________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતીમાં બહાર પડયું તેને બધો યશ ભંડારીજીના સુપુત્રેનેજ ઘટે છે.
પુસ્તક પ્રકાશન સંબંધી આટલું વિવેચન કર્યા પછી, વાચક બંધુને બે શબ્દ કહેવા માગું છું. હિંદીની પ્રસ્તાવનામાં જે કાંઈ કહેવાનું હતું, તે ભંડારીએ કહી દીધું છે, તેમજ આવા નાના પુસ્તકને લાંબી પ્રસ્તાવનાની જરૂર પણ ન હોય. તેથી વધારે ન કહેતાં મારા સુજ્ઞ વાચકોને અહિં એટલું જ કહું છું કે, આ પુસ્તકને પહેલેથી છેલ્લે સુધી બરાબર ધ્યાનપૂર્વક વાંચી જશે. કદાચ એક વખત વાંચવાથી તે બરાબર ન સમજાય, તે બીજી વખત, ત્રીજી વખત, એમ બે ચાર વખત વાંચી જવાથી ભંડારીજીએ આ પુસ્તકમાં શું કહ્યું છે, તે બરાબર સચોટ રીતે આપના મગજમાં બેસી જશે. અને ત્યારે જ આ પુસ્તકની ઉપગિતાની આપને વધારે ખાત્રી થશે.
આ પુસ્તક રતલામની ધાર્મિક પરીક્ષા બોર્ડમાં પાચ પુસ્તક તરીકે ચાલે છે. અત્યારે કાઠિયાવાડ-ગુજરાતની જેનશાળાઓ પણ આ બેઈમાં જોડાએલ છે. તે પરીક્ષામાં બેસનાર દરેક ગુજરાતી બાળ-બાળાને આ પુસ્તક ઘણુંજ ઉપયોગી થઈ પડશે. રતલામની પરીક્ષામાં નહિ બેસનાર બાળ-બાળાઓને પણ આ પુસ્તક તેટલું જ ઉપયોગી છે. તેમજ જેનશાળાના દરેક વર્ગમાં આ પુસ્તક ચલાવવા જેવું છે, અને તે મુજબ ચલાવવાના વચને પણ કાઠીયાવાડગુજરાતની જૈન શાળાના સંચાલક પાસેથી મળી ગયાં છે.
For Private and Personal Use Only