SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 140 ટીકાર્થ : અરિહંતવગેરે જે પારમાર્થિક નિરૂપચરિત સર્વજ્ઞ છે, તે ઋષભાદિરૂપેવ્યક્તિરૂપે અનેક હોવા છતાં સર્વજ્ઞત્વરૂપે તો સર્વત્ર એક જ છે. = પ્રશ્ન : અહીં સૌ પ્રથમ સાધન તરીકે આગમ બતાવ્યા. પણ આગમો તો ઘણા છે, ઘણા સર્વજ્ઞોએ ભિન્ન-ભિન્ન અભિપ્રાયસૂચક ભિન્નભિન્ન આગમો બતાવ્યા છે. એમાંથી અમારે ક્યા આગમને પકડીને આગળ વધવું ? ઉત્તર ઃ અહીં ‘ઘણા સર્વજ્ઞોના ઘણા ભિન્ન મતવાળા આગમો’ આ વાત જ અનુચિત છે. સર્વજ્ઞો ઘણા હોય, તો પણ તેઓનો મતઅભિપ્રાય એક જ હોવાનો. તેઓમાં ભિન્ન મતઅભિપ્રાય– આશય હોતા નથી. માટે મોક્ષાર્થી જીવે સર્વજ્ઞમાં ભેદ પાડવાની જરૂર નથી. ઉચિત પણ નથી. ખરેખર તો આવી ભેઠદષ્ટિ અજ્ઞાનતા અને મૂઢતાના સૂચક છે. કેમકે ભેદ પાડ્યા પછી શંકા થાય ‘આ સાચું કે તે સાચું ?' આશંકા પડ્યા પછી તત્ત્વપ્રાપ્તિ ન થાય. તેથી સર્વજ્ઞમાં ભેદ પાડવો ઉચિત નથી. સર્વજ્ઞ બધા તત્ત્વદષ્ટિથી એકમત હોય છે. અલબત્ત, શ્રોતાની અવસ્થાવગેરેને અપેક્ષીને જૂઠા જૂઠા નયથી દેશનારૂપે ભેદ પડે અથવા વ્યક્તિરૂપે ભેદ પડે જેમકે ઋષભદેવ-મહાવીર સ્વામી વગેરે. પણ તાત્ત્વિક – વાસ્તવિક ભેદ સંભવતો નથી, કેમકે તત્ત્વદષ્ટિથી જોઇએ તો જે ઋષભદેવે કહ્યું છે, તે જ મહાવીરસ્વામીએ કહ્યું છે. આ બાબતનો એક પ્રસિદ્ધ પુરાવો એ છે કે ભગવાન ઋષભદેવે પોતાના ૯૮ પુત્રોને જે ઉપદેશ આપ્યો હતો, તે જ ઉપદેશ પ્રભુ મહાવીર સ્વામીના મુખેથી સાંભળીને સુધર્મા સ્વામી ગણધરે સૂયગડાંગ સૂત્રમાં વણી લીધો છે. આમ પરમાર્થથી સર્વજ્ઞ એક છે. પણ અહીં સર્વજ્ઞનો અર્થ થોડું ઘણું તત્ત્વજ્ઞાન જાણી લેવું, એ નથી પણ બધું જ જાણે યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ તે સર્વજ્ઞ. એમ સમજવાનો છે. તેથી જેમ સૂંઠને ગાંગડે ગાંધી થવાતું નથી, તેમ થોડું ઘણું તત્ત્વજ્ઞાન ભણી લેવાથી કે જાણી લેવાથી સર્વજ્ઞ થઇ જવાતું નથી. એવા ગાંધી થનારા કે પોતાને સર્વજ્ઞ કહેવડાવનારા ઘણા હોય, તો પણ તેઓની ખાસ કિંમત નથી. प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावताम् । તે સર્વેઽપિતમાપન્ના કૃતિ ન્યાયતિ: પo૦૪ प्रतिपत्तिः ततस्तस्य सर्वज्ञस्य सामान्येनैव યાવતાં-તન્ત્રાન્તરીયાળામપિ, તે સવેંપિ તમાપન્નાઃ સર્વનું મુખ્યમેવેતિ ન્યાયતિ: પરા, તમન્તોળ તદ્ઘતિપત્તેરસિદ્ધેઃ ।।૬૦૪ ગાથાર્થ : બધાએ જ સર્વજ્ઞનો સ્વીકાર સામાન્યથી જ કર્યો છે. તેથી તેઓ બધા જ સર્વજ્ઞને જ અનુસરે છે – આ જ શ્રેષ્ઠ ન્યાયગતિ છે. ટીકાર્થ : બીજા દર્શનોવાળાઓ પણ સામાન્યથી જ સર્વજ્ઞને સ્વીકારે છે. તેથી તેઓ બધા પણ મુખ્ય સર્વજ્ઞને જ અનુસરે છે, એમ સ્વીકારવું એ જ ન્યાયમાર્ગ છે, કારણ કે મુખ્ય સર્વજ્ઞના અભાવમાં તેનો સ્વીકાર જ અસિદ્ધ ઠરે. વિવેચન : બધા જ દર્શનવાળાઓએ જ્યારે સર્વજ્ઞનો સ્વીકાર કર્યો છે, ત્યારે સામાન્યથી જ સર્વજ્ઞનો સ્વીકાર્યો છે. ત્યાં ‘જે બધું જાણે છે, તે સર્વજ્ઞ' આવી સામાન્યબુદ્ધિથી જ સર્વજ્ઞને સ્વીકારે છે. તેથી જ નામથી કોઇ પણ સર્વજ્ઞ સ્વીકૃત હોય, તત્ત્વથી તો જે બધું જાણે છે, તે મુખ્ય સર્વજ્ઞ જ સ્વીકૃત થાય છે, કેમ કે જો મુખ્ય સર્વજ્ઞ – કે જે બધું જાણે છે, તે હોય જ નહીં, અથવા તે માન્ય જ ન હોય, તો ‘સર્વજ્ઞને સ્વીકાર્યો છે’ એ વાત જ અસિદ્ધ થાય. ૧૦૪॥ વિશેષસ્તુ પુનસ્તસ્ય જાત્મ્યનાસવંશિમિઃ । सर्वैर्न ज्ञायते तेन तमापन्नो न कश्चन ॥ १०५ ॥ વિશેષસ્તુ-મેટ્ વ, પુનસ્તસ્ય-સર્વજ્ઞસ્ય,
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy