________________
સૂક્ષ્મબોધ
છે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયોનો સમ્પર્ક ટાળીને સ્વચિત્તાનુકારી થાય, તો પ્રત્યાહાર થાય. આ માટે ઇન્દ્રિયોને સમજાવો- શું બહાર ભટકે છે ? અંદરનું સૌંદર્ય જો. વિષયોના ઠીકરા ચાટવામાં અનંતોકાળ ગુમાવ્યો. હવે આત્મગુણોના અમૃતને પી. વાસનાને ભડકાવનારા ગીતો ઘણા સાંભળ્યા હવે, ભગવાનની અમૃતધારાએ વરસતી વાણી સાંભળ. વાસનાના વિકારને દૂર કરનારા પ્રભુના ગીતો સાંભળ. આંખના ડોળા બહાર ઘણા ભટકાવ્યા, હવે જરા પ્રભુતરફ સ્થિર કર. ન બોલવાનું ઘણું ખોલી, હવે જરા થોભ, અને બોલવું હોય, તો ભગવાનની સ્તુતિઓ બોલ! સજ્જનોની પ્રશંસાના ગીત ગા. ઇત્યાદિરૂપે ઇન્દ્રિયોને અંદર તરફ વાળવી એ પ્રત્યાહાર છે. પાંચમી દૃષ્ટિમાં રહેલાને હવે બહારના વિષયો કુચા જેવા લાગે છે અને આત્મગુણો મિષ્ટભોજન સમાન
લાગે છે.
‘ભ્રાન્તિ' દોષ ત્યાગ
વળી આ દષ્ટિમાં વંદનાદિ કૃત્યોમાં ક્રમઆદિ અંગે ‘ભ્રાન્તિ’ નામનો દોષ સતાવતો નથી. કાઉસગ્ગ ચાર લોગસ્સનો કરવાનો છે. અને મનને થાય કે ત્રણ થયા કે પાંચ, તો તે ભ્રમ થયો. પણ ત્યાં સિદ્ધચક્રના ગઠ્ઠાને ધારી એમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુને ચાર દિશામાં ધારી એ પ્રમાણે લોગસ્સ ચિતવતા ભ્રમ રહે નહીં.
આમ આ દૃષ્ટિમાં વંદનાઢિ કૃત્યો જે ક્રમે કરવાના હોય, તે ક્રમે જ થાય, એમાં ભ્રાન્તિ ન ઊભી થાય, કે આ પ્રથમઠુંકે આ પ્રથમ ? અથવા આ થઇ ગયું ! (ખરેખર થયું ન હોય તો પણ) ક્રિયામાં ભ્રમ ઊભો થવાનું કારણ બને છે, ચિત્તનો અનુપયોગ અથવા અન્યોપયોગ. આબંનેટળવાથી ભ્રમ પણ ટળી જાય છે. અને તેથી જ અહીં થતાં વંદનાદિ કર્ત્તવ્યો અતિચારરૂપ પાપથી રહિત નિર્મળ હોય છે.
215
સૂક્ષ્મબોધ
તથા એ કર્ત્તવ્યો માત્ર કર્તવ્યરૂપ ન રહેતા સૂક્ષ્મબોધથી સુશોભિત પણ હોય છે. આ દૃષ્ટિ પામેલાએગ્રંથિભેદ કર્યો છે. અને તેથી વેદ્યસંવેદ્યપદ પામ્યો છે. તેથી એનો બોધ પૂર્વની દષ્ટિવાળાઓના બોધની અપેક્ષાએ સૂક્ષ્મ બન્યો છે. માટે જ આ દષ્ટિનો વિશેષ ગુણ છે બોધ. અલબત્ત પૂર્વની ચારે દૃષ્ટિમાં પણ બોધ છે, પણ તે સ્થૂળ, ગરબડિયો, ઝાંખો અને ચલાયમાન હોય છે. અહીંબોધ સૂક્ષ્મ, નિપુણ, સ્પષ્ટ અને સ્થિર થાય છે.
દરેક તત્ત્વવિચારણા સૂક્ષ્મબોધપૂર્વકની હોય છે. જેમકે ‘નમો અરિહંતાણં’માં મુખ્ય શું? નમોનમસ્કાર ક્રિયા કે અરિહંત? ‘નમો અરિહંતાણં’નો અર્થ અરિહંતભગવાનને નમસ્કાર હો, એમ નહીં, પણ ‘હું અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું’ એ છે. ‘હો’ માં વાત ભવિષ્યપર ગઇ. અને પોતાને સંડોવતી નથી. ‘હું નમસ્કાર કરું છું.’ એ વર્ઝમાનપર ભાર આપે છે, અને પોતાને નમસ્કાર ક્રિયાનું સંવેદન કરાવે છે. આ સૂક્ષ્મ બોધ છે.
એ જ પ્રમાણે નમોપદ પહેલું છે, પણ મુખ્ય નથી. એ પહેલું એટલામાટે છે, કે અરિહંતને સન્મુખ થવાનો એ માર્ગ છે. પણ મુખ્યતા તો અરિહંતની જ છે, કેમકે નમસ્કારક્રિયા થાય છે તેમાં કારણ અરિહંત છે. ઋષભદેવવગેરે અરિહંત છે, માટે નમસ્કરણીય છે હું નમસ્કાર કરું છું. નમસ્કારકાર્યના પાંચ કારણ છે, એમાં અરિહંત પ્રથમ-મુખ્ય કારણ છે. આ સૂક્ષ્મ બોધ છે. રાગ-દ્વેષની ગાઢ ગ્રંથિના ભેદથી આ બોધ આવે છે. આ બોધ અરિહંતશ્રદ્ધામાં ઝબોળાયેલો છે. અરિહંતની આંખે જોતા જે બોધ થાય, તે આ છે. અરિહંતે જેમાં હિતાહિત જોયાં, બસ એમાં એ જ રીતે હિતાહિત જોવાના, એ અરિહંતની આંખે જોયું ગણાય. એ જ રીતે ગુરુની શ્રદ્ધાથી ચાલવું જોઇએ. ગુરુદેવ ચૌદસે