________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકનીતિ.
અધ્યાય ૧ મે. (પરિશિષ્ટ.)
પ્રકરણ ૧ લું,
સક્ષેપ બેધ. नीतिशेष खिले वक्ष्ये ह्याखिलं शास्त्रसम्मतम् । सप्ताङ्गानान्तु राज्यस्य हितं सर्वजनेषु वै ॥ १ ॥ આ પરિશિષ્ટ અધ્યાયમાં રાજ્યનાં સાત અંગનું તથા સર્વ મનુષ્યનું હિતકારી, શાસ્ત્ર માન્ય સર્વ અવશિષ્ટ નીતિ સંક્ષેપમાં કહીશ. ૧
शतसंवत्सरान्तेऽपि करिष्याम्यात्मसाद्रिपुम् । इति सञ्चिन्य मनसा रिपोश्छिद्राणि लक्षयेत् ॥२॥ હુ વર્ષે પણ શત્રુઓને સ્વાધીન કરીશ, આમ મનની સાથે વિચાર કરીને શત્રુનાં છિદ્રા જોયા કરવાં. ૨
राष्ट्रभत्यविशङ्की स्याद्धीनमन्त्रबलो रिपुः ।। युक्त्या तथा प्रकुर्वीत सुमन्त्रबलयुक्स्वयम् ॥ ३॥
સારા મંત્રી તથા બળશાળ રાજાએ પોતે શત્રુ જેમ પોતાના દેશ ઉપર તથા અનુચર ઉપર શંકિત રહે અને તેનાં મંત્ર તથા બળ વિનાશ પામે તેમ યુક્તિ રચવી. ૩
सेवया वा वणिग्वृत्त्या रिपुराष्ट्रं विमृश्य च । दत्ताभयं सावधानो व्यसनासक्तचेतसम् ॥४॥ मानारलुब्धबकवत्सन्तिष्ठन्नाशयेदारिम् ॥ ५ ॥
રાજાએ સાવધાન રહીને સેવાથી અથવા તે વ્યાપાર વૃત્તિથી શત્રુના રાજ્યનો સ વહીવટ તપાસી લેવો, અને પિતાના રાજ્યમાં મીંદડાની પેઠે અથવા તો પારધિની પેઠે તત્પર રહીને શત્રુ રાજાને અભય આપી જ્યારે તે કામાદિકમાં આસક્ત થાય ત્યારે તેને નાશ કરો. ૪-૫
सेनां युद्धे नियुञ्जीत प्रत्यनीकविनाशिनीम् । न युज्याद्रिपुराष्ट्रस्थां मिथः स्वद्वेषिर्णी न च ॥ ६ ॥
યુદ્ધમાં શત્રુની સેનાને નાશ કરનારી સેનાને નિમવી. પરંતુ શત્રુના દેશમાં રહેનારી અને પરસ્પર પોતામાં ઈર્ષા કરનારી સેનાને યુધ્ધ પ્રસંગે નિમવી નહિ. ૬
For Private And Personal Use Only