________________
172
अवस्थाभेदभेदेऽपि, जलधौ तीरमार्गवत् ॥ १२८ ॥
ક વ તુ માર્ગોવિ ચિત્તવિશુદ્ધિતક્ષળઃ । તેષાં-મવાતીતાર્થયાયિનાં શમપરાયળ:-શમનિષ્ઠ:, અવસ્થા ખેતમેતેઽવિ-ળસ્થાન મેલાપેક્ષયા ખત્તથી સીમાવિવિત્તિ નિર્શનમ્ । અવસ્થામેશેઃ तद्दूरासन्नतादिभेदेन ॥१२८॥
મોક્ષમાર્ગ એક જ - શમપરાયણ ગાથાર્થ : તેઓનો અવસ્થાભેદથી ભેદ હોવા છતાં સમુદ્રમાં કિનારાના માર્ગની જેમ શમપરાયણ માર્ગ તો એક જ છે.
ટીકાર્ય : આ ભવાતીતાર્થયાયીઓમાં ગુણસ્થાનકભેદની અપેક્ષાએ ભેદ હોવા છતાં શમનિષ્ઠ ચિત્તવિશુદ્ધિરૂપ માર્ગ તો એક જ છે. જેમકે સમુદ્રમાં કિનારાતરફ જતાં રસ્તાપર રહેલાઓનો કિનારાથી દૂર-નજીક હોવારૂપ અવસ્થાભેઠ હોવા છતાં રસ્તો તો એક જ છે.
વિવેચન : આ અસંમોહી જીવો જૂદા-જુદા દર્શનને પામ્યા હોવા છતાં બધા એક માર્ગે છે. બધા સંસારપ્રત્યે નિરુત્સાહી છે. મોક્ષની ઝંખનાવાળા છે. અને સંસારની સામે રહેલા મુક્તિના કિનારે પહોંચવાનો એક માત્ર માર્ગ છે ચિત્તવિશુદ્ધિ ચિત્તની નિર્મળતા–રાગદ્વેષ રહિતપણું. સંક્લેશ વિનાની અવસ્થા. ચિત્તમાં સંક્લેશ ઊભા થવાના મુખ્ય કારણો છે રાગ-દ્વેષ અને અભિનિવેશ. આ ત્રણ જાય તો ચિત્ત સંક્લેશ વિનાનું બને. અને તો ચિત્ત વિશુદ્ધ બને.
તેથી નક્કી થાય છે કે ક્રિયા ભલે જૂદી જૂદી હોય, પણ તે બધામાંથી તારવણી એ જ કાઢવાની કે આનાથી ચિત્તવિશુદ્ધિ કેટલી થઇ ? દરેક ક્રિયાની ખરી કમાણી આ જ છે. કેમકે ચિત્તવિશુદ્ધિ વધતી જાય એમ સંયમના વિશુદ્ધ અધ્યવસાયસ્થાનો વધતા જાય. એમાં પરાકાષ્ઠા આવે ત્યારે વીતરાગ
ભાવ પ્રાપ્ત થાય છે.
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
રાગાદિભાવોમાં અને હાસ્યાદિ લાગણીઓમાં તણાયેલાના ઉપરામભાવો વિલોપ પામે છે. કષાયની અવસ્થાઓના કારણે આત્મા અપરતત્ત્વમાં ઉતરી જાય છે. આમ રાગાદિભાવો, હાસ્યાદિ લાગણીઓ અને કષાયાદિ પરિણામોના કારણે અપરતત્ત્વ = સંસારમાં અટવાયેલા જીવો સંક્લેશમય જીવન જીવે છે. અને ચિત્તને દુઃઅશુદ્ધ કરતા જાય છે. ટૂંકમાં એમ કહીએ તો ચાલે કે સંસારતરફનો માર્ગ એક છે - કષાયરૂપ. આ કષાયના કારણે સંસારરૂપ અપરસ્થાનમાં જીવનું અવસ્થાન છે. આમ કાર્યો ભલે ઘણા હોય, પણ એમાં અંતર્ગત એક જ કારણ છે કષાય, કે જે સંસારનું કારણ છે. એ જ રીતે ક્રિયામાર્ગો ઘણા હોવા છતાં અંતર્ગત કારણ એક જ છે કષાયમુક્તિનો- ચિત્તવિશુદ્ધિનો. આ માર્ગ પરતત્ત્વનો છે. સંસારમુક્તિનો છે. આ માર્ગે જ આત્માની ઉન્નતિ છે. પોતે જે સંસારખાડામાં પડી ગયેલો તેમાંથી બહાર નીકળવાનો આ જ ઉપાય છે. અલબત્ત આ ચિત્તવિશુદ્ધિમાં તર-તમભાવ હોઇ શકે છે. શમભાવના વિકાસમાં આગળપાછળપણું સંભવે છે. પણ તેથી માર્ગભેદ ગણાતો નથી. માર્ગ તો એક જ ગણાય છે.
અહીં સવાલ થાય કે દેખિયે માર્ગ શિવનગરનો, જેહ ઉદાસીનપરિણામ રે..’ ચેતન જ્ઞાન અજુવાલીયે – અમૃતવેલની આ સજ્ઝાયમાં મહો. યશોવિજયજીએ શમપરિણામને બદલે ઉદાસીનપરિણામને શિવનગરનો=મોક્ષનો માર્ગ બતાવ્યો છે. જ્યારે પ્રસ્તુતમાં શમભાવ= ચિત્તવિશુદ્ધિ મોક્ષમાર્ગરૂપ બતાવી છે. આમકેમ?
અહીં જવાબ આ છે, કે ઉપાધ્યાયજી મહારાજે શમભાવથી ભાવિત થવા બાહ્ય જગત સાથે કેવી રીતે વર્તવુ તે બતાવ્યું છે. જો તમે જગતના પદાર્થો– પ્રસંગોપ્રત્યે ઉદાસીનભાવ લાવશો, તો જ