________________
સત્પ્રાદ્ધ જ પ્રાજ્ઞ છે
દરિદ્રતા અને આત્યંતર ગુણદરિદ્રતા ભાગી જાય છે. બાહ્ય-આત્યંતર ભયો નાશ પામે છે. દાસ બનવાથી બધા દોષો ટળે છે. એકલવાયાપણું, અનાથતાનો આભાસ વગેરે દૂર ખસતાં દેખાય છે. આમ અરિહંતધ્યાને પોતાને પણ દોષમુક્ત થતો ભાસે છે... અને પોતાને અરિહંતતત્ત્વમાં વધુને વધુ એકાકાર થતો અનુભવી અંતે સંપૂર્ણ દોષમુક્ત અને અરિહંતમય બનેલા સ્વરૂપે પ્રણિધાન કરે છે. આ છે અભેદપ્રણિધાન. આના દ્વારા પરમાત્મભાવની પ્રાપ્તિ થાય છે.
સત્ત્રાદ્ધ જ પ્રાજ્ઞ છે
આમ આગમપ્રધાન બનનારી વ્યક્તિ પરમાત્મતત્ત્વસાથે પોતાને જોડવાદ્વારા પોતાની પ્રાજ્ઞતા વ્યક્ત કરે છે. તેથી જ સચ્છાદ્ધ = સારી શ્રદ્ધાવાળો, એ પઠનો અર્થ પ્રાજ્ઞ કર્યો છે. જેઓનો સંબંધ આહારઆદિ બાહ્ય-તુચ્છ-નાશવંત પદાર્થો સાથે જોડાતો રહે છે, અને સતત એ બધાના વિચારોમાં જ જે લેવાયેલો છે, તે વ્યક્તિ સંજ્ઞાપ્રધાન છે. એ બહારના આકર્ષક લાગતા આહારાદિ પદાર્થોને જોતાં જ એમાં લલચાઈ જાય છે.
પરમાત્મતત્ત્વ સાથે સંબંધ જોડનારો પ્રાજ્ઞ પરમાત્મતત્ત્વની સામે બાહ્યપદાર્થોને સાવ તુચ્છ દેખે છે; રાજા સાથે વાત કરવાનો મોકો મળ્યો હોય, ત્યારે કોણ દરિદ્ર– ભિખારી સાથે વાતો કરવાનો વિચાર કરે ! તેથી જ પ્રાજ્ઞ પુરુષની પ્રજ્ઞા એ પુરુષને આહારાદિતરફ આકર્ષાતો અટકાવે છે, વિષયોથી લલચાતો બચાવે છે.
શીલવાન = પહત્યાગી
આમ પ્રાજ્ઞ પુરુષ આગમપ્રધાન બનવાથી વિષયલાલસાથી મુક્ત બનતો હોવાથી જ શીલવાન્ બને છે. અહીં શીલનો અર્થ છે અદ્રોહ વિષયલોલૂપ જીવ તે મેળવવાના ધમપછાડામાં બીજાને છેતરે છે, ઠગે છે, દગો દે છે. વિષયમુક્ત
135
થયેલો પ્રાજ્ઞ આ પરદ્રોહ કરતો નથી. એ જ પ્રમાણે વિષયોમાંથી મન-વચન-કાયાના યોગને અટકાવી યોગ-મોક્ષદાયક અરિહંત ચિંતનાદિમાં પ્રવર્તાવી આત્મદ્રોહથી પણ બચે છે. તેથી જ અહીં શીલવાન શબ્દથી પરદ્રોહઅકારી અર્થ લઇ, તે પછી યોગતત્પર થવાની વાત કરી છે.
યોગતત્પરને આનંદશામાં? યોગતત્પર બનેલો પ્રાજ્ઞ મોક્ષદાયક અનુષ્ઠાનમાં જ આનંદ માને, તેથી એ પકવાન્ન ખાતાં રડે ને આંખેલ કરતાં હસે. ભોગ દેખાય, આકર્ષક વિષયો દેખાય ને એને ભવસાગરમાં ડૂબવાનું દેખાય. બીજી બાજુ યોગ દેખાય, કોઇપણ પ્રકારની સાધના દેખાય કે તરત જ એ ભવસાગરમાંથી તરવાની નૌકા મળીનો આનંદ અનુભવે. નૌકા મળેને સાગર કપાતો જાય, કિનારો નજીક આવતો જાય, એમ નૌકા ગણાતી યોગસાધના જેમ જેમ આગળ વધતી જાય, એમ એ સાધકનો ભવસાગર ટૂંકો થતો જાય, મોક્ષ કિનારો નજીક આવતો જાય. આ યોગતત્પર આ સાધનાના બળે મોહનીયને બાળતો જાય છે અને જ્ઞાનાવરણને છેદતો જાય છે. તેથી એકબાજૂ સતત પૈસા-ટકાકુટુંબ- મોહમાયા પરથી આકર્ષણ ઊઠતું જાય, બીજી બાજુ વિદ્વત્તા વધતી જાય, યાવત્ અતીન્દ્રિયપદાર્થોનું જ્ઞાન પણ સહજ આવતું જાય. મોહ-માયા-કે પૈસા-ટકાનું જ્ઞાન કે હોંશિયારી શું કામની ? ધૂળ ભેગી કરવી એ કંઇ બુદ્ધિમત્તા નથી. જ્ઞાનની ખરી મહત્તા જ એમાં છે કે અતીન્દ્રિય પદાર્થોનો બોધ કરી આ જ ખરેખર ઉત્તમતત્ત્વની પ્રાપ્તિ છે, એમ અનુભવી એની મસ્તીમાં મસ્ત રહેવું.
અહીં આવા ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિમાટે આમ, (૧) આગમપ્રધાનતા (૨) સહૃદ્ધા=પ્રાજ્ઞતા (૩) શીલ= પરદ્રોહત્યાગ (૪) યોગતત્પરતા –