SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 134 યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ છલકાવી દેતી સતત ઊઠતી સ્મૃતિમાં ડૂબેલાનું પછી અંતે અશુચિ બનનારા, તુચ્છ ખાન-પાન તરફ લક્ષ્ય પણ શાનું જાય ? સર્વશ્રેષ્ઠ અને અદ્ભુત આનંદદાતા અરિહંતમાં જ મગ્ન થઇ અપૂર્વ આનંદના રોમે રોમે ફૂવારા ઊઠતા હોય, પછી મનોરંજનમાટે કે મસ્તીમાટે પણ જગતતરફ જોવાનું મનશાનું થાય ? વીતરાગતાથી મંજાયેલી એમની વાણી હંમેશા અને બધાની અપેક્ષાએ સત્યરૂપ જ રહે છે. આમ જિનવાણીને સર્વજ્ઞતા અને વીતરાગતાનું પીઠબળ મળેલું હોવાથી તે સર્વત્ર આગળ કરવા યોગ્ય બને છે. અને આ સર્વજ્ઞતા-વીતરાગતા જિન-અરિહંત સિવાય બીજે ક્યાં જોવા મળવાની ? તેથી જિનવાણીને આગળ કરવામાં વાસ્તવમાં તો અરિહંત પરમાત્મા જ સર્વત્ર આગળ કરાય છે. તેથી આપણા હૈયામાં આગમ-આગમ થાય, એટલે હકીકતમાં અરિહંત-અરિહંત થાય છે, અને હૈયામાંને વ્યવહારમાં અરિહંતને જ આગળ કરવા જેવો શુભભાવ બીજો કયો હોઇ શકે ? આમ પરમાત્મભાવને આગળ કરવા માત્રથી બધો બાહ્યભાવ અલોપ થઇ જાય છે, પુદ્ગલના રંગો ફિક્કા થઇ જાય છે. અને અંતર્મુખ થયેલો જીવ પ્રથમ અરિહંત સાથે સંભેઠ પ્રણિધાનથી અપૂર્વ સુખાનુભૂતિનો રસાસ્વાદ કરે છે. આ સંભેદ તમે અરિહંતના વચનને કેટલા વફાદાર છો ?પ્રણિધાન ‘તું પ્રભુ મારો ! હું પ્રભુ તારો !' આ કેટલીવાર તમને અરિહંતના વચનો યાદ આવે છે ? ક્યાં ક્યાં તમે અરિહંતના વચનોને આગળ કરી વર્તન કરો છો ? આ બધાના આધારે નિર્ણીત થાય છે કે તમે ખરેખર અરિહંતને કેટલા શરણભૂત માન્યા છે ? પણ આ તો જ આવે જો જિનવચનપર પ્રેમ હોય, અરિહંતતત્ત્વપર અદ્ભુત સ્નેહ હોય. અહોભાવ હોય. આ અહોભાવ પણ તો જ આવે, જો એવી પાકી શ્રદ્ધા ઘડી હોય કે મારા આત્માનું ભલું તો મારા ભગવાન જ - મારા ભગવાનની વાણીજ – મારા ભગવાને બતાવેલો માર્ગ જ કરશે. અરિહંત સિવાય બીજા કોની તાકાત છે કે જગતના તમામ જીવોનું – અને તેમાં સમાવેશ પામેલા મારા આત્માનું ઉત્કૃષ્ટ, કાયમી ભલું કરી શકે ? આવો રણકો હૈયે ઊઠતો હોય, તો સતત જિનવાણીને જ આગળ કરવા દ્વારા જિનને જ સતત હૈયામાં રમતા રાખી શકાય. અને જો હૈયે જિન રમતા હોય, તો જિને જેઓને મહારાત્રુ માની તગેડી મુક્યા છે, તેવા શબ્દાદિ વિષયો તો યાદ આવે જ શાના ? ભગવાનની અમૃતરસાસ્વાદતુલ્ય પ્રસન્નતાથી ભેદપર ઊભું છે. ભગવાન શરણ્ય, હું શરણાગત; પ્રભુ નાયક, હું સેવા કરવા લાયક; પ્રભુ શેઠ, હું એનો દાસ; પ્રભુ સ્વામી, હું સેવક; પ્રભુ પરમગુરુ, હું એનો રાંક શિષ્ય; પ્રભુ માલિક, હું ખંદો-નોકર; પ્રભુ મહાગોપ, હું ગરીબ ગાય; પ્રભુ મહાનિર્યામક, હું એમના તરણતારણ જહાજનો મુસાફર; પ્રભુ મહાસાર્થવાહ, હું એમના સાર્થમાં જોડાયેલો પથિક; પ્રભુ ધન્વંતરી વૈદ્ય, હું એમની આશાએ આવેલો દર્દી; પ્રભુ ગરીબનવાજ, હું ગરીબ; પ્રભુ શ્રીમંત, હું એમની પાસે હાથ લંબાવેલો ભિખારી; પ્રભુ પરમકલ્યાણમિત્ર, હું એમની મૈત્રી ઝંખતો એકાકી; પ્રભુનાથ, હું નાથને ઇચ્છતો અનાથ; પ્રભુ સર્વસ્વભૂત પતિ, હું એમની આજ્ઞાંકિત પત્ની; પ્રભુ પરમ પિતા, હું એનો ભૂલો પડેલો બાળ.... ઇત્યાદિ પ્રકારે પ્રભુને સર્વોત્કૃષ્ટરૂપે અને પોતાને એમના સાંનિધ્યને ઝંખતા સર્વાધમ આદિરૂપે જ્યારે ચિંતન કરાય છે, ત્યારે તે સંભેઠ પ્રણિધાન કહેવાય છે. આ પ્રણિધાનના પ્રભાવે આપણા તાવવગેરે આગંતુક અને રાગ વગેરે અનંતકાળથી ચોંટી પડેલા રોગો દૂર થાય છે, બાહ્ય
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy