________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
પ્રતિનિધિએ હમેશાં અહિત છતાં પણ જે કાર્ય કરવા યોગ્ય હોય તે કામ રાજાને નિવેદન કરવું, તેની પાસે કરાવવું અને પોતે કરવું; પરંતુ હિતકારક છતાં જે કામ કરવું અનુચિત હોય તે કામ પતે કરવું નહીં, તેમ રાજાને નિવેદન પણ કરવું નહીં. ૮૮.
सत्यं वा यदि वाऽसत्यं कार्य्यनातञ्च यत्किल ।
सर्वेषां राजकृत्येषु प्रधानस्तद्विचिन्तयेत् ॥ ८९॥ રાજકાજમાં સઘળાં સાચાં તથા બેટાં જે કામ થતાં હોય તેને પ્રધાને નિપુણ દૃષ્ટિથી તપાસ કરવો. ૮૯
गजानाञ्च तथाश्वानां रथानां पदगामिनाम् । सुदृढानां तथोष्ट्राणां वृषाणां सद्य एव हि ॥९॥ बाह्यभाषासु संकेतव्यूहाभ्यसनशालिनाम् । प्राक्प्रत्यग्गामिनां राज्यचिहशस्त्रास्त्रधारिणाम् ।।९१॥ परिचारगणानां हीनमध्योत्तमकर्मणाम् । अस्त्राणामस्त्रजातीनां संघः स्वतुरगीगणः ॥ ९२ ॥. कार्यक्षमश्च प्राचीनः साद्यस्कः कति विद्यते । का-समर्थः कत्यस्ति शस्त्रगोलाग्निचूर्णयुक् ॥९३ ॥ सांग्रामिकश्च कत्यस्ति सम्भारस्तान्विचिन्त्य च ।
सचिवश्चापि तत्कायं राज्ञे सम्यनिवेदयेत् ॥ ९४ ॥ હાથીઓના, ઘોડાના, રથના, પાળાઓના, મજબૂત બાંધાના ઉંટ તથા બળદેના, પરદેશની ભાષા જાણવાના સંકેતમાં નિપુણતા ધરાવનારા લોકોના, ન્યૂહરચના જાણનારાઓના, પૂર્વ પશ્ચિમ આદિક દેશમાં જનારા લોકોના, રાજ્યનાં ચિન્હો ધારણ કરનારાઓના, શસ્ત્ર તથા અઅધારી લોકેાના, સાધારણ, મધ્યમ તથા ઉત્તમ કામ કરનારા સેવકેના, અસ્ત્રશસ્ત્રના તથા તેની જુદી જુદી જાતિઓના નિયમને બરાબર તપાસ કરો. અને કામ કરી શકે તેવા જુના ઘોડેશ્વાર તથા નવા ઘોડેશ્વાર કેટલા છે, તથા કામ ન કરી શકે તેવા જુના તથા નવા ઘોડેશ્વાર કેટલા છે, હથીયાર, ગોળ, દારૂ વગેરે સંગ્રામની સામગ્રી કેટલી છે, તે સઘળાને વિચાર કરીને તે સંબંધી સઘળું કામ સચિવે રાજાને સારી રીતે જણાવવું. ૯૦–૮૪
For Private And Personal Use Only