________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
उद्यतेषुमथो दृष्ट्वा ब्राह्मणं क्षत्रबन्धुवत् । यो हन्यात्समरे क्रुद्धं युध्यन्तमपलगायतम् । ब्रह्महत्या न तस्य स्यादिति धर्मेषु निश्चयः ॥ ३२७ ॥
જે બ્રાહ્મણ યુદ્ધમાં ક્રોધ કરી શસ્ત્ર ઉગામીને નિચ ક્ષત્રિયની પેઠે યુદ્ધ કરવા માટે સામો આવીને ઉભો રહે તેનો બ્રાહ્મણ, છતાં જે નાશ કરે છે તેને બ્રહ્મહત્યા લાગતી નથી, આમ ધર્મશાસ્ત્રમાં નિશ્ચય કર્યો છે. ૩ર૭
अपसरति यो युद्धाज्जीवितार्थी नराधमः । जीवन्नेव मृतः सोऽपि भुङ्क्ते राष्ट्रहतं त्वयम् ॥ ३२८ ॥ .
જે નિચ મનુષ્ય જીવવાની આશાએ યુદ્ધભૂમિ ઉપરથી પલાયન કરે છે તેને જીવતાં જ મુવો સમજવો, અને તે મનુષ્ય દેશમાં થયેલાં પાતક ભોગવે છે. ૩૨૮
मित्रं वा स्वामिनं त्यक्ता निर्गच्छति रणाच्च यः। सोऽन्ते नरकमाप्नोति सजीवो निन्द्यतेऽखिलैः ॥ ३२९ ॥
જે મનુષ્ય પોતાના મિત્રને અથવા તો પોતાના રાજાનો ત્યાગ કરી રણમાંથી નાશી જાય છે તે મરણ પછી નરકમાં પડે છે. અને સર્વ લોકો જીવતાં પર્યત તેની નિંદા કરે છે. ૩૨૯
मित्रमापद्तं दृष्टा सहायं न करोति यः ।
अकीर्ति लभते सोऽत्र मृतो नरकमृच्छति ॥ ३३० ॥
જે મનુષ્ય પોતાના મિત્રને આપત્તિમાં પડેલે જઇ સહાય કરતો નથી તે આ લોકમાં અપકીર્તિ મેળવે છે, અને મરણ પછી નરકમાં ૫ડે છે. ૩૩૦
विश्रम्भाच्छरणं प्राप्तं यः सन्त्यजति दुर्मतिः । ર યાતિ નર ઘોર થાવાશ્ચતુર્દશ ! રૂર? /
જે દુષ્ટબુદ્ધિ પોતાના ઉપર વિશ્વાસ રાખીને શરણાગત આવેલા મનુષ્યને ત્યાગ કરે છે તે જ્યાં સુધી ચૌદ ઇંદ્ર રહે છે ત્યાં સુધી નરકમાં વાસ કરે છે. ૩૩૧
सुदुर्वृत्तं यदा क्षत्रं नाशयेयुस्तु ब्राह्मणाः । युद्धं कृत्वापि शस्त्रास्त्रैर्न तदा पापभाजिनः ॥ ३३२॥
બ્રાહ્મણે શસ્ત્રાવતી તથા અસ્ત્રાવતી યુદ્ધ કરીને દુરાચરણી ક્ષત્રિયને નાશ કરે છે, તેમાં તેઓ પાપભોક્તા થતા નથી. ૩૩૨
For Private And Personal Use Only