________________
136
આગમાર્થમાં સડા અભિયુક્તતા. આ ચાર ગુણ બતાવ્યા. આવા ગુણોથી ભરેલી વ્યક્તિ જ અતીન્દ્રિયપદાર્થોનો બોધ કરી શકે છે. આ બાબતમાં ‘મહામતિ’ પતંજલિનો અભિપ્રાય આ છે,
किमित्याह
आगमेनानुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ।। १०१।। આામેન-આમવશ્વનેન લક્ષળેન, અનુમાનેનતિક્રાøિકિજ્ઞાનરૂપેળ, યોગાભ્યાસસેન ચ-વિહિતાનુષ્ઠાનાત્મન, ત્રિધા પ્રત્ત્પયન્પ્રજ્ઞાં-ઉમેશૈવ, अन्यथा हि प्रवृत्त्यसिद्धेः, किमित्याह - लभते તત્ત્વમુત્તમ-પાપસંમોહનિવૃત્ત્વા શ્રુતામેિવેન ।।૧૦।।
ઉત્તમતત્ત્વ પામવાના ત્રણ ઉપાય શો અભિપ્રાય છે ? તે બતાવે છે – ગાથાર્થ: (૧) આગમથી (૨) અનુમાનથી અને (૩) યોગાભ્યાસરસથી આમ પ્રજ્ઞાની ત્રિવિધ પ્રકલ્પના કરતો જ ઉત્તમ તત્ત્વ પામે છે.
ટીકાર્થ : આગમ – આસપુરુષના વચનરૂપ અનુમાન - લિંગથી લિંગીના જ્ઞાનરૂપ અને યોગાભ્યાસરસ=વિહિતનાં અનુષ્ઠાનરૂપ. આમ – આજ કહેવાયેલા ક્રમથી જ પ્રજ્ઞાની પ્રકલ્પના કરતો કેમકે – અન્યથા-બીજા ક્રમથી પ્રવૃત્તિ જ સિદ્ધ થતી નથી. પાપસંમોહની નિવૃત્તિથી શ્રુતાદિભેદથી ઉત્તમ તત્ત્વ પામે છે.
પતંજલિ કેમ મહામતિ?
વિવેચન : અહીં સૂરિપુરંદર હરિભદ્રસૂરિ મહારાજે ‘મહામતિ’ શબ્દનો પ્રયોગ કરી પતંજલિને ઓળખાવ્યા આ છે. અહીં પ્રશ્ન થાય, સર્વજ્ઞકથિત જૈનવચનના વિચારની સત્યતામાટે અન્ય અસર્વજ્ઞ એવા પતંજલિના મતની સાક્ષી લેવાની શી જરુર છે ? તો સમાધાન આ છે કે, જૈન સિવાયના દર્શનોમાં યોગવિષયક વિચારણામાં પતંજલિનું
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
સ્થાન પ્રથમ છે, કહો કે તે પરદર્શનકારો એમ જ માને છે, કે યોગવિષયક તત્ત્વજ્ઞાન સૌ પ્રથમ પતંજલિએ જ પીરસ્યું છે. તેથી એ બધાને પણ જૈનમત પ્રતિ અભિમુખ કરવા અને પતંજલિએ જે કહ્યું, છે તે અન્ય શબ્દોમાં અમારા સર્વજ્ઞએ એ પૂર્વે પણ કહેલું જ છે, એમ શ્રદ્ધા બેસાડવા આ સાક્ષી આપવામાં આવી છે. એમ માની શકાય.
પ્રશ્ન : ઠીક છે, પણ અહીં તો પતંજલિની સાક્ષી લીધી, એમાં પતંજલિને ‘મહામતિ’ બતાવ્યા, મિથ્યામતિ ને મહામતિ કેવી રીતે કહી શકાય ?
ઉત્તર : અહીં જ સૂરિપુરંદરશ્રીની વિશાળ દષ્ટિ અને સજ્જનતાના દર્શન થાય છે, વિશાળ દષ્ટિવાળો સજ્જન જ સડેલી કૂતરીના સફેદ દાંતો જોઇ શકે. સૂરિપુરંદરે પતંજલિમાં રહેલા મિથ્યાત્વના દલિકોરૂપી સડેલા ભાગને જોવાનું ટાળી, એમની વિચારધારામાં રહેલી જિનવચનોની છાંટ, અરિહંતનું અનુયાયિપણું જોવાનું રાખ્યું. જેઓ એક યા બીજારૂપે અરિહંત વચનોને અનુસરે છે, તેઓ ખરેખર મતિમાન છે, મહામતિ છે. આ દૃષ્ટિથી સૂરિપુરંદરે પતંજલિને મહામતિ તરીકે નવાજ્યા છે. અથવા ચોથી દષ્ટિમાં રહેલો જીવ હજી મિથ્યાત્વમાં છે. એ જીવની કક્ષામાં રહેલા પરદર્શનના અનુયાયીઓની અપેક્ષાએ ‘મહામતિ’ શબ્દનો પ્રયોગ વાજબી છે.
પ્રજ્ઞા માટે પ્રથમ જોઇએ આગમશ્રવણ
પતંજલિએ ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિમાટે ત્રણ મુદ્દા બતાવ્યા છે. (૧) આગમ (૨) અનુમાન અને ( ૩ ) યોગાભ્યાસરસ. આ ત્રણથી પ્રકલ્પિતપરિભાવિત કરેલી પ્રજ્ઞાથી ઉત્તમતત્ત્વ પ્રાપ્ત થાય છે.
અહીં પ્રજ્ઞાનો અર્થ છે તત્ત્વને અભિમુખ થયેલી બુદ્ધિ. જ્યાં સુધી બુદ્ધિ જડ-પુદ્ગલ