________________
અજ્ઞાન જ ભયંકર
તેમજ એને ધિક્કારની દૃષ્ટિથી જોતા આવડતું હોય, અને એમાં આપણું ડહાપણ માનતા હોઈએ, તો તેડહાપણ નથી, પરંતુ બીજાની ભૂલપર અભિમાન ને દ્વેષ કરી આપણા જ આત્માને બગાડવાની મૂર્ખતા છે. ડહાપણ તો કર્મપરાધીન જીવોપર દયાભાવ વરસાવવામાં છે, એને કરુણા અને મૈત્રી વાત્સલ્યભાવથી નવરાવી નાખવામાં છે. માતા ભૂલ કરતા બચ્ચા પર એજ કરે છે, જીવો પર દયા આવે એ માટે આ વિચારવાનું - અજ્ઞાન જ ભયંકર
‘‘કર્મદોષ શું કામ કરે છે ! આત્માપર અજ્ઞાનતાનો એવો અંધકાર ફેલાવી દે છે, કે જીવને એ જોવા નથી દેતો કે આ હું જે ઘરવાસમાં રહી વેપાર ધંધાદિના હિંસામય આરંભ સમારંભો જૂઠ, અનીતિ, પરિગ્રહ, તથા એની પાછળ ક્રોધ, કષાયો, રાગ-દ્વેષ-કલહ વગેરેની ધૂમ પાપપ્રવૃત્તિઓ રાચી માચીને કરું છું, એ ભયંકર દુઃખમય નરકાદિના દરવાજા દેખાડનારા છે. એ પરલોકે ઘોરાતિઘોર દુઃખો સરજનાર પાપપ્રવૃત્તિઓ- અસત્ષ્ટાઓ હું શા માટેકરું ? જીવનો કર્મઠોષ આ સૂઝવા જ નથી દેતો.
અજ્ઞાન મહાભયંકર, માટે જ જ્ઞાનની બલિહારી, ને તે શાસ્ત્રો દ્વારા અહીં મળી શકે એમ છે, બહુ સુલભ છે. ભેંશના ભવમાં કે દેવતાના ફૂટે ! છતાં જ્ઞાનનો અજવાસ રાખવાની સૂઝ જ નભવમાં શાસ્ત્રો લઈ ભણવા નહિ બેસાય, મનુષ્યપેડ. માટે જ જ્ઞાનનો મહિમા છે. શાસ્ત્રો કેમ ભવમાં જ શાસ્ત્રો ભણવાનું ને જ્ઞાન મેળવવાનું ખની ભણવાના ? કેમ વારંવાર વાગોળવાનાં?
ત્યારે આ અજ્ઞાનનું અંધારું કેવું ભયંકર ! બાહ્ય અંધારું હજી સારું કે એકવાર માથું ફૂટે પછી અજવાસ રાખવાની સાવધાની આવી જાય, ત્યારે આ અજ્ઞાનતાના અંધકારથી તો જનમ જનમ માથાં
શકે.
કહો, અજ્ઞાનનો અંધકાર ટાળવા માટે. સાધુને શાસ્ત્રાભ્યાસમાં પ્રમાદ – આળસ કંટાળો આવતો હોય, છાપાં-ચોપાનિયાંકુથલીની વાતોચીતોની લાલચ લાગતી હોય, તો આ ધ્યાનમાં રાખવા જેવું છે કે, છાપાચોપાનિયાથી
97
સમ્યજ્ઞાન નહિ મળે. તીર્થંકર ભગવંતોનાં શાસ્ત્રો દ્વારા સમ્યજ્ઞાન મેળવવાની અહીં મળેલી અનન્ય અને મોઘેરી તક ચાલી જશે. અને અહીં અજ્ઞાન રહી અજ્ઞાનનો વારસો લઈને જઈશ. એ અજ્ઞાન કેટલું ભયંકર ! જ્ઞાની કહે છે
अज्ञानं खलु कष्टं हिंसादिभ्योपि सर्वपापेभ्यः
અર્થાત્ ખરેખર હિંસાદિ સર્વપાપો કરતાં અજ્ઞાન વધુ ભયંકર છે, હિંસાદિ એટલા ભયંકર નહિ, કેમકે જો હિંસાદિની ભયાનકતા જાણતો હોય અને કોઈક અવસરે હિંસાદિ પાપ કરવાનું આવ્યું, તો એજાણકારીના હિસાબે ડરતો ડરતોકરશે. એથી કર્મબંધ ઓછો અને એમ કરતાં કરતાં કોઈક દિવસ હિંસાદિ પાપને કાયમમાટે ફગાવી દેશે. ત્યારે અજ્ઞાન એક એવું પાપ છે, કે અજ્ઞાનના હિસાબે પાપની ભયાનકતાની ખબર જ નથી. તેથી જ્યારે હિંસાદિ કરશે, ત્યારે ત્યારે રાચી માચીને જ કરવાનો. તેથી કોઈ દિ પાપથી છૂટકારો જ ન થાય. તંડુલિયો મચ્છુ જે હિંસાદિનો વિચાર કરે છે કે ‘મારા મોમાં આવેલ બધી માછલીઓને ખાઈ જાઉ” એને
જો એના પ્રભાવે જે નરકના પાપ ઊભા થઇ નરકની ભઠ્ઠીની શેકામણ નજર સામે દેખાય, તો એ હિંસામય ભક્ષણનો વિચાર શાનો કરે ?
મુંબઈ માધવબાગમાં એક સંન્યાસીનું ભાષણ હતું, એમાં એણે કહ્યું
જગતમાં જ્ઞાનદાન એ શ્રેષ્ઠ દાન છે. કારણ કે કુદરતનો નિયમ છે, જેવું દો, તેવું લો. તમે રોટલાનું દાન કરો, તો તમને રોટલા મળે,