________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગોત્રયોગી આદિ ૪ : બુદ્ધિગુણ )
(૩) પ્રવૃત્તચક્ર યોગી, (૪) નિષ્પન્ન યોગી.
www.kobatirth.org
આનું વિસ્તૃત વિવેચન આગળ પર આ ગ્રંથના છેડે આવશે. તેથી અહીં સામાન્ય સ્વરૂપ જોઇએ ઃ (૧) ગોત્રયોગી :
આમાં ગોત્રયોગી' તે કે જેમના માત્ર ગોત્ર-નામ ‘યોગી' છે એટલું જ, પરંતુ વાસ્તવમાં યોગ સાથે એમને ને એમના કુળને કશી નિસ્બત નથી. પેઢીઓ પૂર્વે એ વંશમાં યોગ સધાતા હશે, પરંતુ પછીથી એ સાધના નીકળી ગઇ ને માત્ર ‘યોગી’ ગોત્ર-નામ રહ્યું.
(૨) કુળયોગી :
‘કુળયોગી’ તે કે જે યોગીના કુળમાં જન્મેલા હોય અને યોગીના પ્રારંભિક ગુણોને અનુસરનારા હોય; દા.ત.,
(૧) પોતાની માન્યતા પર એવો આગ્રહ નહિ કે એ માન્યતા વિનાના લોકો પર દ્વેષ થાય. સર્વત્ર દ્વેષ વિનાના; તેમ જ
(૨) ધર્મના પ્રભાવે ગુરુ પર, ઇષ્ટદેવ ૫૨, અને સહધર્મિક પર પ્રીતિવાળા. એ આ કુળયોગીને પ્રિય લાગે; તથા
(૩) સ્વભાવે કરીને દયાળુ, અર્થાત્ દયાળુ સ્વભાવવાળા; કેમકે હવે ફ઼િલષ્ટ પાપ ઉદયમાં નથી, કે જે હૈયું નિર્દય-નિષ્ઠુર બનાવે; વળી
(૪) વિનીત અર્થાત્ સારા વિનયભાવવાળા હોય; કેમકે એ શુભ અનુબંધવાળી લાયકાત લઇને આ જનમમાં આવેલા હોય છે. અશુભ અનુબંધ અર્થાત્ અશુભ સંસ્કાર લઇને આવ્યા હોય એવાને વિનય ન આવડે, ઉદ્ધતાઇ આવડે; તથા
(૫) સમ્યગ્ બોધવાળા બનેલા હોય; કેમકે એમણે રાગદ્વેષની ગ્રંથિ ભેદી હોય છે. નહિતર ગ્રંથિનું જોર તો એવું કે સમ્યગ્ બોધ પામવા જ ન દે; તેમજ
(૬) ઇન્દ્રિયોનું સંયમન-દમન કરનારા હોય; કેમકે કાંઇક પણ ચારિત્રભાવ આવ્યો હોય. આવા ગુણસંપન્ન એ કુળયોગી કહેવાય છે. ત્યારે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) પ્રવૃત્તચક્ર યોગી :
પ્રવૃત્તચક્ર યોગી તે છે જેમને યોગચક્રમાં પ્રવૃત્તિ શરૂ થઇ છે. એ ઉપરોકત ગુણોવાળા તો હોય જ, પરંતુ વધારામાં
(૪૩
(૧) 'ઇચ્છા'યમ અને ‘પ્રવૃત્તિ’યમને સાધનારા હોય; અને
તથા
(૨) બાકીના બે ‘સ્વૈર્ય’યમ અને ‘સિદ્ધિ’યમની તીવ્ર આકાંક્ષાવાળા હોય કે ‘એ કેમ પ્રાપ્ત થાય ?' એટલા માટે
(૩) એના સમ્યગ્ ઉપાયમાં પ્રવર્તમાન હોય;
(૪) શુશ્રુષા આદિ બુદ્ધિના ૮ ગુણોવાળા હોય. બુદ્ધિના આઠ ગુણ કયા? શુશ્રુષા શ્રવણું ચૈવ ગ્રહનું ધારનું તથા | "ऊहोऽ'पोहोऽर्थविज्ञानं 'तत्त्वज्ञानं च धीगुणा: ॥
For Private and Personal Use Only
આમાં પહેલો ગુણ (૧) ‘શુશ્રુષા', એટલે કે તત્ત્વ સાંભળવાની તીવ્ર તાલાવેલી હોય; અને (૨) તત્ત્વવાણીનું ‘શ્રવણ' કરે, સાંભળે. ત્યાં તત્ત્વ સાંભળતાં સાંભળતાં (૩) તત્ત્વનું ‘ગ્રહણ' એટલે કે સમજવાનું ક૨શે. હવે શ્રવણ વખતે સમજી લીધું એટલેથી બસ નથી, કિન્તુ જે સમજતા જવાય એનું (૪) 'ધારણ' અર્થાત્ દિલમાં ટકી રહે, ભુલાઇ ન જવાય, એવું સ્થાપન કરવું જોઇએ. એ પછી એ ધારણા કરી રાખેલ તત્ત્વ પર (૫) ‘ઊહ' અને (૬) ‘અપોહ' કરાય. ‘ઊષ' એટલે કે સાંભળી ધારી રાખેલ તત્ત્વનું સમર્થન થાય, તત્ત્વની હિતકારિતા સિદ્ધ થાય એવી વિચારણા કરવી, તે અનુકૂળ તર્ક-દ્દષ્ટાન્ત. અને લાભ-ષ્ટિથી વિચારણા કરવી જોઇએ. તેમ જ ‘અપોહ' અર્થાત્ તત્ત્વથી પ્રતિપક્ષી વસ્તુ દા.ત. અહિંસાની સામે હિંસા કેવી કેવી રીતે અહિતકર એની તર્ક દ્દષ્ટાંત અને ગેરલાભની દૃષ્ટિથી વિચારણા કરવી જોઇએ. એ પછી (૭) ‘અર્થવિજ્ઞાન’ થાય એટલે કે તત્ત્વ પદાર્થનો ભ્રમ-સંશય વિનાનો ચોક્કસ રૂપનો નિર્ણય કરી લેવાનો. અંતે (૮) ‘તત્ત્વજ્ઞાન’ અર્થાત્ પદાર્થ-નિર્ણય થવા પર વસ્તુના