________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯)
રીત જુઓ તો ઠગાઓ.
વાત
મિત્ર-પરીક્ષાનું દૃષ્ટાન્ત : એક મંત્રીના ‘નિત્યમિત્ર' ગણાતા ભાઇબંધે અવસરે મંત્રીને બહાર કાઢયો,-‘રાજાનો દ્રોહ કરીને આવ્યા ? નીકળો બહાર !’’ ત્યારે ‘પર્વમિત્રે’ દિલસોજી દેખાડી, પણ સહાય ન કરી. જુહારમિત્ર મલ્યો, એણે કહ્યું, ‘ફિકર ન કરો.’ વસ્તુ જાણી લીધી. કેમકે મંત્રીએ જ કહ્યું કે “મેં રાજપુત્રનું ખૂન કર્યું છે, મને બચાવો.'' ખોટી હતી, પણ મિત્રની પરીક્ષા માટે મંત્રીએ જ એ વાત ઊભી કરી હતી. તે હારમિત્રે સાચી માની લીધી. અને મહાન રાજભય છતાં મંત્રીને ઘરમાં સંતાડી રાખ્યો. આમાં જુઓ કે નિત્યમિત્રની રીત દેખાવડી હતી. બે વખત રોજ મંત્રીના ઘેર મલવા આવતો, પણ મિત્રપણાની વસ્તુ બરાબર નહોતી. પર્વમિત્ર વારતહેવાર આવતો, પરંતુ એની ય મિત્રતા ખોટી હતી. ત્યારે જુહારમિત્રની રીત બહુ સામાન્ય; કોઇકવાર રસ્તે મળે ત્યારે જુહાર કરવાના એટલું જ. છતાં એનામાં મિત્રપણાની વસ્તુ ઉમદા હતી. તો કુટુંબના અને પોતાના જાનના જોખમે રાજાના કોપની સામે એણે મંત્રીને ગુપ્ત આશરો આપ્યો; કેમકે એ ઉમદા વસ્તુથી એનામાં ઉત્તમતા હતી.
મૂળ, મંત્રીએ ત્રણમાંથી સાચા મિત્રને પરખી લેવા પોતાનામાં કૃત્રિમ રાજદ્રોહનો ગુન્હો ઊભો કરેલો, જેથી એમાં કયો મિત્ર શરણું આપે છે એની ખબર પડે. એ માટે રાજપુત્રને પોતાને ત્યાં જમવા નોંતરી જમાડીને ભોંયરામાં સુવાડી મૂક્યો. પછી ઉપર આવી નોકરને કહે ‘મારાથી રાજકુમારનું ખૂન થઇ ગયું છે. હું બહાર જાઉં છું. તું કોઇને કહીશ નહિ.’’ કહીને ગયો મિત્રો પાસે. નોકરનું પેટ કેવું ? ઇનામની લાલચે રાજાને જઇને વાત કરી કે મંત્રીએ રાજપુત્રનું ખૂન કરી ભાગી ગયો છે. નોકર તે નોકર. આર્યદેશમાં હિસાબ મંડાતા હતા કે હલકાપણું નોકરમાં હોય, શેઠમાં નહિ. ઉછાંછળાપણું નાનામાં હોય, મોટામાં નહિ. અધીરપણું સ્ત્રીમાં હોય, પુરુષમાં નહિ. પણ આજે તો વિપરીત ઘણું દેખાય છે ! કેમકે આજે એવી કેળવણી નથી. સંસ્કૃતિને બદલે વિકૃતિની કેળવણી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
અપાય છે. પહેલાં તો સહુ સહુને પોતાના દરજજા મુજબનું ભાન હતું; વસ્તુને મહત્ત્વ આપતા, રીતને નહિ. મંત્રીએ મિત્રમાં સરભરાની રીત ન જોઇ, પણ સાચી મિત્રતા વસ્તુ છે એ જોયું. તો પૂછો,
પ્ર૦- વસ્તુ ને રીતનું મિલન ન હોય ?
૩૦– હોય, પણ વસ્તુ અને યોગ્ય રીતનું મિલન હોય. જો વસ્તુતત્ત્વ સમજાય કે ‘ખાવું એ પુષ્ટિ માટે છે,' તો રોગ ન આવે, ને પુષ્ટિ રહે, તો એની સાથે રીત કયી ? એ જ, કે ‘બે કોળિઆ ઓછા ખાવા જોઇએ. પ્રકૃતિ બગડે એવું વાયડું, તીખું, તમતમતું કે કફકારી ન ખવાય.'' પણ જેને રીતની જ ખબર ન હોય તે ? આજે તો પકવાન્ન પોથીઓ ફેરવાઇ ગઇ ! વસ્તુ ગત્યા આરોગ્ય-પ્રશાંતમન વગેરે વસ્તુની પરવા નથી, એટલે સાચીને ખોટી રીત કહે છે ! ને ખોટી રીતને મહા આશિર્વાદ રૂપ ગણે છે !
ત્રણ મિત્રનું દ્દષ્ટાંત કાયા, કુટુંબ અને ધર્મ એ ત્રણમાં લાગુ થાય છે.
મંત્રી સમાન આત્મા માટે કાયા એ નિત્યમિત્ર છે. શું કરે ? સદા સાથે રહે; ડાહી ડાહી વાતો કરે એટલું જ. આપણા ચાપાણી પી જાય, અને આપણને પાપ વધારી આપે ! એની ખાતર આપણે ઘસાવાનું, મૂંડાવાનું ને કચરાવાનું ! ને જયારે એ સમજે કે હવે કંઇ માલ નથી, એટલે આપણને કરે લટકતી સલામ ! તે આ કાયા ! આત્માનું પુણ્ય ખાઇ જનારી ને સુસંસ્કારો ચાવી જનારી આ કાયા ! એ સોનેરી ધર્મની તક ખાઇ જાય ! ત્યાગ-તપશ્ચર્યા ખાઇ જાય ! જન્મી ત્યારથી ખાવા માગે ! કશું નહિ તો અંગૂઠો મોંમાં ! શાતા માગે ! આરામી માગે ! હાડકા હરામ રાખે ! આમ કરીને, કાયા (૧) કષ્ટને આનંદથી વધાવવા-વેઠવાના સુસંસકાર, (૨) મહેનતના સુસંસ્કાર, અને (૩) જયારે ને ત્યારે ત્યાગ સેવાભાવ વગેરેના સુસંસ્કારને જગા ન આપે, સફળ ન થવા દે. સુસંસ્કારો શું કહે છે ?વ્રત-પચ્ચક્ખાણ બરાબર રાખ !'
ત્યાગ-તપ
ત્યારે કાયા શું કહે ?- ‘નિત્ય નવું ખાવા લાવ,
For Private and Personal Use Only