________________
216
નવકારશી કરાવે, તો પણ કરે ! કેમ? ગુર્વાજ્ઞા છે માટે. ભાવતું હતું ને વૈદે કહ્યું એમ નહીં. ગુર્વાજ્ઞા એ જ ધર્મ છે. માટે તો જયવીયરાયમાં રોજ માંગીએ છીએ, શુભગુરુનો યોગ અને તેમના વચનની સેવા મળો. ક્યાં સુધી? જ્યાં સુધી સંસારવાસ છે ત્યાં સુધી ! ભગવાનને કહો, ભગવાન ભવોભવ તારા ચરણોની સેવા ને ગુરુવચનની સેવા મને મળે.
હિત આમાં છે. ગુરુઆજ્ઞામાં, ગુરુવચનમાં હિત. જિનકલ્પ સ્વીકારવો હોય, તો પણ ગુરુની આજ્ઞાથી જ લેવાય. આપમતિથી જિનકલ્પ સ્વીકારવાની ચેષ્ટા કરનારે ગુર્વાજ્ઞા ઉલ્લંઘી ગણાય. આપમતિથી કાર્યો કરે, ત્યાં ગ્રંથિભેદ નથી. આતાપનાના કષ્ટ પણ ગુરુની આજ્ઞા હોય, તો ઉઠાવાય, નહિંતર નહીં. દ્રૌપદી પૂર્વભવમાં સાધ્વી હતાં. ગુરુણીની આજ્ઞા ન હોવા છતાં બગીચામાં આતાપના લેવા ગયા, એમાં પતન પામ્યા.
માટે આપમતિ નહીં ચાલે. ગ્રંથિભેદ થાય, તો ગુરુવચન તહત્તિ કરવાનું સૂઝે. અને પછી દેવગુરુ કહે, તે મુજબ હિતાહિત દેખાય. ભગવાન કહે છે કે સંસારની બધી ક્રિયા તારામાટે અહિત કરનારી છે, ખતરનાક છે. ગ્રંથિભેદ થયો હોય, તો એ વાત એ પ્રમાણે જ સંવેદિત થાય. તેથી જ હવે એને આખી સંસારલીલા કેવી લાગે? તે બતાવે છે.
સંસારચેષ્ટા = બાળકની ધૂળકીડા વાતધૂનીગૃહીડાતુયાડસ્યાં માતિ ધીમતામ્। તમોપ્રન્થિવિષેવેન, ભવચેષ્ટાવિનૈવદિશા
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ બનાવવાની રમત જેવી જ ભાસે છે.
ટીકાર્ય : આ દૃષ્ટિમાં રહેલા પ્રાજ્ઞપુરુષને ચક્રવર્ત્યાદિ ચેષ્ટાવાળી હોય, તો પણ સમગ્ર ભવચેષ્ટાઓ બાળકની ધૂળના ઘરની ક્રીડા જેવી જ ભાસે છે. કેમકે તે બધી ચેષ્ટાઓ પ્રકૃતિથી જ અસુંદર અને અસ્થિર છે. આવું ભાસવામાં કારણ છે અંધકારમય અજ્ઞાનની અત્યંત ક્લિષ્ટ ગ્રંથિનો
વિવેચન : વરસાદ કે પેશાબથી માટી જેવી બનેલી ધૂળથી ઘર બનાવવાની બાળકની ચેષ્ટા મોટાઓને મન કંઇ સારી કે કાયમી ભાસતી નથી. બોધથી પુષ્ટ થયેલાને સંસારની– પછી તે ચક્રવર્તીની હોય, તો પણ બધી ચેષ્ટાઓ સારી કે કાયમી ન હોવાથી જ ખાલિરા–બાળકની ચેષ્ટા જેવી જ ભાસે છે. સંસારની તમામ પ્રવૃત્તિને સ્વભાવથી જ બે અપલક્ષણો લાગુ પડેલા છે, (૧) તે અસુંદર છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ સુંદર છે. આત્મા તેનાથી સુંદર બને છે. જગતની તમામ પ્રવૃત્તિઓ આ ત્રણને મલિન કરવાદ્વારા આત્માને કાળો કરે છે. માટે એ બધી પ્રવૃત્તિઓ અસુંદર છે. જે આત્માને ઉજળો ન બનાવે, તે સુંદર કેવી રીતે હોય? આત્માને કર્મ, વાસના, કષાયથી કાળો કરનારી પ્રવૃત્તિઓ બધી અસુંદર છે. કદાચ કોઇને એમ થાય કે, ભલે આત્મિક દૃષ્ટિથી અસુંદર હોય, પણ લોકદષ્ટિથી તો સુંદર છે, પછી એમાં શો વાંધો છે ? વાતધૂનીબૃહદ્રીડાતુા-પ્રત્યસુત્વાઽ- તો એના સમાધાનમાં કહે છે, (૨) અસ્થિર છે. આંખ બંદ, બ ગઇ દુનિયા જેવું છે. આત્માને મલિન કરનારી પ્રવૃત્તિઓ તમે બહારથી સારી માનીને પણ આચરવા જાવ, તો પણ ટકવાની કેટલી ? એ તકલાદી પ્રવૃત્તિઓ ખાતર આત્માને મલિન કરવામાં ડહાપણ નથી. બાળકે ધૂળનો મહેલ બનાવ્યો, પણ રાચશે ક્યાં સુધી ? પવનનો
સ્થિત્વામ્યાં અસ્યાં-સ્થિરાયાં પૃષ્ટો, માતિ ઘીમતાંપુંસાં તમોપ્રન્થિવિષેવેન હેતુના, મવશ્વેષ્ટાદ્ધિદૈવ ફ્રિ-ચવર્તાવિશ્વેષ્ટા પાઽષિ, પ્રત્યસુત્વાવસ્થિત્યાત્વ દૈવી
ગાથાર્થ: આ દૃષ્ટિમાં બુદ્ધિમાનોને તમોગ્રંથિનો ભેદ થવાથી સમગ્ર ભવચેષ્ટા બાળકોની ધૂળમાં ઘર
ભેદ. ગ્રંથિભેદ થયા પછી જ આ રીતે ભવચેષ્ટા તુચ્છ ભાસે.