________________
કોઇ વિશેષથી સર્વજ્ઞને સ્વીકારી ન શકે
વાત્સ્યેનાસર્વવશિમિ:-પ્રમાતૃમિ સર્વેનું વિજ્ઞાયતે,વીર વગેરે સર્વજ્ઞ છે કે નહીં ? તે અંગે કશું કહેવાને
તવવર્શનાત્, વર્શનેઽપિ તન્નાનાઽાતેઃ, તેન જાણેન તાસર્વજ્ઞ આપન્ન:-પ્રતિપત્રો, નાનાસર્વવર્શીo૦।। કોઇ વિશેષથી સર્વજ્ઞને સ્વીકારી ન શકે ગાથાર્થ : તથા સર્વજ્ઞનો સંપૂર્ણતયા ભેઠ જ અસર્વજ્ઞો એવા બધા વડે જાણી શકાતો નથી. તેથી
અધિકારી નથી. તેથી લૌકિક ધર્મોના સ્થાપકોએ પોતાના અનુયાયીઓને સામાન્યથી હિતકર વાતો કહી હોવાથી અહોભાવથી તેઓ પોતાના મતના સ્થાપકને સર્વજ્ઞ માને તે સંભવે છે. છતાં વાસ્તવિકતા જૂદી છે. પરમાર્થથી તેઓ સર્વજ્ઞ છે કે જેઓ સર્વજ્ઞની સાથે સર્વથા મોવિજેતા પણ હોય.
કોઇ જ તેને સ્વીકારતો નથી.
ટીકાર્થ : તે = સર્વજ્ઞના વિશેષને – ભેદને જ વીતરાગ થયેલા સર્વજ્ઞો વ્યક્તિથી અનેક હોવા
=
છતાં, તેઓનું જ્ઞાન અને તેઓનો મત એક સરખોએકરૂપ જ હોવાથી સંગ્રહનયની અપેક્ષાએ તેઓ એક જ છે. એ અપેક્ષાએ ભગવાન એક જ છે. તેથી જ્યારે સર્વજ્ઞની સ્તુતિ કરીએ છીએ, ત્યારે ત્રણેય કાળના સર્વદ્રવ્ય-સર્વપર્યાયને જાણતાજોતા, ત્રણેય કાળે થયેલા, થતાં અને થનારા તીર્થંકરોની- સર્વજ્ઞોની સ્તુતિ થાય છે. સર્વજ્ઞતા સિદ્ધિ
સંપૂર્ણરીતે અથવા સંપૂર્ણતયા ભેદને બધા અસર્વજ્ઞ પ્રમાતાઓ જાણતા નથી. કેમકે વર્તમાનમાં સર્વજ્ઞ દેખાતા નથી. દેખાતા હોય, તો પણ તેમના જ્ઞાનનો નિર્ણય થઇ શકતો નથી. તેથી કોઇ અસર્વદર્શી છદ્મસ્થ સર્વજ્ઞને પ્રતિપત્ર-સ્વીકારતો- માનતો નથી.
141
જેઓ માત્ર પોતાના મતના સ્થાપકને જ સર્વજ્ઞ કહે છે, તે કેવી રીતે કહી શકે ? જેઓ અર્વાક્દર્શી–માત્ર આગળનું – ઉપર ઉપરનું જ જોઇ શકે છે, તેઓ બીજાનું જ્ઞાન કે જે બીજાની આંતરિક બાબત છે તે જાણવા સમર્થ નથી, માટે એ બીજો સર્વજ્ઞ છે કે નહીં ? તેનો નિર્ણય કરી શકે નહીં. વળી, તેઓ પ્રભુ મહાવીરસ્વામીવગેરે સાચા સર્વજ્ઞને પણ અસર્વજ્ઞ ઠેરવી શકે નહીં. તેઓ માટે પ્રત્યક્ષ ભગવાન મહાવીરસ્વામી પણ પરોક્ષ છે, કેમકે તેઓ પ્રભુ વીરના અપડકારનીય, અખંડનીય, સર્વકાલીન સત્યરૂપ સ્યાદ્વાદ સિદ્ધાંતોને ઝીલવાની તાકાત ધરાવતા નથી. માટે સ્તોનમોસ્તુવર્ધમાનાય સૂત્રમાં ‘પરોક્ષાય કુંતીર્થિનામ્’ એમ કહ્યું. અન્ય દર્શનમાં રહેલા અર્વાગ્દર્શીઓ પ્રભુ વીરના વચનો સમજી શકતા નથી. બીજા પણ અસર્વજ્ઞ-વાદીઓ પ્રભુ વીરને સર્વજ્ઞ તરીકે સ્વીકારવા તૈયાર નથી, તેઓ પણ ગજબ કરે છે, પોતાની ચામડાની આંખે બીજાના જ્ઞાનના વિસ્તારને માપવા પ્રયત્ન કરે છે.
ખરેખર તો જેઓ સર્વજ્ઞ નથી, તેઓ પ્રભુ
અલબત્ત, આપણામાં એ તાકાત નથી કે
એ સર્વજ્ઞ-સર્વદર્શીના જ્ઞાન-દર્શન કેવા હતા, તે જોઇ – જાણી શકીએ. છતાં ભગવાને જ્ઞાન અવરોધક તમામ કર્મોનો ક્ષય કર્યો હતો, તે વાત સામાન્યથી આપણે જાણી શકીએ છીએ. અહીં પ્રશ્ન થાય, અહીં વર્તમાનમાં રહેલી વ્યક્તિ અનંતકાળ પહેલાનું અને અનંતકાળ પછીનું જીવવગેરે દ્રવ્યસંબંધી જ્ઞાન કેવી રીતે કરી શકે?
ઉત્તર : અહીં અમે તમને પૂછીએ છીએ, કે જાણવાનું કામ શાનાથી થાય ? જ્ઞાનથી. જ્ઞાનનું કાર્ય જાણવાનું છે, જેમ અરીસાનું કાર્ય છે પ્રતિબિંબ પાડવાનું. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. આ સ્વભાવભૂત જ્ઞાનની જાણવાની મર્યાદા કેટલી? એ મર્યાદા નક્કી કરી શકાતી નથી. કારણ કે જ્ઞાનનો સ્વભાવ છે જ્ઞેય પદાર્થોને જાણવા. જેટલી પણ સત્ વસ્તુ છે. તે બધી જ્ઞાનનો વિષય = જ્ઞેય છે. અસત્ વસ્તુઓ જ્ઞેય નથી, માટે જ્ઞાનનો વિષય બને નહીં,