુઃ ખને રૂએ. તેથી નરકનો બીજો જીવ એનાપર શસ્ત્રનો ઘા કરે, તો એના દુઃખથી ત્રાસેલો આ જીવ પેલાની સામે શસ્ત્રનો ઘા કરે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ પોતાના પૂર્વ દુષ્કૃતને રોનારો હોય છે. હાય, પૂર્વે મે કેવા દુષ્કૃત આચર્યા કે આ પીડા આવી, એમ પીડા આપનારની સામે ન જોતાં- પીડામાં એને જવાબદાર ન માનતાં એનાપર દ્વેષ કરવાની જરૂર એને લાગતી નથી, પણ પોતાનાં દુષ્કૃતોને જ જવાબદાર માનવાથી દ્વેષધિક્કાર એ દુષ્કૃતો પ્રત્યે અને દુષ્કૃત આચરનાર પોતાના આત્માપ્રત્યે છૂટે છે. ભયંકર દુઃખમાં પણ આ કેવીક જાગૃતિ ! એનું કારણ વેદ્યસંવેદ્યપદ અને સમ્યક્ત્વનો પ્રકાશ પ્રગટ્યો છે. અનેઘસંવેદ્યપદ એનાથી જુદું જ છે, એકાંઇ સુંદર નથી. કેમકે એમાં સર્વજ્ઞે કહેલા હેયઉપાદેયનો ને હિત- અહિતનો વિવેક જ નથી. ત્યારે મનુષ્યજન્મની વિરોષતા હોય ને સફળતા હોય તો આ હૈય-ઉપાદેય તથા હિત-અહિતના વિવેકથી અને હેય-ઉપાદેયના ત્યાગ તથા હિતઉપાદેયની પ્રવૃત્તિથી જ છે. એજ જો જીવનમાં ન આવ્યુંતોજીવનમાંશી સુંદરતા આવી? શી સફળતા થઈ ? યવાદ अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः । पदं तु वेद्यसंवेद्यपदमेव हि योगिनाम् ॥७२॥ अवेद्यसंवेद्यपदमिति - मिथ्यादृष्ट्याशयસ્થાનમ્, અત વાદ અવતું પરમાર્થત: યથાસ્થિતવસ્તુતત્ત્વાઽનાવાવનાત્। પરંતુ-પર્વ પુન:, વેદ્યસંવેદ્ય
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy