SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૦) અપૂર્વકરણમાં આ સ્થિતિમાં પાછો ઘાત થઇ ઓછાશ થાય છે. એવી રીતે એમાંના અશુભ કર્મો અર્થાત્ પાપ કર્મની પ્રકૃતિઓના રસનો પણ ધાત થાય છે. તે સ્થિતિઘાત અને રસધાત કહેવાય છે. એક સ્થિતિઘાતમાં હજારો રસધાત થાય છે. સ્થિતિઘાતમાં વસ્તુ એવી બને છે કે કર્મોની સ્થિતિમાં જે ઉપરની સ્થિતિનાં દળિયા તેને ઉદય સન્મુખ જે નીચેની સ્થિતિવાળા કર્મના દળિયાં, તેના ભેગાં નાખવામાં આવે છે, અર્થાત્ ઉપરની સ્થિતિમાંથી ઉદયવતી કર્મ પ્રકૃત્તિઓનાં દલિકોને ઉદય સમયથી આરંભીને અંતર્મુહૂર્ત સુધીની સ્થિતિમાં અને એથી ઉપર પણ જયાં સુધી ધાત નથી થતો ત્યાં સુધીની સ્થિતિમાં રહેલ દલિકોમાં નાખવામાં આવે છે; ત્યારે અનુદયવતી કર્મપ્રકૃતિનાં દલિકોને ઉદય આવલિકા પછીના સમયથી પ્રારંભી અંતમુહૂર્ત સુધીના અને ઉપર જયાં સુધી ધાત નથી થતો ત્યાંસુધીની સ્થિતિમાં રહેલ દળિયામાં નખાય છે. આમ ઉપરની સ્થિતિમાં ધાત થાય છે. એની સાથે ૨સ ઘાતને યોગ્ય સર્વ દળિયાંનો રસ પણ અતિ મંદ કરવામાં આવે છે, એ રસઘાત થયો. તાત્પર્ય એ છે કે દરેક સમયદીઠ તે તે કર્મના જુદાં જુદાં દળિયાંને ઉદયમાં આવવાનું નકકી થયેલું છે, એટલે દા.ત. કોઇ કર્મને કોડાકોડી સાગરોપમના કાળની સ્થિતિ છે; આત્માની અંદર તેટલા કાળના બધા સમય પર જાણે તે કર્મના દળિયાં પથરાઇ ગયેલાં છે. તેથી જેમ જેમ તે તે સમય આવતા જાય, તેમ તેમ તે તે દળિયાં આત્માની અંદરથી ઉંચકાતા જાય અને ભોગવાતાં જાય. હવે જો એવું હોય કે કર્મ આમ જ ભોગવાઇને જ છૂટકારો પામતા હોય, તો પછી સર્વ કર્મોનો છૂટકારો શે થાય ? કેમકે પાછું કર્મ બાંધવાનું કામ તો સમયે સમયે ચાલુ જ છે, અને ક્રમસર ભોગવવા કોડાકોડી સાગરોપમો જોઇએ; તો એ બધા કયારે ભોગવાઇને પૂરા થાય ? અને કયારે આરો આવે ? પરંતુ એવું નથી બનતું. બાંધેલા કર્મ એમ જ અખંડ રહીને ક્રમશઃ ભોગવાતાં જાય, એવું મોટા ભાગે બનતું નથી. પરંતુ (યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો બંધાઈ ચુક્યા પછી પણ એના પર અનેક જાતનાં કરણ લાગીને ફેરફારો થાય છે. બંધાયેલા કર્મ પર લાગતાં કરણો ઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો બંધાયેલા કર્મો પર અનેક કરણો લાગુ થાય છે; જેમકે, સંક્રમણક૨ણ, ઉદીરણાકરણ, ઉદ્ધર્તનાકરણ,અપર્વતનાકરણ વગેરે. સંક્રમણમાં આ બંધાયેલા કર્મના જથામાંનાં કેટલાક કર્મદલિકો એ વર્તમાન સમયે બંધાતા સમાનજાતીય પણ વિરુધ્ધ કર્મના ભેગાં ભળી જાય છે. અને પછી એનું સ્વરૂપ ધારણ કરે છે. દા.ત. પૂર્વનાં બાંધેલ કેટલાક અશાતા કર્મનાં દલિકો વર્તમાનમાં શુભભાવના યોગે બંધાતા શાતા કર્મનાં દલિકો ભેગાં ભળી શાતારૂપે બની જાય છે. એવું વર્તમાન અશુભ ભાવના યોગે બંધાતા શાતા કર્મનાં દલિકો ભેગાં ભળી શાતારૂપે બની જાય છે. એવું વર્તમાન અશુભ ભાવના યોગે બંધાતા અશાતાવેદનીય કર્મના ભેગાં પૂર્વબદ્ધ કેટલાક શાતાકર્મ-દલિક ભળી અશાતારૂપ થાય છે. ઉદીરણા કરણથી મોડે ઉદયમાં આવવાનાં કર્મ-દળિયાં વહેલા ઉદયમાં આવે છે. જેમ ઝાડ પર રહીને મોડી પાકવાની કેરી ત્યાંથી ઉપાડી ઘાસ વગેરેમાં દબાવાથી વહેલી પાકે છે, તેમ ઉદીરણાથી કર્મ વહેલું પાકી જાય છે. અપર્વતના-કરણ કર્મોની બંધાયેલ સ્થિતિના કે કરે છે. હાસ આવી રીતે બાધેલા કર્મમાં ફેરફારો થાય છે. તો હવે જુઓ કે અપૂર્વકરણમાં એક કાર્ય સ્થિતિઘાતનું થાય છે ત્યાં સ્થિતિના છેલ્લે કાળે પાકવાના કર્મનો સ્થિતિ હ્રાસ થઇને ટૂંકી સ્થિતિ થઇ, તેથી કર્મોને પૂર્વકાળના એ ટૂંકી સ્થિતિકાળનાં કર્મોમાં નાખે છે; જેથી એ એની સાથે-સાથે ઉદયમાં આવી જાય એવાં કરવામાં આવે છે. એથી ઉપરની કાળસ્થિીતમાં કર્મ હવે રહ્યું નહિ, એટલે કર્મની સ્થિતિ એટલી ધટી ગણાય. એનું નામ સ્થિતિધાત. રસનો For Private and Personal Use Only
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy