________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવનમાં અલૌકિકતા ભેળવો )
અલૌકિક જીવન જીવવાનું કયારે ? ભેંસના ભવમાં એ નહિ થાય; એ તો આવા ઉચ્ચ અવતારે જ શક્ય છે.’ જીવનમાં અલૌકિકતા બે રીતે લેવાય : પ્ર પણ અહીં જેને લૌકિક જીવન પડતું મૂકવાની તાકાત ન હોય, એ કેવી રીતે લૌકિક જીવન જીવી શકે?
ઉલૌકિકમાં અલૌકિકતા ભેળવીને એ બની શકે. એમાં બે વાત છે,
=
(૧) દુન્યવી લૌકિક જીવનની સાથોસાથ ધાર્મિક અલૌકિક જીવનની પ્રવૃતિ શકય એટલી વધારે કરતા રહેવાય; અને
(૨) લૌકિક પ્રવૃત્તિમાં અલૌકિકને ભેળવતા રહેવાય.
આમાં પહેલો પ્રકાર સ્પષ્ટ છે,-એમાં દેવદર્શન-પૂજા,દયા-દાન-શીલ,ત્યાગ-તપ-ભાવના, જિનભક્તિ-સાધુસેવા-શાસ્ત્રશ્રવણ, સામાયિક પ્રતિક્રમણ-પોષધ વગેરેની અલૌકિક જીવનકરણી કરતા રહેવાય.
બીજા પ્રકારમાં, ચાલુ સાંસારિક પ્રવૃત્તિમાં અલૌકિકતા ભેળવાય, દા.ત. રાગ-આસક્તિથી ખાવું-પીવું, પહેરવું-ઓઢવું વગેરે લૌકિક જીવન છે. પરંતુ એમાં ભણ્યાભક્ષ્યાદિનો વિવેક કરે, અભક્ષ્યનો ત્યાગ કરે, અને રાગ-આસક્તિ ઓછી કરી વૈરાગ્ય રાખે, એ અલૌકિકતા ભેળવી ગણાય. નહિતર તો ખાવાની લૌકિક ક્રિયા કરતો કીડો અને એ જ કરતો માનવ, બેમાં ફરક શો ? ફરક વિવેક, ત્યાગ અને વૈરાગ્યથી પડે. માટે લૌકિક-અલૌકિકના ભેદ મનમાં અંકિત કરી લૌકિકમાં અલૌકિક ભેળવવા જેવું છે.
(૧) ભોજન એ લૌકિક છે. અભક્ષ્યનો ત્યાગ અને વૈરાગ્ય રાખે એ લૌકિકમાં અલૌકિકતા ભેળવી ગણાય.
(૨) ધનાદિના સ્વાર્થ સેવે એ લૌકિક,-દાનાદિ પરમાર્થ કરે એ અલૌકિક.
(૩) વિષયભોગ કરે એ લૌકિક; એમાં ત્યાગ માપ-સંયમ-નિયમ રાખે એ અલૌકિક.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૧
(૪) વેપારરોજગાર કરે એ લૌકિક; એમાં સત્ય-નીતિ-દયા તથા મર્યાદા ને પરોપકાર જાળવે એ અલૌકિક.
(૫) ચૂલો સળગાવવો એ લૌકિક; એમાં પૂંજી-પ્રમાર્જી જીવ-જતના કરે એ અલૌકિક. એમ ઓછા અગ્નિએ પતાવે એ અલૌકિક.
(૬) કચરો ગાળવા પાણી ગળે એ લૌકિક; ગરણા પરના જીવની (સંખારાની) બીજા જળસંચયમાં ભેળવી રક્ષા કરે એ અલૌકિક,
(૭) પરણવું એ લૌકિક; પરંતુ એમાં પરસ્ત્રી-ત્યાગ સ્વસ્ત્રી સંતોષ અને તિથિનું બ્રહ્મચર્ય રાખે એ અલૌકિક,
માનવજનમ અલૌકિક છે, તો જીવન પણ અલૌકિક જીવવું જોઇએ.
સર્વથા અલૌકિક ન બને તો ય લૌકિક જીવનમાં આમ અલૌકિકતા ભેળવવી જોઇએ. પ્રારંભે એ અલૌકિક કરણી અને ભાવ અલ્પ હોય, તો ય જેમ કસ્તૂરીનો કણ લિટર દૂધને મધમઘાયમાન કરી મૂકે, એમ અલ્પ પણ અલૌકિક વૃત્તિ-પ્રવૃત્તિ લૌકિક કાર્યને મઘમઘાયમાન કરી દે છે.
અલૌકિકનાં મિશ્રણ વિનાની એકલી લૌકિક કરણી ઝેરી, જંગલી અને પાપમય છે.
‘ઝેરી' એટલે જાલિમ કુસંસ્કારના ઝેર નાખી આપે તેવી. જંગલી' એટલે ત્યાગના કશા બંધન વિનાની, યોગ્યાયોગ્યના વિવેક વિનાની, ‘પાપમય’ એટલે જીવના માથે નકરાં પાપ લાદનારી.
ઇચ્છાયોગનો ધર્મ જીવનમાં અલૌકિકતા લાવવાની ઇચ્છાથી થાય કે મારે મારું લૌકિક જીવન ઝેરી, જંગલી અને પાપમય ન બને, એ માટે એમાં તારણહાર અલૌકિકતા ભેળવવી છે; તેથી આ દેવદર્શનાદિ અલૌકિક ધર્મ કરું છું, આ અભક્ષ્યત્યાગ વૈરાગ્ય, જીવજતના વગેરેના અલૌકિક ધર્મ ભેળવું છું.' આ શુદ્ધ ધર્મ-ઇચ્છાથી ધર્મ કર્યો કહેવાય.
એમ ‘શીલ કેમ પાળો છો ?' તો કે કુશીલ
For Private and Personal Use Only