________________
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
હોવામાં એક હેતુ આ કહે છે કે, ‘તથા પાપે પ્રવૃત્તિતઃ’ અર્થાત્ આ અપાયના દર્શનાભાસવાળો અનાભોગથી- અજાણ્યે પાપમાં પ્રવૃત્તિ કરે છે, એટલે કે હું આ પ્રવૃત્તિ પાપપ્રવૃત્તિ કરું છું, એવો એને ખ્યાલ પણ નથી હોતો. આ અનાભોગ ચિત્ર અર્થાત્ નિરનિરાળા હોય છે, કોઇ એક પ્રકારે, તો કોઇ બીજા પ્રકારે. પાપપ્રવૃત્તિ થવાનું કારણ અવેદ્યસંવેદ્યપદ અને સ્થૂલબોધ છે. વેદ્યસંવેદ્યપદ અને સૂક્ષ્મબોધનો પ્રભાવ છે, કે પાપપ્રવૃત્તિને ઓળખાવી દે. કેટલીક એવી પ્રવૃત્તિ હોય છે, કે સામાન્ય માણસને ખબર ન પડે કે હું પાપપ્રવૃત્તિ કરું છું. દા.ત. તપસ્યા કરનારો તાપસ હોય અને મિથ્યામાર્ગનોફેલાવોકરતો હોય, સ્કૂલબુદ્ધિવાળો જનસામાન્ય એને આમંત્રી-આવકારી સત્કાર આકર્ષણ અને આચરણની પ્રબળ ઈચ્છા રહે. ’સાથે પારણું કરાવવામાં પાપ ન સમજે. સૂક્ષ્મબોધ વાળો સમજી જાય, કે આ પાપપ્રવૃત્તિ છે, કેમકે એવાને સત્કારવામાં મિથ્યામાર્ગનું સમર્થન થાય.
આવેઘસંવેદ્યપદ પ્રાપ્ત કર્યાથી થાય છે. એની સાથે સમ્યગ્ હેતુ-સ્વરૂપ-ફળની દૃષ્ટિએ કરાતા તત્ત્વનિર્ણય (કરાતું અપાયદર્શન) એ સૂક્ષ્મબોધ છે. હવે વેદ્યસંવેદ્યપદ પણ ન આવ્યું હોય અને સર્વજ્ઞકથિત હેય – ઉપાદેયની હેતુ-સ્વરૂપ-ફળની દષ્ટિએ શ્રદ્ધા ય ન રાખી હોય, પછી ત્યાં એકલું કોરુંધાકોર અપાયદર્શન ભલેને જિનાગમમાંથી મેળવ્યું હોય, છતાં એ એને ભ્રમણારૂપ છે. એવા અપાયદર્શનને તાત્ત્વિકદર્શન કેમ કહી શકાય ? તાત્ત્વિક અપાયદર્શન અને અતાત્ત્વિક અપાયદર્શન આકારમાં સરખું દેખાય એટલું જ, બાકી અતાત્ત્વિક અપાયદર્શન વાસ્તવમાં આભાસમાત્ર છે, જેમકે અસલ શુદ્ધ સોનાનો દાગીનો, અને સોનાનો માત્ર ઢોળ ચડાવેલ તાંબાનો દાગીનો, બેઉ ચળકાટમાં સરખા, પરંતુ ઢોળ ગીલેટવાળોદાગીનો એ સાચા સોનાનો દાગીનો નથી. માટે તો કહેવાય છે ને કે અસલ તે અસલ ને નકલ તે નકલ. અહીં અપાયદર્શન અતાત્ત્વિક અર્થાત્ આભાસમાત્ર
એમ, કોઇ આત્મા વૈરાગી હોય, સંસાર ત્યજી ચારિત્ર લેવા ઝંખતો હોય; પણ માબાપ મોહથી ના પાડતા હોય, તો સ્થૂલબુદ્ધિવાળા એમ કહેશેકે ‘માબાપની આજ્ઞા પાળવી જોઇએ. આજ્ઞા વિના સંસાર ત્યાગ ન થાય’ પણ સૂક્ષ્મબુદ્ધિવાળો સમજે છે કે ‘એમ સંસારમાં બેસી રહેવું અને માતાપિતાના મોહને પોષવો એ પાપપ્રવૃત્તિ છે, આ સંસારમાં ચારિત્રધર્મ આરાધનાનો પુરુષાર્થકાળ મળવો અતિ દુર્લભ છે, ઊંચા મનુષ્યજન્મમાં જ મળે, ને એવો આર્યકુળમાં મનુષ્યજન્મ મળવો, એ પણ ક્યાં રસ્તામાં પડ્યો છે ? એય અતિદુર્લભ છે. તો અતિદુર્લભ એવા આ મનુષ્યજન્મમાં ય બહુ દુર્લભ ચારિત્રારાધનાની પુરુષાર્થશક્તિ મળ્યા પછી માત્ર મોહાંધ અને અજ્ઞાન માતાપિતાની આજ્ઞા નથી, એટલા ખાતર થઇને ચારિત્ર આરાધના ગુમાવાય ?”
46
એને હજી સાચું અપાયદર્શન થયું નથી. અહીં સહેજે પૂછવાનું મન થાય, –
પ્ર. - શ્રુતદીપ એટલે કે જિનાગમમાંથી અપાયદર્શન કર્યું, મિથ્યામતના શાસ્ત્રમાંથી નહિ, પછી એ અપાયદર્શન તો સાચું-તાત્ત્વિક જ હોય ને ? તો પછી અહીં એને અતાત્ત્વિક કેમ કહ્યું?
ઉ. – અહીં અપાયદર્શન એ જ્ઞાનમાત્રનહિ, કિન્તુ શ્રદ્ધાયુક્ત જ્ઞાન લેવાનું છે. શ્રદ્ધા આ, કે જિનાગમકથિત હેય એ અત્યંત છોડવા જ જોઇએ, તેમજ જિનાગમકથિત ઉપાદેય આદરવા-આચરવા જ જોઇએ, આવો હૃદયથી સ્વીકાર. આ હાર્દિક સ્વીકાર હોય, પછી હેય તરફ અરુચિ-નફરતની જ નજર અને એના ત્યાગ ની ઉત્કંઠા રહે, તેમજ ઉપાદેય તરફ અનન્ય રુચિ