________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાદિકના લક્ષણ.
ચાકર બનાવ્યો છે અને તે નિત્ય પ્રજાનું રક્ષણ કરે છે માટે તેને બ્રહ્માએ પ્રજાને સ્વામી બનાવ્યા છે-તાત્પર્ય એ કે રાજા કરરૂપી પગાર લેવાથી પ્રજાને ચાકર છે અને રક્ષણ કરવાથી તેને સ્વામી છે. ૧૮૮
सामन्तादिसमा ये तु भूत्या अधिकृता भुवि ।
ते तु सामन्तसंज्ञाः स्यूराजभागहराः क्रमात् ॥ १८९॥ પૃથ્વી ઉપર જેઓને અમૂક પગાર ઠરાવીને રક્ષણ કરવા માટે રાખવામાં આવ્યા હોય તેઓને પ્રથમ કહેલા સામંત સરખા જાણવા, પણ સામત જાણવા નહીં; અને તે સામંત ક્રમવાર રાજ્યમાંથી પોતાને ભાગ ગ્રહણ કરે છે અને તેઓનું નામ સામંત કહેવાય છે. ૧૮૯
सामन्तादिपदभ्रष्टास्तत्तुल्यं भृतिपोषिताः ।
महाराजादिभिस्ते तु हीनसामन्तसंज्ञकाः ॥ १९०॥ જેઓ સામંત આદિ પદવીથી પદભ્રષ્ટ થયા હોય તેવાને મહારાજ વગેરે સંજ્ઞાવાળા રાજાઓ પગાર આપીને સામંતના પ્રમાણે તેનું પોષણ કરતા હોય તેને હીન સામંત જાણવા. (૧૯૦
शतप्रामाधिपो यस्तु सोऽपि सामन्तसंज्ञकः । शतग्रामे चाधिकृतोऽनुसामन्तो नृपेण सः ॥ १९१ ॥ अधिकृतो दशग्रामे नायकः स च कीर्तितः ।
आशापालोऽयुतग्रामभागभाक् च स्वराडपि ॥ १९२ ॥ રાજાએ જેને સે ગામને અધિપતિ ઠરાવ્યો હોય તેને સામંત જાણો; અને જેને સે ગામને અધિકારી નિમ્યો હોય તેને અનુસામંત જાણો; જેને દશ ગામને અધિકારી બનાવ્યો હોય તેને નાયક કહેવો તથા જે દશહજાર ગામની ઉપજ લેતે હોય તેને દિગ્ધાળ અથવા તે સ્વરાટુ કહે. ૧૯૧-૧૯
ગ્રામાદિકના લક્ષણ. भवेत्क्रोशात्मको ग्रामो रूप्यकर्षसहस्रकः। ग्रामार्द्धकं पल्लिसंज्ञं पलय कुन्भसंज्ञकम् ॥ १९३ ॥ જે ભૂમિને વિસ્તાર એક ગાઉમાં હોય અને તે જમીન વર્ષ દહાડે એક હજાર રૂપાના કર્ણની પેદાયસ આપતી હોય તે ગ્રામ કહેવાય છે જે જમીનને વિસ્તાર અદ્ધ ગાઉમાં હોય તથા પાંચશે રૂપાના કથની ઉપજ આપતી હોય તે પલલી કહેવાય છે; જે ભૂમિનો વિસ્તાર પા ગાહ હોય અને જેની ઉપજ વર્ષે દહાડે અઢીસે કર્ષની હોય તે કુંભના નામથી ઓળખાય છે. ૧૫
For Private And Personal Use Only