________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ.
પામ્યા હતા. માટે રાજાએ અભિમાન ત્યાગ કરી રાખવા. ૧૦-૧૧
પુરૂષોને સહાય તરિકે
યુવરાજ વિચાર, युवराजोऽमात्यगणो भुजावेतौ महीभुजः । तावेव नयने कर्णौ दक्षसव्यौ क्रमात्स्मृतौ ॥ १२ ॥ बाहुकर्णाक्षिहीनः स्याद्विना ताभ्यामतो नृपः । योजयेच्चिन्तयित्वा तौ महानाशाय चान्यथा ॥ १३ ॥ યુવરાજ અને કાર્યભારી વર્ગ આ બને, ક્રમવાર રાજાની જમણ અને ડાબી ભુજા, આંખ તથા કાન ગણાય છે. જે આ બે ન હોય તે રાજા હાથ, આંખ અને કાન વગરને કહેવાય છે. માટે રાજાએ યુવરાજ અને કાર્યભારી તે બન્નેની પરીક્ષા કરીને તે બન્નેની તેમના સ્થાન ઉપર નિમણુંક કરવી. બરાબર તપાસ કર્યા વિના રાજા યુવરાજની તથા કાર્યભારીની નિમણુંક કરે છે તો મંત્રી કે યુવરાજ મહાઅનર્થ કરે છે. ૧૨-૧૩
मुद्रां विनाखिलं राजकृत्यं कर्तुं क्षमं सदा। कल्पयेवराजार्थमौरसं धर्मपत्निजम् ॥ १४ ॥ स्वकनिष्ठं पितृव्यं वानुजं वाग्रजसम्भवम् । पुत्रं पुत्रीकृतं दत्तं यौवराज्येऽभिषेचयेत् ॥ १५ ॥ क्रमादभावे दौहित्रं स्वप्रियं वा नियोजयेत् । स्वहितायापि मनसा नैतान्संकर्षयेत्क्वचित् ॥ १६ ॥ હંમેશાં આળસ રહિત થઈ, રાજ્યને વહીવટ ચલાવવા સમર્થ, એવા પતાની ધર્મપતીથી ઉત્પન્ન થયેલા, ઔરસ પુત્રને યુવરાજનું પદ આપવું.
ઔરસ પુત્ર ન હોય તો પોતાના નાનાભાઈને, અથવા તે અવસ્થામાં પિતાથી નાના પોતાના કાકાને અથવા મોટા ભાઈના પુત્રને અથવા તો પુત્ર તરિકે લીધેલા દત્તક પુત્રને યુવરાજના સ્થાનક ઉપર નિમવો. ઉપર જણાવેલા પુરૂષોમાં કઈપણું ન હોય તો પછી ક્રમવાર પોતાના દેહિતરાને અથવા તે પોતાના પ્રેમપાત્ર મનુષ્યને યુવરાજની જગ્યા ઉપર નિમ; અને પિતાના હિતને માટે રાજાએ તે યુવરાજનું મન કોઈ દિવસ દુભાવવું નહીં. ૧૪-૧૬
स्वधर्मनिरतान्शूरान्भक्तानीतिमतः सदा । संरक्षयेद्राजपुत्रान्बालानपि सुयत्नतः ॥ १७ ॥
For Private And Personal Use Only