SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૦) ઉ શ્રોતાના આત્માની દ્દષ્ટિએ ભલે એ નિષ્ફળ ગઇ કહેવાય, પરંતુ પ્રભુના પોતાના આત્માની દૃષ્ટિએ એ નિષ્ફળ નથી ગઇ, સફળ થઇ છે. પોતાની આત્માની દ્દષ્ટિએ એ રીતે સફળ કે, પોતાને તીર્થંકર નામકર્મનું એટલું વેદન થયું, એટલી કર્મ-નિર્જરા થઇ, એ સફળતા થઇ કહેવાય. તીર્થંકર ભગવંતોને ચાર ઘાતી કર્મોના નાશ પછી બાકીના ચાર અઘાતી કર્મ ભોગવીને ખપાવવાના તો હોય જ છે. જેટલા પ્રમાણમાં એ ભોગવાય એટલો કર્મક્ષય થતો આવે છે. એનું ફળ અંતિમ સમયે સર્વ કર્મક્ષય થઇ મોક્ષ નીપજે છે. આ અપેક્ષાએ પ્રભુની પહેલી દેશના સફળ છે, નિષ્ફળ નથી. (૮) પરાદ્દષ્ટિ (टीका) परायां पुनर्दष्टौचन्द्रचन्द्रिकाभासमानो बोधः सद्धयानरूप एव सर्वदा विकल्परहितं मतः, तदभावेनोत्तमं શુદ્ધ, આરુઢારોહળવન્નાનુષ્ઠાનં प्रतिक्रमणादि, परोपकारित्वं यथाभव्यत्वं तथा पूर्ववदवन्ध्या क्रियेति । અર્થ :- ત્યારે ‘પરા' નામની દૃષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા(જયોત્સ્ના)ના પ્રકાશ જેવો બોધપ્રકાશ હોય છે. હંમેશા સમ્યધ્યાનરૂપ અને વિકલ્પ રહિત મનાયેલો છે. વિકલ્પ નથી માટે જ અહીં ઉત્તમ સુખ હોય છે. (નિર્વિકલ્પ દશા એટલે કોઇ અતિચાર નહિ, તેથી અહીં) પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન ક્રિયા નથી હોતી; જેમકે (પર્વત ૫૨) આરૂઢને આરોહણ નથી હોતું. વળી આ દૃષ્ટિમાં સામાની યોગ્યતા મુજબ પરોપકાર-કરણ હોય છે, તથા પૂર્વે પ્રભા દૃષ્ટિમાં કહ્યા અહીં અવન્મ ક્રિયા હોય છે. મુજબ વિવેચન ‘પ્રભા’ દૃષ્ટિમાં સૂર્યપ્રકાશ જેવો બોધ હતો તે હવે અહીં આઠમી ‘પરા' દૃષ્ટિમાં ચંદ્રમાંની શીતલ ચંદ્રિકા (જયોત્સ્ના)ના પ્રકાશ જેવો બોધ-પ્રકાશ હોય છે . પ્ર૦ સૂર્યપ્રકાશ કરતાં ચંદ્રપ્રકાશ તો ઝાંખો હોય, Acharya Shri Kailassagarsuri Gyanmandir ( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો તો અહીં શું સાતમી યોગદ્દષ્ટિમાંથી આઠમી દૃષ્ટિનો વિકાસ થાય એટલે બોધ પ્રકાશ ઝાંખો થઇ જાય ? ઉ–અહીં પ્રકાશ એટલે માત્ર વસ્તુની જાણકારીરૂપ બોધ નથી લેવાનો, પરંતુ એનું આત્મામાં વિશિષ્ટ પરિણમન લેવાનું છે, અર્થાત્ આત્માની બોધ-પરિણતિ લેવાની છે. અને બોધ-પરિણતિ ચીજ એવી છે કે આત્મામાં એનાથી કષાયો શમતા આવીને ઉકળાટ શાંત થતાં આવે છે. તેથી આત્મામાં સૌમ્યતા-શાંતતા-શીતલતા વધતી આવે છે. બોધ-પરિણિતિનું આ સ્વરૂપ હોય એટલે સહેજે સમજાય એવું છે કે, સૂર્યના પ્રકાશ કરતાં ચંદ્રની જયોત્સ્નાનો પ્રકાશ આ દૃષ્ટિમાં વધુ સૌમ્ય-શાંતશીતલછે. બોધ ધ્યાન રૂપ : ૮ મી પરાષ્ટિમાં બોધ-પ્રકાશ આવો અત્યંત સૌમ્ય-શાંત-શીતલ હોઇ એ બોધ હંમેશા ધ્યાનરૂપ જ હોય છે. આત્મામાં જ્ઞાનપ્રક્રિયામાં મનની અન્યાન્ય પદાર્થ તરફ દ્દષ્ટિ જતી હોઇ-અન્યાન્ય બોધ જનમ્યા કરે છે. એક જ્ઞાન નષ્ટ બીજી જ્ઞાન જનમ્યું. એ પણ પછીથી નષ્ટ અને ત્રીજા જ્ઞાન જાગે છે.એમ ચાલ્યા કરે છે. પરંતુ એમાં ચંચળતા છે. જયારે એક પદાર્થ પર બોધની સ્થિરતા થાય ત્યારે ધ્યાનદશા આવે છે. ૭ મી દૃષ્ટિમાં બોધ-દશામાંથી અવર નવર ધ્યાનદશા આવતી. તેથી એ બોધ-પ્રકાશ ધ્યાનનો હેતુ કહેવાય. અહીં આત્માની અતિ સૌમ્ય નિર્વિકલ્પ દશા હોઈ બોધપ્રકાશ સ્થિર હોઇને ઘ્યાનરૂપ બને છે. તેથી સર્વદા સમ્યગ્ર ધ્યાનરૂપતા કહી. નિર્વિકલ્પ કેમ ? ઃ બોધ-પ્રકાશની સૌમ્યતા એટલી બધી છે કે આત્મામાં હવે કશી આતુરતા રહેતી નથી. તેથી અન્યાન્ય વિકલ્પો ઊઠવાનો અવસર જ નથી રહેતો. એટલે અહીં મન વિકલ્પરહિત યાને નિર્વિકલ્પ દશાવાળું હોય છે. આવી નિર્વિકલ્પ દશા હોઇને જ ૮ મી દ્દષ્ટિમાં ઉત્તમ સુખ હોય છે. જયાં વિકલ્પ છે For Private and Personal Use Only
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy