________________
192
મોટો ગુનો ગણાય. આ અપરાધ તો કોઇની જીભ કાપી નાખીએ એના કરતાં પણ વધુ ભયંકરક્ષાનો
છે.
સર્વજ્ઞોએ જીવોની તેવી તેવી રુચિ જોઇને દેશના આપી. એ મહર્ષિઓના વચનથી સેંકડો માણસોને લાભ થઇ શકે. જ્યારે તમે એમના વચનનું ખંડન કરો છો, ત્યારે તમે એ સેંકડો માણસોને શ્રદ્ધાપૂર્વક એ વચનના સેવનદ્વારા થનારા લાભની આડે દિવાલ ઊભી કરો છો. કેમકે એ પણ સંશયમાં પડશે, શ્રદ્ધા ગુમાવો, વચનથી અન્યથા પ્રવૃત્તિ કરશે. આમ સેંકડો માણસોને થનારા લાભથી વંચિતો. જીભ કપાય, તો એક માણસ બોલતો અટક્યો. કદાચ એનું ભલું થતું અટક્યું પણ સર્વજ્ઞના વચનનું ખંડન કર્યું, તો તમે હજારોનું ભલું થતું અટકાવ્યું.
વિરોધ કરનારનું બોલવાનું ખરેખર તો બોળવાનું થાય છે. પોતાના પુણ્યને બોળી નાંખે છે ! તેથી સર્વજ્ઞનું ખંડન યોગ્ય નથી. ગ્રિ-
તૃષ્ણાવિવન્નો સન્તો, ભાષને પ્રાયશઃ વિત્। નિશ્ચિત સારવધૈવ, હિન્દુ સત્ત્વાર્થત્સવ॥૪॥
તૃપ્ત્યાદ્રિવત્ (દૃષ્ટ શ્રુત જીજ્ઞામિ.. પાડા.) નૃત્યમિત્યાદ્રિ, ન સન્તો-મુનયો, માળો પ્રાયશ:-પ્રાયેળ વિત્। યં ર્દિ માષન્ત જ્ઞત્યારૢનિશ્ચિત-અમન્દ્રિધ, સારવઐવ નાપાર્થ હિન્દુ સત્ત્વાર્થવૃત્-પરાર્થળશીાંસવા માષન્ત।।૪રા સાધુઓ કુદૃષ્ટિવાળું બોલે નહીં
વળી,
ગાથાર્થ : સંતપુરુષો પ્રાયઃ ક્યારે'ય પણ ફુદાિદિથી યુક્ત બોલતા નથી, પરંતુ હંમેશા નિશ્ચિત, સારયુક્ત અને સત્ત્વાર્થકૃત્ જ બોલે છે.
ટીકાર્થ (સર્વજ્ઞોનું નિરાકરણ ન કરવાની વાત પર કેમ જોર મુકવામાં આવે છે ? તો કહે છે
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ કે) આ ઋષિઓ ખોટી-મિથ્યાદષ્ટિવાળાઓની જેમ પ્રાયઃ ક્યારેય પણ કલ્પિત-અસત્–કુત્સિત વાતો કરતા નથી. છદ્મસ્થતાના કારણે અનુપયોગથી બોલાઇ જાય, એ વાત ધ્યાનમાં રાખી ‘પ્રાયઃ’ શબ્દનો પ્રયોગ છે.
આ મહર્ષિઓ સંદેહ વિનાનું - નિશ્ચિત ખોલનારા હોય છે. એ નિશ્ચિતવચન પણ સારયુક્ત હોય છે, અસાર-તુચ્છ નહીં. સારવાળું એટલે કે જેથી શ્રોતાને કંઇક આત્મકલ્યાણની વાત જાણવા મળે એવું. અને તે પણ પરાર્થ-કરણના સ્વભાવવાળું હોય છે. અર્થાત્ એમના વચન બીજાઓના (આત્મ-લાભકારી) પ્રયોજનોને સાધનારા હોય છે.
વિવેચન : આ મુદ્દાઓથી આપણે પણ સમજવાનું છે, કે જો સજ્જન બનવું હોય, તો (૧) જે બાબતમાં પોતાના હૈયામાં જ ડગમગ સ્થિતિ હોય, પોતે જેનો નિર્ણય નથી કરી શક્યો, એવું બોલવું નહીં. કેમકે એ સંદેહજનક છે. કદાચ પોતે સંદેહમાં હોવા છતાં બોલે, તો ચોખવટ કરી લે, કે ભાઈ ! મને આ વિષયમાં નિર્ણય થયો નથી, હજી હું પોતે આ બાબતમાં નિશ્ચિત નથી. આ રીતે જો જીભપર તાળું આવી જાય, તો પણ શાસ્ત્રોના નામે ને પૂર્વપુરુષોના નામે જે ગોળા ગબડાવવાના થાય છે, તે અટકી જાય. વળી (૨) નિશ્ચિતવચન પણ પરિમિત હોવું જોઇએ. અપરિમિત બોલવામાં શ્રોતા ગુંચવાઇ જાય, અને સંદેહમાં અટવાયા કરે.
આ નિશ્ચિત થયેલું પણ ( ૩ ) બધું બોલવાનું નથી. માલ વિનાનું, નકામું ન બોલાવું જોઇએ. તેથી તોજયવીયરાય સૂત્રમાં ભવનિર્વેદ પછી માર્ગાનુસારિતાની પ્રાર્થના કરી છે. અહીં માર્ગાનુસારિતા એટલે તત્ત્તાનુસારિતા. વિચાર, વાણી અને વર્તાવ તત્ત્વાનુસારી હોવા જોઇએ. તત્ત્વાનુસારી= સમજણવાળું. વિચાર પણ તત્ત્વાનુસારી, વાણી