________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાંચ અપૂર્વ કાર્યો )
મોંઘવારીમાં કામ લાગે.''
આ સાંભળતા પેલા ભાઇના દાનના ભાવ મંદા પડે છે. એમાં વળી ઘરે પહોંચી દાનની વાત કરતાં ઘરવાળા માંડે કે ‘આ ગગી પરણાવવાની છે, ગગાને દુકાન કરી આપવાની છે; એટલે હમણાં દાન કરીને શું કરશો ? હમણાં તો પૈસા બચાવી રાખો. આગળ સારું કમાઓ ત્યારે કરજો ને દાન ?' બસ, આ સાંભળતાં શું થાય ? પતી ગયા દાનના ભાવ ! એના મનને થશે કે ‘હમણાં દાનની ઉતાવળ કરવા જેવી નથી.'
અહીં ખરું જોતાં ઉપદેશથી જાગેલા દાનના ભાવ મજબૂત પકડી રાખવા જેવા હતા. એની સામે આવતા, જડ પુદ્ગલની દલાલીના બોલને ન-ગણ્ય કરવા જેવા હતા. ‘જડસેવા તો સંસારમાં અનંતીવાર કરી, એમાં આત્માની કશી આબાદી નહિ, પણ સરાસર બરબાદી જ થઇ છે. આબાદી તો દાનાદિ ધર્મથી જ થવાની છે, અને આગળ પ૨ જરૂરી પૈસા તો ભાગ્યાનુસાર મળી જ રહેવાના છે, માટે દાનની દુર્લભ તક ન ચૂકું...' ઇત્યાદિ વિચાર રાખીને દાનના ભાવમાં આગળ વધવાનું હતું, પણ તે ન આવડયું, કેમકે સામે જડના રાગની પ્રબળ પરિણિત ઊભી થઇ જીવને યથાપ્રવૃત્તકરણ પછી આવું થાય છે, શુભભાવની આડે રાગદ્વેષની ગાંઠ આવી ઊભી રહે છે તેથી જીવ આગળ અપૂર્વકરણના ભાવમાં ન વધતાં પાછો પડે છે.
ન
અનાદિ કાળથી જીવને આ ગાંઠ લાગેલી છે, તેથી જીવને દુન્યવી જડ-ચેતન પદાર્થોના પ્રબળ રાગ એવા ગળે વળગ્યા કે જયાં જરા યથાપ્રવૃત્તકરણનો શુભ ભાવ પ્રગટ થયો, તે હવે એ થોડો વિકાસ પામવા જાય એ પહેલાં જ એના મગજમાં એ દુન્યવી રાગનો એક યા બીજો વિષય મગજમાં ખડો થઇ જાય છે, અને એનો રાગ એ એવો અશુભભાવ છે કે પેલા શુભ ભાવને આગળ વધતો અટકાવી દે છે. એટલી બધી આ રાગની પ્રબળતાને ગ્રન્થિ કહેવાય છે. એને તોડીએ, અર્થાત્ એ પ્રબળ રાગને દબાવીએ, હટાવીએ, દૂર કરીએ, તો જ આગળ વધાય એમ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૯
ત્યારે પ્રશ્ન એ છે કે એ રાગદ્વેષની ગાંઠને ભેદનાર કોણ છે?
ગ્રન્થિભેદ અપૂર્વકરણથી થાય ઃ
જેમ યથાપ્રવૃત્તકરણમાં આત્માના ખાસ પુરુષાર્થ વિના એમ જ સહજભાવે શુભ આત્મવીર્ય ઉલ્લસ્યુ હતું, તેમ અપૂર્વકરણમાં નહિ; પણ અપૂર્વ યાને પૂર્વે નહિ જાગેલા એવા ખાસ પ્રબળ કરણથી-પુરુષાર્થથી નિર્ધારિત મન વડે અધિકાધિક શુભ અધ્યવસાયના આત્માવીર્યને ઉલ્લસાવાય, તો જ પેલી ગાંઠ ભેદાય. આ વીર્યોલ્લાસને અપૂર્વકરણ કહેવામાં આવે છે. ભૂલવાનું નથી કે આ માટે અંતરની વિચારસરણી, અધ્યવસાય, લેશ્યા વલણ વગેરેને ખૂબ જ ઉજજવળ, અપૂર્વ નિર્મળ કરવા જોઇશે. પછી તો ઇન્દ્રના વજની જેમ રાગદ્વેષની નિબિડ ગ્રન્થિને એ ભેદી જ નાખશે.
--
અપૂર્વકરણથી પાંચ અપૂર્વ કાર્યો :પહેલા અપૂર્વકરણમાં જ અપૂર્વઃ આમ જે આ અપૂર્વકરણ કરવામાં આવે છે, તેમાં કર્મસંબંધમાં અદ્ભૂત પાંચ વસ્તુઓ બને છે.
૧. સ્થિતિઘાત, ૨. રસધાત, ૩. ગુણશ્રેણી ૪. ગુણસંક્રમ અને ૫. અપૂર્વ સ્થિતિબંધ. અલબત્ પહેલા અપૂર્વકરણમાં અપૂર્વ ગુણસંક્રમ વિના ચાર જ અપૂર્વ બને છે. પરંતુ સમ્યક્ત્વ પામ્યા પછી અંતર્મુહૂર્ત સુધી ગુણસંક્રમ થાય છે, અને તે મિથ્યાત્વ-મિશ્ર-મોહનીયનો સમકિત મોહનીયમાં સંક્રમ અસંખ્ય ગુણવૃદ્ધિએ થાય છે.
સ્થિતિઘાત અને રસધાતમાં કર્મોની સ્થિતિ અને રસનો હ્રાસ થાય છે. એટલે કે યથાપ્રવૃત્તકરણમાં ભલે સહજભાવે છતાં પણ આત્મામાં એટલી શુદ્ધિ આવી હતી કે આત્માની સિલકમાં, પૂર્વે આયુષ્ય સિવાયના સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૭૦ - ૪૦ - ૩૦-૨૦ કોડાકોડી સાગરોપમ જેવી હતી, તે ઘટી ઘટીને ઠેઠ માત્ર એક કોડાકોડી સાગરોપમ જેટલી બની જાય છે ! એમાં ય પાછી એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી થાય છે, આને અંતઃકોડાકોડી સ્થિતિ કહે છે. આટલી તો યથાપ્રવૃતકરણમાં થાય; પણ હવે
For Private and Personal Use Only