________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ. विद्यया कर्मणा शील: प्रजाः संरञ्जयन्मुदा । त्यागी च सत्यसम्पन्नः सर्वान्कुर्याद्वशे स्वके ॥ ४९ ॥ शनैः शनैः प्रवर्दैत शुक्लपक्षमृगांकवत् । एवं वृत्तो राजपुत्रो राज्यं प्राप्याप्यकंटकम् ॥ ५० ॥ सहायवान्सहामायश्चिरं भुक्ते वसुन्धराम् ।
समासतः कार्यमुक्तं युवराजस्य यद्धितम् ॥ ११ ॥ તથા પ્રેમપૂર્વક વિદ્યાવડે, કર્મવડે અને સુસ્વભાવવડે સમસ્ત પ્રજાને રંજન કરવી અને ત્યાગી તથા સત્યવાદી થઈ સમસ્ત લેકે પોતાને વશ કરવા. આ પ્રમાણે આચરણ કરતે રાજકુમાર, શુક્લપક્ષના ચંદ્રની પેઠે ધીરેધીરે વૃદ્ધિ પામે છે; અને નિરકંટક રાજ્ય મેળવીને સારા સહાયક તથા મંત્રીની સાથે રહીને ચિર કાળ સુધી પૃથ્વીનું રાજ્ય ભગવે છે. આ પ્રમાણે યુવરાજનું હિતકારક જે કાર્ય હતું તે સર્વ કાર્ય ટુંકામાં કહી બતાવ્યું. ૪૯-૫૧
અમાત્યાદિકનાં લક્ષણ. समासादुच्यते कृत्यममात्यादेश्च लक्षणम् ।
મૃત્યુઝમાળવામ: સમન્ ! ૬૨ / હવે કાર્યભારી વગેરેનાં કામ તથા કોમળ, ગંભીર, પ્રમાણિક, જાતિ અને ભાષા આદિક સહિત - લક્ષણે ટૂંકમાં કહું છું. તાત્પર્ય-એ કે કાર્યભારી કોમળ છે કે ગંભીર પ્રમાણિક છે કે કેમ, કઈ જાતિને છે અને તેનું બાલવું કેવું છે વગેરે લક્ષણે કહેવામાં આવે છે. પર
परीक्षकैीवयित्वा यथा स्वर्ण परीक्ष्यते । कर्मणा सहवासेन गुणैः शीलकुलादिभिः ॥ ५३॥ भृत्यं परीक्षयेन्नित्वं विश्वास्यं विश्वसेत्सदा । नैव जातिर्न च कुलं केवलं लक्षयेदपि ॥ १४ ॥ જેમ સેની લોકો સેનાને ગાળીને તેની પરીક્ષા કરે છે તેમ રાજાએ કર્મ, સહવાસ, ગુણ, શીળ તથા કુળ વગેરે બાબતથી સેવકની નિત્ય ૫રીક્ષા કરવી; અને જે તે વિશ્વાસપાત્ર જાણવામાં આવે તો તેનો સદા વિશ્વાસ કરો, પણ કેવળ જાતિ કે કુળ ઉપરજ વિચાર કરવો નહીં–તેમ કરવાથી ઘણું હાની થાય છે. ૫૩-૫૪
कर्मशीलगुणाः पूज्यास्तथा जातिकुले नहि । न जात्या न कुलेनैव श्रेष्ठत्वं पतिपद्यते ॥ ५५ ॥
For Private And Personal Use Only