________________
વિષયાંધોની માંસમૃદ્ધ માછલી જેવી સ્થિતિ
વડિશામિષવવિતિ નિવર્ગનું મત્સ્યાતમાંસવત્ તુછે-અલ્પે સુણે-ટુટમોનને વાળોથે-રૌદ્રવિવા, સમયપરિમાલેયમ્, સત્તા-વૃદ્ધા: જિમિત્યા ત્યન્તિ સન્વેટાં-ધર્મસાધનમ્, ર્મવોષોઽયમિત્યા ધિન્નોવાજળ તમ:- ટ્ટમજ્ઞાનમિતિ યોઽર્થ: ૫૮૪।
ટીકાર્થ : તો શું (સૂઝે છે ? તો કે) ગાથાર્થ : માંસપેશીના નાના ટૂકડામાં (આસક્ત) માછલીની જેમ ભયંકર વિપાક કરાવનારા તુચ્છ વિષયસુખોમાં આસક્ત (જીવો ધર્મ સાધનારૂપી) સત્કર્મનાં આચરણ જતા કરે છે. અહો ! ધિક્કાર છે આ ભયંકર અજ્ઞાનને !
ટીકાર્ય : ‘બડિશામિષવત્' એ દૃષ્ટાન્ત છે. (અંદર છૂપા લોખંડી કાંટાવાળા અને) માછલીને ગળે ઉતરી જાય એવા માંસની જેમ તુચ્છ = અલ્પ ફુસુખ (તે કેવું ? તો કે) દુષ્ટ ભોગજનિત અને દારુણોદય= ભયાનક વિપાક લાવનારા, (અહીં) આ ‘બડિશામિષ’ એશાસ્ત્રપરિભાષા છે. ‘સત’ એટલે કે ગૃદ્ધિવાળા, શું કરે છે ? એ કહે છે ‘ત્યજન્તિ સચ્ચેષ્ટાં’ જતી કરે છે, ધર્મ સાધનારૂપી સમ્યક્ પ્રવૃત્તિ. આ (એના) કર્મનો દોષ છે એ કહે છે – અહો ! ધિક્કાર છે (કર્મજનિત) ભયંકર અજ્ઞાનને !
-
વિષયાંધોની માંસવૃદ્ધ માછલી જેવી સ્થિતિ
વિવેચનઃ બિચારા ભવાભિનંદી જીવોસુખ અર્થાત્ દુષ્ટ વિષયભોગજનિત સુખમાં આસક્ત થયેલાને એના દારુણ પરિણામની ખબર નથી. અને ખબર છે, તો એની શ્રદ્ધા નથી- પરવા નથી, ભય નથી, તેથી એ છોડીને ‘સત્ ચેષ્ટા’ સક્રિયા યાને ધર્મસાધનામાં પ્રયત્ન કરતા નથી. આ શેની જેમ છે ? તો કે માછીમાર માછલી પકડવા લોખંડી કાંટાને માંસપેશીના ટુકડાની અંદરમાં પરોવી દે છે. પછી દોરીએ બાંધેલો એ કાંટો નદી-તળાવના પાણીમાં વહેતો મૂકે છે. ત્યાં માંસની ગંધથી
95
માછલી દોડતી આવી ટૂકડો બહુ સરસ, એમ કરી તાત્કાલિક સુખને જોતી એને મોમાં લઈ જ્યાં હરખમાં આવી જઈ મો બંધ કરી જોરથી જડબા દાખે છે, ત્યાં અલબત્ માંસ તો ખાવા મળ્યું, પરંતુ પેલો પેશીની અંદરનો છૂપો કાંટો એના તાળવાને વીધી તાળવાની વચ્ચે સજ્જડ પકડાયેલો રહે છે. એની પાસે પંચેન્દ્રિયપણું છતાં હાથ આંગળાની પુણ્યાઈ નથી, તેથી મોમાં આંગળા ઘાલી કાંટાને શી રીતે બહાર ખેંચી કાઢે ? તેથી કાંટો કાઢવા પાણીમાં માથાં પછાડે છે, પણ કાંટો એમ શાનો નીકળે ? માછીમાર હોરી ખેંચી એને હાથમાં પકડી લે છે, પછી તોકેવી વેદનાઓ? તોકે દા.ત. માણસ પપૈયું છોલી એની છાલ ઉતારી નાખે, એમ માછલીને જીવતાં છોલાઇ જવું પડે છે. ઉપર લૂણ મરચાના પાણી છંટાય છે, ને કડકડતા તેલમાં ભજિયાની જેમ તળાવું પડે છે. અથવા માછીમારના હાથમાં પકડાયા પછી કેમ ? તો કે ભાતના ઉકળતા આંધણની જેમ ઉકળતા પાણીના આંધણમાં નંખાઈ બકાવું પડે છે. એક નાનો માંસપેશીનો ટુક્ડો ખાવા જતાં શું મળ્યું ? આ ભયંકર પરિણામની એને ખબર નથી. એટલે જ એવા માંસના એક નાના ટૂકડાના વર્તમાન સુખમાં આસક્ત બને છે.
સુરતમાં એક પારસી ભાઈના હૈયે જીવદયા, તે માછલીઓ બિચારી આવી ક્રૂર વેદનામાં ન પડે, એટલા માટે રોજ સવારે ઘરના ઓટલે બેસે. ત્યાંથી માછણો માછલીની ટોપલીઓ ભરીને જતી હોય, એની પાસેથી એ ખરીદી લઈ, એ માછલીઓને પોતાના ઘરના હોજમાં નખાવી દેતા. થોડીવારમાં તો મૂર્છિત માછલીઓ સજીવન થઈ પાણીમાં લ્લોલ કરતી દોડતી જોઈ પારસી ખાવાનું કલેજું ઠરતું, કે હાશ ! આ બિચારી કેવી ભયંકર જીવતા જીવે છોલાવા– ખાવાની વેદનાથી બચી ! સુરત ધર્મપ્રેમી શહેર, તે એમાં આવા દયાળુ જૈનેતરો પણ