________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
i
શુક્રનીતિ. nnvannmannnnnnnnnnnnnn इयच्च सञ्चितं द्रव्यं वत्सरेऽस्मिन्तृणादिकम् । व्ययीभूतमियच्चैव शेषं स्थावरजगमम् ।
इयदस्तीति वै राज्ञे सुमन्त्रो विनिवेदयेत् ॥ १०१ ॥ - આ વર્ષમાં તૃણાદિક સ્થાવર અને જંગમ પદાર્થોને આટલો સંગ્રહ કર્યો હતો. તેમાંથી આટલો ખર્ચ થયે, તે બાદ કરતાં આટલા સ્થાવર અને જંગમ પદાર્થ બાકી રહ્યા છે, ઇત્યાદિ સુમંત્રે રાજાને જણાવવું. ૧૦૧
पुराणि च कति ग्रामा अरण्यानि च सन्ति हि । कर्षिता कति भू: केन प्राप्तो भागस्ततः कति ॥ १०२॥ भागशेषं स्थितं तस्मिन्कत्यकृष्टा च भूमिका। भागद्रव्यं वत्सरेऽस्मिन्शुल्कदण्डादिजं कति ॥ १०३ ॥ अकृष्टपच्यं कति च कति चारण्यसम्भवम् । कति चाकरसञ्जातं निधिप्राप्तं कतीति च ॥ १०४ ॥ अस्वामिकं कति प्राप्तं नाष्टिकं तस्कराहृतम् । सञ्चितन्तु विनिश्चित्यामात्यो राज्ञे निवेदयेत् ॥ १०५॥ કેટલાં નગરે છે, કેટલાં ગ્રામ છે, કેટલાં જંગલો છે, કેટલી જમીન ખેડેલી છે, ખેડેલી જમીનમાંથી કેરું ધાન્યને ભાગ લે છે અને તે કેટલો લે છે, બાકી કેટલા ભાગ તે ક્ષેત્રમાં રહે છે, ખેડયા વિનાની કેટલી જમીન રહી છે, પ્રતિવર્ષે આ દેશમાં કારમાંથી તથા લોકોને દંડ કરવામાંથી કેટલું ધન ઉત્પન્ન થયું, બેડ વિના કેટલું ધાન્ય નિપજ્યું, જંગલમાંથી કેટલું ધન મળ્યું, ખાણમાંથી કેટલું ધન મળ્યું, રસ્તા પરથી નિધણીયાતું કેટલું ધન મળ્યું, ગુમ થયેલું ધન કેટલું મળ્યું, ચોરેને દંડ કરતાં કેટલું ધન આવ્યું. આ સર્વ બાબત ઉપર સારી રીતે નિર્ણય કરીને અમાત્ય રાજાને જણાવવું ૧૦૨–૧૦૫
समासाल्लक्षणं कृत्यं प्रधानदशकस्य च । उक्तं तल्लिखितैः सर्व विन्द्यात्तदनुदर्शिभिः ॥ १०६ ॥ આ પ્રમાણે પુરોહિત વગેરે દશ પ્રકૃતિ મંડળનાં લક્ષણ તથા કામ ટુકામાં કહ્યાં. રાજાએ પુરોહિત વગેરેનાં લક્ષણ અને કામમાં જે પ્રમાણે દર્શાવ્યું છે તે પ્રમાણે અને પુરોહિત આદિનાં લખાણો પરથી સર્વ જાણું લેવું. ૧૦૬
परिवर्त्य नृपो ह्येतान्युञ्ज्यादन्योऽन्यकर्मणि ॥ १०७ ॥
For Private And Personal Use Only