________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
પરાથી પણ તે સર્વે જાણવું અને પછી રાજાએ નિરંતર પોતાના અવગુણનો ત્યાગ કરે. અને પોતાની પ્રજાનું અપમાન ન કરતાં તેને નિરંતર માન આપવું. કદાચિત ત લોકો રાજાની પાસે આવીને કહે કે, હે રાજા ! પ્રજા તમારી નિંદા કરે છે. તે વખતે જે રાજા દુષ્ટ બુદ્ધિને લીધે કેપ કરે તે જાણવું કે તે રાજા પોતાના અવગુણને સ્વીકાર કરનારે નથી-દુરાત્મા છે. તેવો રાજા પ્રજામાં અકારે થઈ પડે છે. દૃષ્ટાંતમાં જેમકે સીતા સાધવી અને દેશ રહિતા હતાં તેપણુ રામચંદ્ર લોકાપવાદથી ડરીને તેનો ત્યાગ કર્યો હતો કિંતુ પોતે શકિતમાન છતાં પણ તેમણે ઘોબીને જરાપણ શિક્ષા કરી ન હતી,-કારણકે રામ, સામાન્ય જ્ઞાન અને વ્યવહાર જ્ઞાનમાં કુશળ હતા, અને તેમણે પોતાના અવગુણ બતાવનારા લોકોને અભયવચન પણ આપ્યું હતું. ૧૩૩-૧૩૬
समक्षं वक्ति न भयाद्राज्ञो गुपि दूषणम् । स्तुतिप्रिया हि वै देवा विष्णुमुख्या इति श्रुतिः ॥ १३७॥ किं पुनर्मनुजा नित्यं निन्दाजः क्रोध इत्यतः ।
राजा सुभागदण्डी स्यात् सुक्षमी रञ्जक सदा ॥ १३८ ॥ રાજામાં મેટા અવગુણ હોય તે પણ તેની સમક્ષમાં માણસ તેના અને વગણ કહી શકતા નથી; કારણ કે વિષ્ણુ આદિ દેવાને પણ પ્રશંસા પ્રિય લાગે છે, પણ નિંદા સારી લાગતી નથી આમ વેદ વચન છે; ત્યારે મનુષ્યને સ્તુતિ સારી લાગે તેમાં આશ્ચર્ય શું ? સ્તુતિ સર્વને પ્રિય લાગે છે પરંતુ નિંદા કોઈને પણ સારી લાગતી નથી. નિંદા કરવાથી સામા મનુષ્યના મનમાં ફેધ ઉત્પન થાય છે; માટે કોઈની પણ નિંદા કરવી નહીં. તથા રાજાએ પિતાનું રાજ્ય સારી વ્યવસ્થામાં ચાલે તેમ સર્વ પ્રજાને શિક્ષા કરવી ક્ષમા રાખવી, અને પ્રજાને હંમેશાં પ્રસન્ન રાખવી. ૧૩૭–૧૩૮
यौवनं जीवितं चित्तं छाया लक्ष्मीश्च स्वामिता।
चञ्चलानि षडैतानि ज्ञात्वा धर्मरतो भवेत् ॥ १३९ ॥
રાજાએ વાવન, જીવન, મન, છાયા, લક્ષ્મી અને પ્રભુતાએ છ વસ્તુ નાશવંત માનીને ધર્મ ઉપર પ્રેમ રાખ. ૧૩૯
કેવા રાજાને પ્રજા ત્યાગ કરે ! अदानेनापमानेन छलाच्च कटुवाक्यतः।
राज्ञः प्रबलदण्डेन नृपं मुञ्चति वै प्रजा ।। १४०॥ રાજા દાન આપતે નહેય અથવા આપતો હોય તે કુપાત્રને આપતા હોય, પ્રજનું અપમાન કરતા હોય, કપટી હોય, કટુ ભાષણ કરતા હોય અને મહાશિક્ષા કરસ્તો હોય તેવા રાજાને પ્રજા ત્યાગ કરે છે. ૧૪૦
For Private And Personal Use Only