________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્ષયોપશમમાંથી ક્ષાયિકમાં )
શું મિથ્યાત્વ (મિથ્યારુચિ) કે શું સમ્યક્ત્વ (સમ્યગ્રુચિ), એ ભાવો જન્મે છે તો આત્મામાં જ, જડમાં નહિ, તો પછી બંનેમાં શો ફરક છે ? –
ઉ છે તો એ બે પ્રકારના આત્માના જ ધર્મો યાને ભાવો; કિંતુ ક્રોધ, માન, મિથ્યાત્વ વગેરે ઔયિક ભાવો છે, ઔદયિક ધર્મો છે, ત્યારે ક્ષમા, મૃદુતા, સમ્યક્ત્વ વગે૨ે છે ક્ષયોપશમિકભાવો,
ક્ષાયોપશમિક ધર્મો.
કર્મના ઉદયથી જે ગુણ, ને જે ભાવ, જે ધર્મ પ્રગટે તે ઔદયિક કહેવાય; અને
કર્મોના ક્ષયોપશમથી જે પ્રગટે તે ક્ષાયોપશમિક ભાવ, ક્ષાયોપશમિક ધર્મ કે ક્ષાયોપશમિક ગુણ કહેવાય.
ક્રોધ, અભિમાન... વગેરે ભાવો-ધર્મો ક્રોધ મોહનીય કર્મ, માન મોહનીય કર્મ... વગેરે કર્મના વિપાકોદયથી જન્મે છે, માટે તે ઔયિક ભાવ, ઔયિક ધર્મ કહેવાય. ક્ષમા મૃદુતા... વગેરે ભાવો-ધર્મો ક્રોધમાનાદિ મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રગટે છે, તેથી તે ક્ષાયોપશમિક ભાવ, ક્ષાયોપશમિક ધર્મ કહેવાય. અજ્ઞાન અબુધપણું એ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી હોય છે; તેથી તે ઔયિક ધર્મ કહેવાય. જ્ઞાન એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટે છે માટે તે ક્ષાયોપશમિક ધર્મ કહેવાય, આમ સામાન્ય રીતે (૧) જેટલા દુર્ગુણો છે, દા.ત. મિથ્યાત્વ, ગુસ્સો, અભિમાન, કપટ, કામ, હાસ્ય શોક, વગેરે; તેમજ (૨) ગુણનો જે ઘાત છે દા.ત. અજ્ઞાન, નિદ્રા, દુર્બલતા, અ-લાભ વગેરે, તે બધા ઔદયિક ધર્મો છે. ત્યારે, જે સદ્ગુણો છે, દા.ત. જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ, ક્ષમા, મૃદુતા,... વગેરે, તે બધા ક્ષાયોપશમિક ધર્મ છે.
સદ્ગુણરૂપ ધર્મ બે જાતનાઃ ક્ષાયોપશમિક અને ક્ષાયિક :
હવે આગળ વધીને જુઓ. પૂર્વે સમ્યક્ત્વ, ક્ષમા, મૃદુતા વગેરે ક્ષાયોપશમિક ધર્મ કહ્યા, તેમાં ભય એ છે કે જો તેના જે વિરોધી કર્મ મિથ્યાત્વ મોહનીય, ક્રોધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૫
મોહનીય, માન મોહનીય,... વગેરે, તેનો વિપાકોદય પામે, તો એ સમ્યક્ત્વાદિ ગુણો પાછા ચાલ્યા જાય. પરંતુ જો સિલકમાં રહેલા એ મિથ્યાત્વ મોહનીયાદિ કર્મનો સર્વથા નાશ કરી નાખ્યો હોય, તો પછી કદાપિ એનો ઉદય થવાનો ભય જ ન રહે. આમ કર્મના સર્વથા ક્ષય પછી જે ગુણ પ્રગટે છે, તેને ક્ષાયિક ધર્મ કહેવાય છે. ક્ષાયિક એટલે કર્મના ક્ષય થકી નીપજતો ગુણ કે ધર્મ. એ નિપજાવવા માટે પ્રબળ પુરુષાર્થભર્યા સામર્થ્યયોગની જરૂર છે. ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી આ ક્ષમાદિ ક્ષાયિક ધર્મો પ્રગટાવવાનું બની શકતું નથી. એ તો એકમાત્ર સામર્થ્યયોગની જ એવી તાકાત છે કે એ ધાતીકર્મોની જડ ઊખેડી નાખે, અને ક્ષાયિક ધર્મ પ્રગટાવે. ક્ષાયોપશમિકમાંથી ક્ષાયિકમાં ઃ
હજે જયાં ક્ષાયિક ધર્મો પ્રગટયા એટલે ક્ષાયોપશમિક ધર્મો નહિ રહેવાના. કેમકે ક્ષાયોપશમિક ધર્મો કર્મના ક્ષયોપશમની અપેક્ષા રાખતા હતા. પરંતુ હવે જયારે કર્મ જ નથી રહ્યા, તો કર્મનો ક્ષયોપશમ પણ કયાંથી રહેવાનો ? તે નહિ તો ક્ષાયોપશમાધીન ક્ષાયોપશમિક ક્ષમાદિ ધર્મ પણ નથી રહેતા. ક્ષયોપશમ વખતે ઉદયમાં કર્મનો પ્રદેશોદય, કે મંદ રસોદય હોય છે; તેમજ સિલકમાં કર્મની સત્તા હોય છે; ત્યારે ક્ષાયિક વખતે તો કર્મનો સર્વથા ક્ષય થઇ જવાથી એ બેમાંનું કશું રહેતું નથી. તેથી જ ક્ષાયોપશમિક ધર્મ પણ નથી રહેતા. આથી એ આવ્યું કે સામર્થ્યયોગના ધર્મયોગમાં ક્ષાયોપશમિક ધર્મોનો ત્યાગ કરી ક્ષાયિક ધર્મો પ્રગટાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ ક્ષાયોપશમિક ધર્મોનો ત્યાગ એ સામર્થ્યયોગનું પહેલું સ્વરૂપ થયું, એને ‘ધર્મ-સંન્યાસ’ કહેવામાં આવે છે. સંન્યાસત્યાગ.
હવે ‘યોગ-સંન્યાસ’ પદમાં યોગ શબ્દનો અર્થ કર્યો કાયાદિ કર્મ; અર્થાત્ કાયા વાણી અને મનની ક્રિયા, પ્રવૃત્તિ, વ્યાપાર. દા.ત. કાયોત્સર્ગની ક્રિયા. એમાં કાયાનો સ્થિરીકરણનો વ્યાપાર થાય છે, વાણીના મૌન યોગનો વ્યાપાર ચાલે છે, તેમજ મનનો ધ્યાનનો વ્યાપાર થાય છે. ત્યારે ઉપદેશમાં કાયાનો
For Private and Personal Use Only