SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ રેશમના કોશેટાની કઈ સ્થિતિ છે ? તો આ વસાણા સાણાની જરૂર જ નહિ પડે. તમે ૨ – ૩, ૨ – ૩ દિવસનો બ્રહ્મચર્યનો નિયમ કરો, એ પાળતા ચાલો, પૂર્વનાં મહાપુરુષો અને સતીઓના બ્રહ્મચર્યનાં દૃષ્ટાન્તોની ભાવના કરો, સાધુપુરુષોના સંપર્ક- પરિચય કરો, જિનવાણીનું અમૃતપાન કરો, અરિહંતની બધી રીતે ખૂબ ઉપાસના કરો, નવવાડનું પાલન કરો, જુઓ એમાં ખાસ કરીને પૂર્વ ક્રીડાના સ્મરણના ય ત્યાગની વાડ છે, તો સ્ત્રીસંબંધી કે ભોગસંબંધી કશો વિચાર પણ મનમાં નહિ લાવવાનો. આ બધું કરતા રહો, તો તમારી કામવાસનાની ખણજ જ શાંત થઈ જશે. પછી આ તમારે વસાણા વગેરેની કશી અપેક્ષા જ નહિ રહે.’’ આમ સદ્ગુરુ શિખામણ-ઉપદેશ આપે, ત્યારે આ વિષયરંગી ભવાભિનંદી જીવ ભડકે છે કે હું ? વાસનાની ખરજ જ ન રહે ? તો તો પછી મારે ભોગક્રિયાના આનંદ ક્યાં રહે ? મારે એ કાંઈ શાંત કરી દેવાની ઈચ્છા નથી. તમે કાંઈ ઉત્તેજનાના ઉપાય બતાવતા હો તો બતાવો. 89 વિકાર-વાસનાવિકાર એ મૂળભૂત રોગ છે, એ સમજ નથી, એ માનવું નથી, એટલે જ એ રોગ કાઢવા ઈચ્છે જ શાનો ? એને તો એમાં સુખબુદ્ધિ થાય છે. તેથી પછી એનાપર ગમે તેટલા બીજા દુઃખ ઊભા થાય, વેઠ ઊભી થાય, અકૃત્યો કરવા પડે, તો ય એને કંટાળો શાનો આવે ? એ તો બધું કર્તવ્ય જ લેખે છે. સંસારીઓની શી સ્થિતિ છે ? આ જ મૂળભૂત સંસારવાસનાનો રોગ, એમાં જ સુખ માન્યું, પછી એ મૂળભૂત રોગપર બીજા Complimentary સહચારી રોગ-વેઠ ગમે તેટલી ઊભી થાય, છતાં ક્યાં કોઈ દિ’ કંટાળો છે ? જિંદગીના છેલ્લા દિવસે પણ કંટાળો નથી ! એ પસ્તાવો નથી કે ‘હાય ! મેં આ ગોઝારી સંસારવાસના અને વિષયવાસના પાછળ આ શું ર્યું? ઊંચી માનવજિંદગી બરબાદ કરી ? આ ઉંચા જનમમાં સાધી લેવા જેવા ત્યાગ, તપ, બ્રહ્મચર્ય, પ્રભુભક્તિ, સાધુસેવા વગેરે સાધવાના ગુમાવ્યા ? હાય ! મારું શું થશે ? હવે હું ક્યાં જઈશ? આવો કશો પસ્તાવો જ નહિ, અંતકાળે પણ વાસનાને મૂળરોગ માનવા તૈયાર નહિ. રેશમના કોરોટાની કઈ સ્થિતિ છે ? એ ખોરાક ખાતો જાય છે, અને મોમાથી લાળ કાઢતો જઈ એના તારને પોતાના શરીરની આસપાસ ગૂંડાળતો જાય છે. જેમ જેમ તાર કૂંડાળતો જાય, તેમ તેમ શરીર ફૂલેલું મોટું દેખાય; ને કોરોટો એથી રાજી થતો નવી નવી લાળ કાઢી એના તાર વળી ઉપર ગૂંટાડતો જાય છે, તે મોટી દડી જેવો બની જાય છે. પણ પછી દશા કઈ ? પેલાને જેમ ખસ- ખરજનો મૂળભૂત રોગ છે, એદુઃખરૂપ છે. છતાં એમાં એને એવી સુખબુદ્ધિ થાય છે કે, આ ખરજ આવે છે, તો પછી ખણવાની લહેજત મળે છે, પછી એ મૂળરોગપર ગમે તેટલી ખણવા વગેરેની વેઠ કરવી પડે, સળીઓ માટે ફાંફાં મારવા પડે, છતાં આ બધું પસંદ છે, પણ મૂળરોગ કાઢવાની ઈચ્છા નથી, અરે ! એને એ રોગરૂપ સમજતો જ નથી, પછી કાઢે શેનો ? આવા કોરોટાઓને ઉછેરનારો ઉકળતા બાફ પાણીમાં ઝીકી દે છે. એ પાણીમાં બફાવાની પીડા કેવી ? એ પાણી ધીમે ધીમે ઉપરના તારમાં થઈને એમ અહીં વિષયાંધ જીવને વિષયવિકાર ઈન્દ્રિય-ઠેઠ અંદર એ જીવડાપર પહોંચે, ત્યાં હવે એ ભાગી શકતો નથી. એટલે કડકડતા ગરમ પાણીમાં દઝાવાની ને જીવતા બફાવાની વેદના કેટલી બધી જાલિમ ? છતાં એ માનવા તૈયાર નથી કે મેં આ તાર લપેટ્યૂ રાખ્યા, તેથી આ જાલિમ પીડા આવી! તાર જ ન લપેટ્યા હોત, તો કોણ મને નાના કીડાને
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy