________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
શુક્રનીતિ.
આંગળ પહોળી હોય અને તેમાં દારૂ ભરવામાં આવતે હોય, તથા પાછળના ભાગમાં ગજ રાખવામાં આવતું હોય, અને જે દઢ હોય, તે અસ્ત્ર બંદુકના નામથી પ્રખ્યાત છે. પાયદળાએ અને ઘોડેસ્વારેએ આ નાની બંદુક પણ ધારણ કરવી. ૧૯૬-૧૯૭–૧૯૮
यथा यथा तु त्वक्सारं यथा स्थूलावलान्तरम् । यथा दीर्घ वृहद्गोलं दूरभोद तथा तथा ॥ १९९ ॥
બંદુક જેમ જેમ મજબૂત પતરાની, મોટા મુખવાળી, લાંબી, અને મેટી ગળી ખાઈ શક્તી હોય તેમ તેમ દૂરના નિશાનને મારે છે. ૧૯
मूलकीलनमालक्ष्यसमसन्धानभाजि यत् । वृहन्नालिकसंज्ञं तत्काष्ठबुघ्नविनिर्मितम् । प्रवाह्यं शकटाद्यैस्तु सुयुक्तं विजयप्रदम् ॥ २०० ॥
કઠણ પતરાની બનાવેલી, લાકડાના કુંદાની સાથે જડેલી, મૂળનો ખીલો ફેરવવાથી નિશાનના સન્મુખ ઉભી રહેનારી, બંદુકને મેટી તોપ કહે છે. આ તપને ગાડીવતી લઈ જઈ શકાય છે, પણ મનુષ્ય કે બીજા કેાઈ ઉચકી શક્તા નથી. આ તોપને જે સારે ઉપયોગ કરવામાં આવ્યો હોય છે તે વિજય આપે છે. ૨૦૦
सुवर्चिलवणात्पञ्च पलानि गन्धकात्पलम् । अन्तधूमविपक्कार्कस्नुह्याद्यनारतः पलम् ॥ २०१॥ शुद्धात्संग्राह्य सचूर्ण्य सम्मील्य प्रपुटेसैः । स्नुह्यर्कार्णा रसोनस्य शोषयेदातपेन च ।
पिष्टा शर्करवचैतदग्निचूर्ण भवेत्खलु ॥ २०२ ॥ પાંચ પળ સુરોખાર, એક પળ ગંધક તથા એક પળ આકડાના અને થોરના અર્ધ બળેલા કોયલા લેવા તે સર્વ વસ્તુને ઝીણા ખાડીને તેનો બારીક ભૂકો કરીને તેને આકડાના રસમાં તથા થોરના રસમાં પુટ આપવો. જ્યારે તે ચૂર્ણમાનો રસ સુકાઈ જાય અને ચૂર્ણનો પિંડ બંધાય ત્યારે તેને તડકામાં સુકાવ પછી તેને ખરળમાં નાખીને સાકરની પેઠે ખૂબ ઘુટીને ઝીણે ભુકો કરો. ખરેખર આ દારૂ તરિકે વપરાય છે. ર૦૧-૨૦૨
सुवर्चिलवणाद्भागाः षड्वा चत्वार एव वा। नालास्त्रार्थाग्निचूर्णे तु गन्धाङ्गारौ तु पूर्ववत् ॥ २०३॥
બંદુકના દારૂમાં સુરાખારના છે અથવા ચાર ' ભાગ નાખવા, અને ગંધક તથા આકડાના, અને થોરના કોયલા પ્રથમના જેટલા નાખવી. ૨૦૩
For Private And Personal Use Only