________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યૂહ રચના.
લાંબુ તથા સરખી સોટીના આકારની હોય છે અને તેના છેડામાં એક છિદ્ર હોય છે. તેવા આકારની વ્યુહ રચનાને સૂચવ્યુહ કહે છે. ૨૮૧
चक्रव्यूह श्चैकमार्गो ह्यष्टधा कुण्डलीकृतः। चतुर्दिश्वष्टपाधिः सर्वतोभद्रसंज्ञकः ॥ २८२ ॥ अमार्गश्चाष्टवलयी गोलकः सर्वतोमुखः । शकटः शकटाकारो व्यालो व्यालाकृति सदा ॥ २८३ ॥
આઠ પ્રકારે ગોળાકાર વિંટાયેલી હોય, અને જેમાં જવા આવવાને એક માર્ગ હોય, તે ચૂહ રચનાને ચડ્યૂહ કહે છે. ચારે દિશામાં આઠ કુંડાળાથી વિટાયેલી હોય, જેમાં જવાનો માર્ગ હોય નહીં, આઠ મંડળ વાળી હોય, તે યૂહરચનાને સર્વતોભદ્ર વ્યુહ કહે છે. ગાડાના આકારની વ્યુહ રચનાને શકટટ્યૂહ કહે છે અને જેની આકૃતિ સર્પના જેવી હોય તેને સમૂહ કહે છે. ૨૮૨–૨૮૩
सैन्यमल्पं वृहद्वापि दष्वा मार्ग रणस्थलम् । व्यूहैयूँहेन व्यूहाभ्यां सङ्करेणापि कल्पयेत् ॥ २८४ ॥
રાજાએ અલ્પ અથવા તે મહાસેના તરફ દૃષ્ટિ કરીને એક, બે કે બહુ બૃહોથી અથવા તો સેના સમુદાયથી-માર્ગ અને રણસ્થળની યોજના કરવી. ૨૮૪
यन्त्रास्त्रैः शत्रुसेनाया भेदो येभ्यः प्रजायते । स्थलेभ्यस्तेषु सन्तिष्ठेत्समैन्यो ह्यासनं हि तत् ॥ २८५ ॥
જે સ્થળમાં ઉભા રહીને બંદુકોના પ્રહારથી શત્રુસેનાને નાશ થાય છે તે સ્થાનમાં સેના સહિત ઉભું રહેવું તેનું નામ જ આસન. ૨૮૫
तृणान्नजलसम्भारा ये चान्ये शत्रुपोषकाः । सम्यनिरुध्य तान्यत्नात्परितश्विरमासनात् ॥ २८६ ॥ विच्छिन्नवीवधासारं प्रक्षीणयवसेन्धनम् । વિકૃધ્યમાળાતિ વાનિવ વરાં નયેત્ | ૨૮૭ |
શત્રુના દેશમાં ચિરકાળ પડાવ નાખીને તેના દેશમાં આવતાં તૃણ, ધાન્ય, જળ, ઉપયોગી વસ્તુઓ તથા બીજી શત્રુને પોષણ કરનાર વસ્તુઓને ચારે તરફથી પ્રયત્નપૂર્વક અટકાવવી, અને તે દેશમાં કરેલા ધાન્યાદિકના સંગ્રહેન, મિત્રબળના સંપાતને નાશ કરવો, તૃણ તથા કાષ્ટનો નાશ કર, તેના પ્રકૃતિમંડળ સાથે વિગ્રહ કર (ફેડ) એમ કાળે કરીને જ શત્રુ દેશને વશ કરો. ૨૮૬-૨૮૭ -
For Private And Personal Use Only