________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વ પરિક્ષા.
....... ૩૫ सप्तहस्तोन्नतिर्भद्रे ह्यष्टहस्तप्रदीर्घता । परिणाहो दशकर उदरस्य भवेत्सदा ॥ ३९ ॥
ભદ્ર હાથી સાત હાથ ઉંચે અને આઠ હાથ લાંબો હોય છે; અને તેના ઉદરને વિસ્તાર સદા દશ હાથનો હોય છે. ૩૯
प्रमाणं मन्द्रमृगयोर्हस्तहीन क्रमादतः । कार्थतं दैर्ध्यसाम्यन्तु मुनिभिर्भद्रमन्द्रयोः ॥ ४० ॥
મુનિયોએ મંદ્ર તથા મૃગ જાતના હાથીનું પ્રમાણ ભદ્ર કરતાં ક્રમવાર એક હાથ ઓછું કહ્યું છે; અને ભદ્ર તથા મંદ્રની લંબાઈ સરખી કહી છે. ૪૦
वृहदभ्रू गण्डफालस्तु धृतशीर्षगातः सदा । गजः श्रेष्ठस्तु सर्वेषां शुभलक्षणसंयुतः ॥ ४१ ॥
જે હાથીની ભૃકુટી, ગંડસ્થળ તથા કુંભસ્થળ વિશાળ હોય, જે નિરંતર ઉત્તમ ગતિથી ગમન કરતો હોય, તથા ઉત્તમ લક્ષણ સંપન હોય, તે હાથીને સર્વ હાથીઓમાં શ્રેષ્ઠ જાણ. ૪૧
અશ્વ પરીક્ષા. पञ्चयवांगुलेनैव वाजिमानं पृथक्स्मृतम् ॥ ४२ ॥
ઘોડાના ભારતમાં પાચ યવને એક આંગળ થાય છે, માટે ઘોડાનું પરિણામ હાથીના ભરતથી જુદું સમજવું. ૪૨
चत्वारिंशांगुलमुखो वाजी यश्चोत्तमोत्तमः । षत्रिंशदंगुलमुखो ह्युत्तमः परिकीर्तितः ॥ ४३ ॥
જે ઘોડાનું મુખ ચાલીશ આગળ મોટું હોય, તેને અત્યુત્તમ અને જેનું મુખ છત્રીસ આગળનું હોય તેને ઉત્તમ અન્ય કહ્યું છે. ૪૩
द्वात्रिंशदंगुलमुखो मध्यमः स उदाहृतः । अष्टाविंशसंगुलो यो मुखे नीचः प्रकीर्तितः ॥ ४४ ॥
જેનું મુખ બત્રીસ આંગળનું હોય તેને મધ્યમ અને જેનું મુખ અઠ્ઠાવિસ આંગળનું હોય તેને નીચ કહે છે. ૪૪
वाजनां मुखमानेन सर्वावयवकल्पना ।
औच्चं तु मुखमानेन त्रिगुणं परिकीर्तितम् ॥ ४५ ॥ ઘોડાના સઘળા અવયની રચના તેના મુખના માપના પ્રમાણે કરવી; અને ઉંચાઈ મુખના માપ કરતાં ત્રણગણ અધિક કરવી કહી છે. ૪૫
For Private And Personal Use Only