________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુવરાજના ધર્મ.
/
/
-
तत्कर्म नियतं कुर्य्यायेन तुष्टो भवोत्पता । तन्न कुर्याद्येन पिता मनागपि विषीदति ॥ ४३ ॥ यस्मिन् पितुर्भवेत्प्रीतिः स्वयं तस्मिन्प्रियञ्चरेत् । यस्मिन्द्वेषं पिता कुर्यात्स्वस्यापि द्वेष्य एव सः ॥ ४४ ॥ असन्मतं विरुद्धं वा पितु व समाचरेत् । चारसूचकदोषेण यदि स्यादन्यथा पिता ॥ ४५ ॥ प्रकृत्यनुमतं कृत्वा तमेकान्ते प्रबोधयेत् ।
अन्यथा सूचकान्नित्यं महद्दण्डेन दण्डयेत् ॥ ४६॥ રાજકુમારે, જગતમાં ઉત્તમ રાજ્ય મેળવ્યા પછી પણ જે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તો તેઓ દાસની માફક, યયાતિ રાજાના પુત્રોની માફક અને વિશ્વામિત્રના પુત્રની માફક રાજ્યપદ ઉપરથી ભ્રષ્ટ થાય છે; માટે રાજપુત્રોએ નિરંતર મન, વાણી અને કાયાથી પિતાની સેવામાં પરાચણ રહેવું જે કામ કરવાથી પિતા પ્રસન્ન થાય તે કામ નિત્ય કરવું અને જે કામ કરવાથી પિતાના મનમાં જરાપણ ખેદ થાય તે કામ કરવું નહીં. જેના ઉપર પિતાને પ્રેમ હોય તેના ઉપર રાજપુત્રે પણ પ્રેમ રાખવો અને જેના ઉપર પિતાની અપ્રીતિ હોય તેને રાજકુમારે પોતાને પણ શત્રુ ગણવો. જે બાબતમાં પિતાને મત ન હોય અથવા તો પિતાના વિચારથી વિરૂધ્ધ હોય તેવું કામ કરવું જ નહીં. પિતા દૂતોને લીધે તથા ચાડી કરનારા લોકેના દોષને લીધે પોતાની સાથે જે વિપરીત વર્તતો હોય તે, પ્રકૃતિ મંડળનો વિચાર લઈને એકાંતમાં પિતાને સમજાવો અને સમજાવવા છતાં પણ પિતાને સંતોષ થાય નહીં તો ચાડી ખાનારા ગુપ્તદૂત વગેરે શઠ લોકેાને નિરંતર મહાશિક્ષા કરવી. ૪૧–૪૬
प्रकृतीनाञ्च कपटस्वान्तं विद्यात्सदैव हि ।। प्रातर्नत्वा प्रतिदिनं पितरं मातरं गुरुम् ॥ ४७ ॥ राजानं स्वकृतं यद्यन्निवेद्यानुदिनं ततः । एवं गृहाविरोधेन राजपुत्रो वसेदृहे ॥ ४८ ॥ તથા રાજકુમારે નિરંતર પ્રકૃતિમંડળના મનનું કપટ જાણતા રહેવું ( કાર્યભારી વર્ગ કપટથી રમે છે કે નિષ્કપટથી રમે છે તેની શોધ. કરતાં રહેવું.) પ્રભાતમાં ઉઠી નિત્ય પિતા માતા તથા ગુરૂને નમસ્કાર કરવા અને પોતે જે જે કાર્ય કર્યા હોય તે તે સર્વ કાર્ય, પ્રતિ દિવસ રાજાને નિવેદન કરવાં. આ પ્રમાણે રાજપુત્રે ઘરમાં સર્વની સાથે અનુકૂળ થઈને રહેવું. ૪૭-૪૮
* યયાતિના પુત્ર યદુ વગેરેની કથા. મહાભારત આદિપર્વ અ. ૮૪ જુવો. * વસિષ્ઠના પુત્ર મધુ ની કથા. વાલ્મિકી રામાયણ બાળકાંઠ અ ૬૨ મો જુવો.
For Private And Personal Use Only