________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શસ્ત્ર અસ્ત્ર નીતિ.
गोलो लोहमयो गर्भघुटिकः केवलोऽपि वा । सोसस्य लघुनालार्थे ह्यन्यधातुभवोऽपि वा ॥ २०४ ॥
નાની બંદુક માટે નરદમ લોઢાના અથવા તે શીશાના કે બીજી ધાતુના ગોળા બનાવવા. અને તે ઘુટણના જેવા ગોળાકાર કરવા. ૨૦૪
लोहसारमयं वापि नालास्त्रं त्वन्यधातुजम् । नियसम्मार्जनस्वच्छमस्त्रपातिभिरावृतम् ॥ २०५॥
ગજવેલની અથવા તો બીજી ઘાતુની બનાવેલી બંદુકને નિરંતર સારી પેઠે ઘસીને સ્વચ્છ રાખવી અને તેના ઉપર અસ્ત્રનો ઉપયોગ કરનારા શરાઓની ચોકી રખાવવી. ૨૫
अङ्गारस्यैव गन्धस्य सुवर्चिलवणस्य च । शिलाया हारतालस्य तथा सीसमलस्य च ॥ २०६ ॥ हिंगुलस्य तथा कान्तरजसः कर्पूरस्य च । जतोर्नील्याश्च सरलनिर्यासस्य तथैव च ॥ २०७॥ समन्यूनाधिकैरंशैरग्निचूर्णान्यनेकशः । कल्पयन्ति च तद्विद्याश्चन्द्रिकाभादिमान्ति च ॥ १०८ ॥ દારૂ બનાવી જાણનારા લોકે, કોયલા, ગંધક, સુરેખાર, પથર, હડતાલ, સીસમલ, હિંગળ,લેઢાનો ભુદે, કપૂર, લાખ, ગળી, અને સરળના ઝાડનો ગુંદર-આ સર્વના ઓછા કે વધતા સમાન ભાગે લઈ તેને એકઠા કરી તેમાંથી ચાંદની જેવા રંગના અનેક પ્રકારના દારૂઓ બનાવે છે. ૨૦૬-૨૦૮
क्षिपन्ति चाग्निसंयोगाद्गोलं लक्षे सुनालगम् ॥ २०९ ॥ નિશાન તાકરનારાઓ બંદુકમાં ગોળી ભરી કાન ઉપર દારૂ મૂકીને તેને દાબે છે અને ગોળીનો શત્રુના ઉપર ઘાવ કરે છે. ર૦૯
नालास्त्रं शोघयेदादौ दद्यात्तत्राग्निचर्णकम् । निवेशयेत्तद्दण्डेन नालमूले यथा दृढम् ॥ २१० ॥ ततः सुगोलकं दद्यात्ततः कर्णेऽग्निचूर्णकम् । कर्णचूर्णाग्निदानेन गोलं लक्ष्ये निपातयेत् ॥ २११ ॥ મનુષ્ય પ્રથમ બંદુકની નળીમાં ગજ નાખીને બંદુકને સાફ કરવી. ત્યાર પછી તે નળીમાં દારૂ નાખીને ગજવતી તે દારૂને ઠેકતાં જવું કે જેથી નળીની અંદર બરાબર રીતે દારૂ ભરાય. માપ પ્રમાણે દારૂ ભરાઇ રહ્યા પછી, તેમાં ઉંચી જાતની ગોળીયો ભરવી અને પછી કાન ઉપર દારૂ મૂકી જામગિરીના અગ્નિનીથી તેને દાગીને નિશાન ઉપર ગોળી મારવી. ૨૧૦-૨૧૧
For Private And Personal Use Only