________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુવરાજ વિચાર.
રાજપુત્રો સદા સ્વધર્માનુસારી, શૂરવીર, નિરંતર ભક્તિમંત, નીતિસંપન્ન તથા બાળક હોય છતાં પણ, રાજાએ પ્રયત્નપૂર્વક તેની સંભાળ રાખવી. ૧૭
लोलुभ्यमानास्तेऽर्थेषु हन्युरेनमरक्षिताः । रक्ष्यमाणा याद छिद्रं कथञ्चित्प्राप्नुवन्ति ते ॥ १८ ॥ सिंहशावा इव नन्ति रक्षितारं द्विपं द्रुतम् । રાજા, રાજકુમારોને ધનમાં લોભાવે છે અને તેને સ્વતંત્ર વર્તવા દે છે તો તેઓ રાજાનો નાશ કરે છે અને રાજ કદાચ તેઓને પિતાના સ્વાધિનમાં રાખે છે તો પણ કઈ રીતે રાજાનું છિદ્ર તેઓના જણવામાં આવે છે તે તેઓ સિંહનાં બચ્ચાં જેમ હાથીને નાશ કરે છે તેમ રાજાનો તુરત નાશ કરે છે. ૧૮
राजपुत्रा मदोद्भूता गजा इव निरंकुशाः ॥ १९ ॥ पितरञ्चापि निघ्नन्ति भ्रातरं त्वितरं न किम् । मूखे बालोऽपीच्छतिस्म स्वाम्यं किं नु पुनर्युवा ? ॥ २० ॥ નિરકુશ હાથીની પેઠે મદમત્ત થયેલા અને મર્યાદા રહિત રાજપુત્રો જ્યારે પિતાને અને ભાઈનો નાશ કરે છે ત્યારે બીજાને શા માટે નાશ કરે નહીં? મૂર્ખ તથા બાળક પણ પ્રભુતા મેળવવાની ઈચ્છા કરે છે ત્યારે તરૂણ પુરૂષ શા માટે પ્રભુતા મેળવવાની ઈચ્છા કરે નહીં? ૧૯-૨૦
स्वात्यन्तसन्निकर्षण राजपुत्रांस्तु रक्षयेत् । सद्धृत्यैश्चापि तत्स्वान्तं छलैत्विा सदा स्वयम् ॥ २१ ॥ सुनितिशास्त्रकुशलान्धनुर्वेद विशारदान् । क्लेशसहांश्च वाग्दण्डपारुष्यानुभवान्सदा ॥ २२ ॥ शौर्ययुद्धरतान्सर्वकलाविद्याविदोऽञ्जसः ।
सुविनीतान्प्रकुर्वीत ह्यमात्याद्यैर्नृपः सुतान् ॥ २३ ॥ માટે રાજાએ પોતે નિરંતર કુશળતા વાપરીને, સારા અનુચરો દ્વારા, રાજપુત્રોને મનને અભિપ્રાય જાણી લેવો અને તેઓને પોતાની નિકટમાં રાખીને તેનું રક્ષણ કરવું; અને રાજાએ કાર્યભારી આદિક દ્વારા રાજકુમારને સારાં નીતિશાસ્ત્રમાં કુશળ કરવા, ધનુર્વેદ વિદ્યામાં વિશારદ કરવા, નિરંતર કલેશ સહન કરી શકે તેવા દઢ બનાવવા, કટુવાણી તથા મહા શિક્ષા સહન કરી શકે તેવા બનાવવા, શૌર્ય રસમાં, અને યુદ્ધમાં નિપુણ કરવા, સર્વ કળામાં અને વિદ્યામાં જાણીતા કરવા તથા શીવ્રતાથી કામ કરનારા અને રૂડા વિનયસ પન્ન બનાવવા. ૨૧-૨૩
For Private And Personal Use Only