________________
6
ક્યાં આવડે છે ? વિચારવાની ગરજ - તમન્ના ક્યાં છે ? દા.ત. સવારે તારક નિમિત્ત ભગવાનનું દર્શન મળ્યું, ત્યાં ભગવાન અને દર્શનને સંસાર અને એની ક્રિયાઓની સામે અનેક દૃષ્ટિબિંદુથી આમ વિચારાય છે ? એ જ શય્યભવે યજ્ઞસ્તંભ નીચેથી અરિહંતની મૂર્તિ મળેલી જોઇ, તો એ દૃષ્ટિબિંદુ લગાવ્યું, કે આ સમસ્ત યજ્ઞ સમારંભનો મહિમા જો આ મૂર્તિના પ્રભાવે છે તો મારે શું કરવું વાજબી? યજ્ઞસમારંભ પાછળ જિંદગી પૂરી કરવી ? કે આ મૂર્તિ જેમની છે એ ભગવાનની પાછળ ?
મરીચિને પહેલીવાર ઋષભદેવ ભગવાનનું સમવસરણ જોવા મળ્યું, અને એ દૃષ્ટિબિંદુથી વિચાર્યું કે આ સમોસરણનું ઐશ્વર્ય દાઠા ઋષભદેવ ભગવાનના ધર્મના પ્રતાપે છે. ધર્મ મૂળ છે, ને આ સમૃદ્ધિ કે બાપા ભરત ચક્રવર્તીની સમૃદ્ધિ એ ધર્મના ડાળ પાંખળા છે. તો મારે સમૃદ્ધિને વળગીને બેસી રહેવું એમાં ડહાપણ ? કે મૂળભૂત ધર્મને જ વળગ્યા રહેવું એમાં ડહાપણ ? વાત આ છે,
વસ્તુને અનેક દૃષ્ટિબિંદુથી જુઓ તો
ભાવના વધે.
યુવાન માણસ પરણીને પત્નીને રસોઇ – ઘર સંભાળ-વિષય સુખ-વાતવિસામોવગેરે કેટકેટલા દૃષ્ટિબિંદુથી જુએ છે ! ત્યારે પત્નીપ્રત્યે એની ભાવના વધે છે. જ્યારે, અહીં ભગવાન સામે દર્શનાર્થે ઊભા તો રહ્યા, પણ પછી ? માત્ર પોપટપાઠની જેમ સ્તુતિ જ બોલી કાઢવાની, કે આંગી જોયા કરવાની, પણ કશા દૃષ્ટિબિંદુથી ભગવાનને વિચારવાના જ નહિ ! કેવી મૂઢતા- મૂર્ખતા? આમાં ભાવના ક્યાંથી વધે ? એવું પ્રભુપૂજા, સાધુદર્શન વગેરે નિમિત્તો મળવાપર અનેક દૃષ્ટિબિંદુથી વિચારવાનું જ ન હોય, ને રાબેતામુજબ એ પતાવવાનું હોય, ત્યાં ભાવના ક્યાંથી વધે ?
શસ્થંભવે મૂર્તિ અને ગુરુએ ઓળખાવેલ
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
બહિરાત્મદશા વગેરે ત્રણ દશાપર અનેક દષ્ટિબિંદુથી વિચાર્યું, તો એમની ભાવના વધી ગઇ. બહિરાત્મભાવનું રેચક કરી નાખ્યું. અંતરાત્મભાવનું પૂરક અને પરમાત્મભાવનું કુંભક કરી ચારિત્રમાર્ગે ચડી ગયા.
ઉત્થાન દોષ ત્યાગ
દીપ્રા દષ્ટિમાં જેમ પ્રાણાયામ યોગાંગ સાથે, એમ ઉત્થાન દોષનો ત્યાગ કરે.
ઉત્થાન એટલે ઉકળાટ-વિહ્વળતા, મન ઊંચું નીચું થયા જ કરે, ઉઠીને બીજે દોડે તે. દા.ત. દેવાધિદેવનાં દર્શને તો નીકળે, પરંતુ ઘરમાં બોલાચાલી થઇ હોય, તેથી મનમાં ઉકળાટ હોય. પછી ત્યાં જે પ્રભુનાં દર્શને નીકળ્યો છે, રસ્તામાં એ પ્રભુનો શો વિચાર નહિ કે ‘હું કેવા પ્રભુનાં દર્શન કરવા જાઉં છું' ઉકળાટના-વિહ્વળતાનાં આવા અનેક પ્રતિકૂળ– અનુકૂળ નિમિત્ત હોય છે. દા.ત. વસ્તુ ખોવાઇ છે, અપમાન થયું છે, કોઇ અગત્યનું કાર્ય કરવાનું આવ્યું છે, યા મનમાન્યું માનસન્માન- પત્ની-સંતાન કે ધનનું સુખ મળ્યું છે, તો એની ય વિહ્વળતા હોઇ શકે. આ વિહ્વળતા હોય, એટલે પછી મંદિરગમન, દેવદર્શન-પૂજન વગેરે ક્શામાં મનઠરેનહિ. મનને ત્યાં સગાઇ જ ન થાય. મનને ત્યાં ગઠ્ઠા- અહોભાવ ન આવે.
જીવ ચોથી દીપ્રાદષ્ટિમાં આવે ત્યાં આ ઉત્થાન- ઉકળાટ–વિહ્વળતાનો દોષ ન હોય. કારણ એ છે, કે હવે એના ચિત્તમાં પ્રશાન્તવાહિતા છે. ચિત્ત પ્રશાન્તવાહી બન્યું છે. પ્રશાન્તવાહી એટલેશાંત-પ્રશાંત-ઉપશાંત. પૂર્વની ત્રણ દષ્ટિના યમ-નિયમ-આસનનાં અને ખેદ - ઉદ્વેગક્ષેપદોષના ત્યાગના અભ્યાસ એવા જોરદાર થયા છે, તથા અદ્વેષ- તત્ત્વજિજ્ઞાસા-તત્ત્વશુશ્રૂષાની લગન એવી મુખ્ય બની ગઇ છે, કે દુન્યવી પદાર્થોનું હવે એને મન એવું મહત્વ જ નથી કે એની ખાતર