________________
અતાત્ત્વિક અપાય દર્શન
જેનાપર બેઠા એનું ખંડન ? હા, બિચારાકર્મપીડિત છતાં ક્ચન, કામિનીમાં લુબ્ધલંપટ બનેલા જગતને જો એની સાચી ઓળખ નકરાવે, એ ઓળખમાટે એ લક્ષ્મીનું ખંડન ન કરે, ને એનાપર બેઠાની શરમમાં પડી એનું ખંડન કરે, તો જગતનું મોત થઈ જાય, તેમ જ તત્ત્વનું મિથ્યા નિરૂપણ થાય. અનંતજ્ઞાની એવું કરે ? હકીકતમાં કંચન અને કામિની શરીર સ્મરણ કે દર્શનમાત્રથી ચિત્તને મલિન કરનાર છે.
પ્ર-ચિત્તમાં મલિનતા તો એના રાગથી આવે છે, તો રાગ ખરાબ; પણ વસ્તુ શી રીતે ખરાબ ?
ઉ – એ ખરાબ રાગ પણ પ્રભુમૂર્તિ કે ગુરુના શરીરથી નથી ઉઠતો, કિન્તુ કંચન અને કામિનીના શરીરથી ઉઠે છે. એ બતાવે છે કે એ વસ્તુ પણ ખતરનાક છે. એનામાં અપાયશક્તિમાલિન્ય છે, અર્થાત્ નરકાદિ ભયંકર અનર્થોનાં ઉત્પાદક તીવ્ર આસક્તિ આદિ સાધનો સેવરાવવાની તાકાત છે. ચિત્તમાં આ તીવ્ર આસક્તિ પડી હોય એ નરકાદિ અપાયના કારણો - ધન સંગ્રહવગેરે સેવવામાં ક્લિષ્ટ સંક્લેશભર્યા બીજનું કામ કરે છે. તેથી એ મનની મલિનતા છે. એ હોય ત્યાં સુધી સૂક્ષ્મબોધ ન આવે, સૂક્ષ્મબોધને અટકાવનાર છે. અતાત્ત્વિક અપાય દર્શન
यस्मादेवम्
अपायदर्शनं तस्माच्छ्रुतदीपान्न तात्त्विकम् । तदाभालंम्बनं त्वस्य, तथा पापे प्रवृत्तितः ॥ ६९ ॥
અપાયવર્ઝનં-ટોષવર્ગનું તસ્માછુતવીપાવ્આગમાત્, ન તાત્ત્વિń-ન પારમાર્થિમસ્યંતિ યોઃ । तदाभालम्बनं तु-परमार्थाभाविषयं पुनर्भवति भ्रान्त्या, कुत इत्याह- तथा पापे प्रवृत्तित: - तथा चित्रानाभोगप्रकारेण पापे प्रवृत्तेरिति ॥ ६९ ॥
ટીકાર્ય : જે કારણથી એ પ્રમાણે છે, ગાથાર્થ : એટલામાટે આગમરૂપી દીવાથી
45
કરેલું દોષદર્શન તાત્ત્વિક નથી, કિન્તુ તાત્ત્વિકની છાયાને વિષય કરવાવાળું છે, કેમકે (હજી) તેની પાપમાં પ્રવૃત્તિ થાય છે.
ટીકાર્થ : ‘અપાયદર્શન’ એટલે દોષદર્શન, શ્રુત આગમરૂપી દીવાથી તાત્ત્વિક યાને પારમાર્થિક નથી. પરંતુ ‘તદાભાલંબણ’ તે ભ્રાંતિથી પારમાર્થિક પદાર્થની છાયાને વિષય કરવાવાળું છે; કેમકે ‘તથા’ અર્થાત્ અજાણ્યે ચિત્ર વિચિત્ર પ્રકારથી એની પાપમાં પ્રવૃત્તિ થાય છે.
વિવેચનઃ અપાયશક્તિમાલિન્યવાળા જીવને સૂક્ષ્મબોધ નથી થતો, તેથી જ અહીં ચોથી દૃષ્ટિમાં આવી ગયો હોય, અને કદાચ જિનાગમથી વાંચવા સાંભળવા દ્વારા એનો બોધ પણ થયો હોય. છતાં એનો એબોધ તાત્ત્વિબોધ નથી. આગમરૂપી દીવાથી નરકાદિ અપાયો- અનર્થો કયા ક્યા કારણે સરજાય છે ? એ એને જાણવા પણ મળ્યું હોય. અર્થાત્ એ અનર્થકારણોમાં અપાયદર્શન થયું હોય, છતાં એ પરમાર્થથી અર્થાત્ વાસ્તવિક રીતે અપાયદર્શન નથી, કિન્તુ અપાયદર્શનની છાયાઅપાય દર્શનનો ભાસમાત્ર છે. પહેલાં જેમ કહી આવ્યા કે, જેમ સમુદ્રપર ઊડતા પંખીની સમુદ્રના પાણીપર પડતી છાયા કોઈ ચાલતા જળચર જીવની કલ્પના કરાવે, એમ અહીં ભ્રાન્તિથી અપાયદર્શનના આભાસ માત્રને તાત્ત્વિક અપાયદર્શન સમજે છે. અહીં સવાલ થાય, જિનાગમમાંથી અપાયદર્શન થયું. છતાં ય એ સાચું નહિ ? તાત્ત્વિક- પારમાર્થિક નહિ? એવું કેમ ?
પ્ર.
ઉ. – આ અપાયદર્શન પારમાર્થિક ન હોવાનું કારણ એ છે, કે વેદ્યસંવેદ્યપદ વિનાનાં અને સૂક્ષ્મબોધથી રહિત આ જિનાગમના ભણેલાથી પણ ચિત્રવિચિત્ર અનાભોગ- અજાણપણું હોવાને લીધે તેવી તેવી પાપ પ્રવૃત્તિ થાય છે. માટે કહેવાય કે
-