________________
આગમ પછી જોઇએ અનુમાન
દુન્યવી-નાશવંત તત્ત્વને અભિમુખ રહે છે, ત્યાં સુધી તે સંજ્ઞારૂપ છે. જ્યારે બુદ્ધિ નિત્ય અને હિતકારી આત્મિકતત્ત્વને સમજવા ઉદ્યત થાય છે, ત્યારે તે પ્રજ્ઞા બને છે.
પ્રજ્ઞા પ્રાસ થવા માત્રથી ઉત્તમ તત્ત્વ મળે નહીં, એને ઘડવી પડે. એને વિશુદ્ધ કરવી જોઇએ. પ્રજ્ઞા પથ્થર છે. તો પ્રતિમા બનવા ઘડતર જોઇએ. પ્રજ્ઞા મીઠું જળ છે, પણ ડહોળાયેલું છે, તો તે નિર્મળ- વિશુદ્ધ બનવું જોઇએ. એમાટે સૌ પ્રથમ જરુરત છે આગમશ્રવણની. આગમને સાંભળ્યાસમજ્યા વિના સીધા તર્કો લડાવવા જનારો તત્ત્વ પામી શકતો નથી. તર્ક-કુતર્કના વિષચક્રમાંફસાઈ જાય છે. બુદ્ધિ અત્યાર સુધી આગમાર્થ સમજ્યા વિના તર્કો લડાવતી હતી, તેથી જ સૂક્ષ્મ, અદશ્ય, દૂર રહેલા પદાર્થોને પામી શકતી ન હોતી અને સ્થૂળ-દેખાતા પાસે રહેલા પૌદ્ગલિક પદાર્થોમાં અટવાતી રહેતી હતી. આગમથી વિરુદ્ધ અર્થોને જ ઉપાદેયઆદિ રૂપે સિદ્ધ કરવા તર્ક લડાવતી હતી, તેથી બુદ્ધિ સંજ્ઞા હતી, તર્ક કુતર્ક હતો. આગમ ખુબ સાંભળવાથી, આગમાર્થ વાતોને ખૂબ મમળાવવાથી બુદ્ધિ સાચી દિશામાં પરિકર્મિત થાય છે. દાદાજીની વાતો સાંભળનારો બાળક સુસંસ્કારિત થાય છે, નેટી.વી.ની વાતોમાં આવી જનારો સંસ્કારભ્રષ્ટ થાય છે. એમ પરમદાદા પરમાત્માની વાણીને શ્રવણઆદિથી મમળાવનારાની બુદ્ધિ સુપરિકર્મિત બને છે, અને દુન્યવી પદાર્થોને જ વિચાર્યા કરતી બુદ્ધિ
ભ્રષ્ટ થાય છે.
આગમ પછી જોઇએ અનુમાન અનુમાનમાટે આગમપરિકર્મિત બુદ્ધિ જરૂરી છે, કેમકે આ બુદ્ધિ યોગ્ય લિંગ હેતુદ્વારા યોગ્ય જ લિંગી=સાધ્યનો નિર્ણય કરશે. એટલે કે જે આગમમાન્ય પદાર્થો છે, એને જ સિદ્ધ કરવા અનુમાનતર્કનો ઉપયોગ કરશે, નહીં કે (૧)
137
આગમાર્થોનું ખંડન કરવા કે (૨) અનાગમિક પદાર્થોનું મંડન કરવા. જે-તે પદાર્થો વચ્ચે, જ્યાં ત્યાં સંબંધ જોઇ લઇ પછી બધે જ એ બે વચ્ચે સંબંધ જોડી દેવો, ને એકની હાજરીમાં બીજાને પણ સ્વીકારી લેવો એ કુતર્ક છે, અનુમાનાભાસ છે. જેમકે કો'કને અનીતિકરતો જોયો, અને કરોડપતિ થતો જોયો. એટલે તરત કાર્યકારણભાવ જોડ્યો. અનીતિકરવાથી જ કરોડપતિ થવાય. પછી જેટલા કરોડપતિદેખાશે, તેબધા અનીતિથી જ કરોડપતિ થયા છે, એમ અનુમાન કરવાનું મન થશે. અહીં કરોડપતિપણું લિંગ, અને અનીતિ-લિંગી, કહેવાય. આમ સર્વત્ર આ રીતે સંબંધ જોડી દેવાથી પછી રૂા. મેળવવા પુણ્ય જોઇએ, આ આગમિક વાત ભૂલાઈ જવાની, અને અનીતિ કરવાની વાત જોડાઇ જવાની. આ ખોટું અનુમાન છે – ખોટો તર્ક છે. કેમકે જે કરોડપતિ થયા, તે બધા પૂર્વે કરેલા દાનાદિજન્ય પુણ્યના કારણે જ થયા છે. અનીતિ કંઇ કરોડપતિ બનવાનું કારણ નથી, પણ વર્તમાનમાં જેલમાં અને પરભવમાં ઠાસપણું વગેરે દુર્ગતિનું જ કારણ છે.
સાચું અનુમાન તો એહેવાય કે આગમે કહ્યું છે કે ધર્મથી સુખ છે, અને પાપથી દુઃખ. તો વર્તમાનમાંકો'ક તેવા પ્રકારની આવડત – હોંશિયારી વિનાની કે સખત પરિશ્રમ નહીં કરતી વ્યક્તિ પણ સુખમાં મહાલતી દેખાય, તો તરત અનુમાન કરે કે ધર્મથી સુખ છે. ધર્મકારણ છે. સુખ કાર્ય છે. અને કાર્યથી કારણનું અનુમાન થાય, આ ન્યાયે સુખરૂપ કાર્યથી ધર્મરૂપ કારણનું અનુમાન થાય છે. એટલે કે આ ભાગશાળીએ પૂર્વભવમાં પાંચે આંગળીએ પ્રભુને પૂજવા આદિરૂપ ધર્મ કર્યો હશે, માટે આ ભવમાં સુખી છે.
માટે પહેલા આગમાર્થ ખુબ ભણો... સાંભળો... જાણો... જેનાથી અતીન્દ્રિયપદાર્થો