________________
સંવેગ હોવાથી પાપવૃત્તિ હ્રાસ
વિવેચન : વેદ્યસંવેદ્યપદા માહુમાં ટૉ બધો છે, કે નથી ને કદાચ જવલ્લે કર્મદોષે પાપપ્રવૃત્તિ થઈ જાય એમ બને, પરંતુ એક તો તેમાં જીવની વૃત્તિ તસલોહ પર પગલાં માંડવા જેવી હોય છે. અને બીજું એ કે ખરેખર તો પાપપ્રવૃત્તિ થતી નથી, એટલે કહો, કે એ પાપપ્રવૃત્તિ થઇ તે છેલ્લી જ સમજવાની, અને તે હવે ફરીથી દુર્ગતિ નથી થતી એ પરથી સમજાય છે. આવી દુર્ગતિની કારણભૂત પાપપ્રવૃત્તિ ન જ થવાનું કારણ એ છે, કે જેને વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થયું એના દિલમાં સંવેગનો અતિશય હોય છે. અર્થાત્ અત્યંત સંવેગભાવ ઉછળી રહ્યો છે.
Kebabáigninagal:JOE VER
Thene : (079)2327625223276204-0 પામેલી જીવ ઓછામાં ઓછો વૈમાનિક દેવ થાય. આ જોતાં, જો દુર્ગતિ નથી થતી, તો પછી એમાં કારણભૂત પાપપ્રવૃત્તિ પણ નથી થતી. આમાં શ્રેણિક વગેરેના દષ્ટાન્ત છે, જે સમકીત પામ્યા પછીદુર્ગતિ નથી પામ્યા. શ્રેણિક જે એકવાર નરકમાં ગયા, તે સમ્યક્ત્વ પામવા પૂર્વેની પાપવૃત્તિથી ઊભા થયેલ નિકાચિત કર્મનું ફળ હતું. બાકી હવે સમ્યક્ત્વના પ્રભાવે પાપપ્રવૃત્તિ થવાની નહિ, ને દુર્ગતિ ય નહિ થવાની. અહીં કેટલાક કહે છે, –
આ સંવેગભાવમાં બે ગુણ છે. (૧) એક, સંસારપર તીવ્ર વૈરાગ્ય, તે એવો કે સંસારવાસ એ નરકાગાર અને કારાગાર જેવો લાગે; દુઃખથી ભરેલો માટે નરકાગાર, અને પાપની બેડીઓ(પરાધીનતા)વાળો માટે કારાગાર= જેલખાનું; એવા સંસારપર ભારોભાર અભાવ, ઉદ્વેગ, નફરત.
(૨) બીજો ગુણ, મોક્ષ અને દેવ-ગુરુધર્મ તથા શાસ્ત્ર-તીર્થ-સંઘવગેરે ધર્મના અંગોનું અત્યંત રાગભર્યું આકર્ષણ અને એ આરાધવાની તીવ્ર અભિલાષા.
આમ, આ બંને હોય, પછી પાપવૃત્તિ જ શાની થાય ? તો પાપપ્રવૃત્તિની વાતે ય શી ? સમજે છે કે પાપપ્રવૃત્તિથી સંસાર વધરો અને મોક્ષથી આઘા પડાશે. એટલે એની સમ્યક્ત્વ પામવા પહેલાં પાપવૃત્તિ થઈ, એ છેલ્લી જ થઈ. હવે પાપવૃતિ ન થાય.
પ્ર. - એશીરીતે કહીશકો છો કે સમ્યક્ત્વ આવ્યા પછી પાપવૃત્તિ ન થાય ?
ઉ. - કેમકે સમ્યક્ત્વ પામ્યા પછી એની દુર્ગતિ નથી થતી. આગમશાસ્ત્ર કહે છે કે સમ્યક્ત્વ
51
પ્ર. સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા કેટલાકનો અનંત સંસાર પણ થાય છે, ને એમાં તો અનેકવાર જીવ દુર્ગતિઓમાં જાય છે, તો સમ્યક્ત્વ યાને વેદ્યસંવેદ્યપદ પામ્યા પછી જીવને દુર્ગતિનજ થાય. એ પ્રતિપાદન અસત્ ઠરે છે...
ઉ.
અમારા કથન પાછળનો અભિપ્રાય તમે નથી સમજ્યા. અભિપ્રાય આ છે, કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને નૈૠયિક વેઘસંવેદ્યપદ હોય છે, અને એવા વેદ્યસંવેદ્યપદ પામેલાને પાપવૃત્તિ ય નહિ ને દુર્ગતિ ય નહિ. આ નિશ્ચયથી વેઘસંવેદ્યપદ એ આત્માનો અવિનાશી નિર્મળ આશય-નિર્મળ પરિણામ છે. એ ઊભો થયો પછી જાય નહિ, એટલે સમ્યક્ત્વ પણ જાય નહિ. માટે તો એવા સમ્યક્ત્વને ક્ષાયિક સમ્યક્ત્વ અર્થાત્ દર્શન સપ્તકમોહનીયકર્મના અત્યંત ક્ષયથી જન્મનારું સમ્યક્ત્વ કહે છે.
પ્ર. - દર્શનસક મોહનીય કર્મ એટલે ? ઉ. – દર્શનસકમાં મોહનીય કર્મના ૨૮ પ્રકારમાંથી આ સાત પ્રકાર આવે છે, ૩ દર્શન મોહનીય અને ૪ અનંતાનુબંધી કષાયો. ત્રણ દર્શન મોહનીયમાં સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય આવે. ચાર અનંતાનુંબંધીના કષાયમાં ક્રોધ-માન-માયા-લોભ આવે. આ સાત મળીને દર્શન સસક કહેવાય. આ દર્શન સક્ષકનો સર્વથા ક્ષય કરી નાંખ્યો, એટલે હવે
-