________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩ મિત્ર : કાયા-કુટુંબ-ધર્મ )
નવું સારું પીવા લાવ, પહેરવા લાવ, જોવાનું સુંઘવાનું લાવ, કોમળ સ્પર્શી લાવ.' આમ એ પુણ્યના થોક ખાઇ જાય છે ! પૂર્વના શુભ કર્મે આપેલી અપૂર્વ ધર્મકરણીની તકને કાયા રદબાતલ કરે છે ! કાયાને માન-પાન-સ્થાન-સ્થિતિ જોઇએ છે; એટલે કહે, ‘ધર્મ કરવાના સંયોગો નથી.' શું ? વાત સાચી છે ? કહે છે ‘કાયાના સંયોગો જુદા છે !'
પણ આપણે કોના સંયોગ જોવાના ? કાયાના કે આત્માના ?’
નિત્યમિત્ર એવી કાયા તો મૃત્યુ-રાજાનો હુમલો આવતાં આત્માને કહી દેશે ‘નીકળ અહીંથી,' અને કાઢી મૂકશે ! પેલા નિત્યમિત્રે મંત્રીને કહી દીધું હતું ને ? બાકી તો જીવતા જીવે કાયા શું શું પાપ નથી કરાવતી ? વાસુદેવની કાયા એને અઢળક પાપ કરાવી નરકમાં મોકલે છે. રૂડા-રૂપાળા ધર્મને ભૂલાવનારી બદમાશ કાયા છે. કાયાની બદમાશી તો બરાબર નજર સામે રાખવા જેવી છે. એને મિત્ર નહિ, પણ શત્રુ લેખવાની છે. તો જ એના મોહમાં ન પડાય, સુખશીલ મોજશોખી ન બનાય, અને કાયા દ્વારા જ પોતાના આત્માનાં હિત સાધતા રહેવાય.
પર્વમિત્ર તે કુટુંબ-પરિવાર. એ કાયાની જેમ નિરંતર સાથે નહિ, છતાં ઘણીવાર સાથે રહે છે. તે પણ થોડી ઘણી લુચ્ચાઇ કરી જાય.કુટુંબી એ મિત્ર ખરા, પણ કર્મની વાતમાં, ધર્મની વાતમાં નહિ ! આપણું પુણ્ય ખાઇ જાય, પુણ્ય વધારે નહિ ! વધારે રંગરાગ કોણ કરાવે ? સારા સારા વિષયોના ઉપભોગ કોણ કરાવે ? ચાડીચુગલી કોને ખાતર ? શું પોતાના આત્મા ખાતર ? ના રે ના, હિંસાથી માંડી મિથ્યાત્વશલ્ય સુધીનાં પાપો જો સેવાતાં હોય, તો પહેલા નંબરમાં નિત્યમિત્ર કાયા માટે, ને બીજા નંબરમાં પર્વમિત્ર સ્વજન માટે. સ્વજન એટલે પર્વમિત્ર, એ શું કરે ? ‘કાયા તું ય લહેર કર, ને મારે ય લહેર થાય.' ધારિણી દીક્ષાર્થી મેઘકુમારને મનાવે છે, “મને તો પુત્ર ! ધણી આશા હતી, કે હું વહુના છોકરાને રમાડીશ ! મારા કકળતા હૈયાને તો તું જો. તું મારો એકનો એક પુત્ર છે’’ સ્વજન શું કહે ? 'તું
Acharya Shri Kailassagarsuri Gyanmandir
02)
ઘરમાં રહે એટલે મોક્ષનું સર્ટિફિકેટ ! ઘડપણન આવે ! મૃત્યુ ન આવે !' કેમ એમ જ ને ? ભવાંતરમાં કયા સ્થાને જશો, તે કહેવા તો કોઇ તૈયાર નથી, પણ ત્યાં ભવાંતરે સારું મળે એટલુંય ક૨વા સ્વજન તૈયાર નથી ! આ પર્વમિત્ર. આ પર્વમિત્ર આપણાં મૃત્યુ વખતે માત્ર દિલસોજી દેખાડે પણ રક્ષણ ન આપે. પરલોકની દુર્ગતિની જેલમાં એકલા જવા દે, સાથે ન આવે.'
જાહાર મિત્ર ધર્મ છે. એ કહે છે કે ‘ભલેને તું દિવસો સુધી મને ન મળે, પણ કોઇવાર પણ મળે છે, તો હું તો તને મિત્ર જ ગણું, આપત્તિમાં સાથે ઊભો રહું.' આ મિત્ર પેલાની જેમ આપણું પુણ્ય ખાય નહિ, પણ પુણ્યને વધારી આપે. ત્યારે બીજી બાજુ પેલા બે પાપ વધારી આપે ! આ ધર્મમિત્ર પાપ વધારે નહિ, પણ પાપનો ક્ષય કરાવી આપે, અંતે મૃત્યુરાજાનો હુમલો આવે ત્યારે મહારક્ષણ આપે. જુહાર મિત્ર ‘ધર્મ’ એમ ન કહે કે ‘ચાલ્યો જા, એકલો’' એ તો જીવની કર્મ તરફથી થતી મૃત્યુ જેવી મહાદુર્દશા વખતે સાથે રહે, અને જીવને મહાશરણ, મહારક્ષણ, મહાસહાય આપે. પરલોકને જેલ સમાન નહિ, પણ મહેલ સમાન બનાવે. એટલું જ નહિ પણ છેવટે આ ધર્મમિત્ર આપણને મોક્ષનાં મહાસામ્રાજય અપાવે.
પર્વમિત્ર, નિત્યમિત્ર, ને હારમિત્ર. એમાંથી જુહારમિત્ર ધર્મ કોઇકવાર મળનારો. અર્થાત્ ચૌદ રાજલોકના વિશાળ ક્ષેત્રમાં માત્ર મધ્યલોકમાં, માત્ર અઢી દ્વીપમાં, ને તેય માત્ર પંદર કર્મભૂમિ પર જીવ મનુષ્યપણે આવે ત્યાં એ ચારિત્ર રૂપે ભેટે ! અનંત પુદ્ગલ પરાવર્તમાં ચરમાવર્તમાં આવે ત્યારે ભેટે ! એવો એ ધર્મમિત્ર જયારે અહીં મળવા આવ્યો હોય ત્યારે તેને હવે વધાવી લેવામાં પ્રમાદ કે બેદરકારી શા સારું ?
For Private and Personal Use Only
આમ હારમિત્રની બાહ્ય સરભરાની રીત કરતાં આંતરિક પ્રેમની વસ્તુ અલૌકિક છે. તેમ ધર્મશ્રવણ મળે ત્યાં ધર્મની વસ્તુ જોવી, પણ કેવી રીતે કહે છે તે રીત નહિ. એ શું કર્યું ? દુન્યવી ધોરણ