SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ શુકનીતિ. પ્રતાપી પરશુરામે અને ભાગ્યશાળી અંબરીષ રાજાએ કામાદિક છે રિપુને ત્યાગ કરવાથી લાંબાકાળ પર્યત પૃથ્વી ઉપર રાજ્ય કર્યું હતું. ૧૪૬ वर्धयनिह धर्मार्थो सेवितौ सद्भिरादरात् । निगृहीतेन्द्रियग्रामः कुर्वीत गुरुसेवनम् ॥ १४७ ॥ शास्त्राय गुरुसंयोगः शास्त्रं विनयवृद्धये । विद्याविनीतो नृपतिः सतां भवति सम्मतः ॥ १४८ ॥ મનુષ્ય જગતમાં દ્રિય થઈ પુરૂષ સેવેલા ધર્મ તથા અર્થમાં આદરપૂર્વક વધારે કરતા જવું અને ગુરૂજનની સેવા કરવી. શાસ્ત્રને અભ્યાસ કરવા માટે ગુરૂજનની સેવા કરવી. અને વિનયમાં વૃદ્ધિ કરવા માટે શાસ્ત્રને અભ્યાસ કરવા કહ્યું છે; કારણકે વિદ્યાભ્યાસ કરવાથી રાજા વિનીત થાય છે અને વિનયવંત રાજા સપુરૂષોમાં માનીતે થાય છે. ૧૪૭-૧૪૮ प्रेठमाणोऽप्यसदृत्तै कार्येषु प्रवर्त्तते । श्रुत्या स्मृत्या लोकतश्च मनसा साधुनिश्चितम् ॥ १४९॥ यत्कर्म धर्मसंज्ञं तद्वयवस्यति च पांडतः । आददानप्रतिदानकलासम्यक् महीपतिः ॥ १५० ॥ દુરાચરણું લોકો નિચ કામ કરવાનું કહે તથાપિ જે રાજા તેવાં કાર્ય કરતું નથી, પણ વેદ, સ્મૃતિ અને લોકાચારને અનુસરીને પોતાના મનમાં સારી રીતે નિર્ણય કરેલું ધર્મ કર્મ કરે છે તથા દેવા લેવાની કળામાં ઘણે નિપુણ હોય છે-એટલે કે કયાં દાન આપવું અને તે કેટલું તથા કેમ-તે જાણે છે તથા લેવાની બાબતમાં પણ કુશળ હોય છે તે રાજાને પંડિત જાણ. ૧૪-૧૫૦ जितेन्द्रियस्य नृपतेर्नीतिशास्त्रानुसारिणः । भवन्त्युच्चलिता लक्ष्म्यः कीर्तयश्च नभस्पृशः ॥ १५१॥ જે રાજા છદ્રિય હોય અને નીતિ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તતો હોય તે રાજાની સંપત્તિ વૃદ્ધિ પામે છે અને તેની કીર્તિ આકાશને સ્પર્શ કરે છે અર્થ સ્વર્ગ સુધી જાય છે. ૧૫૧ ચાર વિદ્યા ભણવી. आन्वीक्षिकी त्रयी वार्ता दण्डनीतिश्च शाश्वती । विद्याश्चतस्त्र एवैता अभ्यसेन्नृपतिः सदा ॥ १५२॥ રાજાએ નીતિ શાસ્ત્રમાં કુશળ થવા માટે નિત્ય માનિવણિ, કથા, વાર્તા અને સંપતિ આ ચાર વિદ્યાને અભ્યાસ કરવો. ૧૫૨ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy