________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦.
શુક્રનીતિ.
જ ,
बलमेव रिपोनियं पराजयकरं परम् । तस्माद्बलमभेद्यं तु धारयेद्यत्नतो नृपः ॥ ७ ॥
નિરંતર શત્રુઓને પરાજય કરવામાં શ્રેષ્ઠ સાધન બળજ (સેના) છે. માટે રાજાએ પ્રયત્નથી અભેદ્ય બળ (સેના)નોજ આશ્રય કરવો. ૭
सेनाबलं तु द्विविधं स्वीयं मैवं च तद् द्विधा । मौलसाद्यस्कभेदाभ्यां सरासारं पुनर्दिधा ॥ ८ ॥
સેનાબળ બે પ્રકારનું છે. એક સ્વસેનાબળ અને બીજુ મિત્રસેનાબળ. તેમાં પરંપરા પ્રાપ્તસેનાનું બળ તથા આધુનિકસેનાનું બળ આવા બે ભેદ છે; તેના પણ વળી બે ભેદ છે. એક સાર અને બીજું સાર રહિત બળ. ૮
अशिक्षितं-शिक्षितं च गुल्मभितमगुल्मकम् । दत्तास्त्रादि स्वशस्त्रास्त्रं स्ववाहि दत्तवाहनम् ॥ ९॥
તે સૈન્ય કેળવાયેલું તથા ન કેળવાયેલું, ટુકડીરૂપ તથા છુટું છવાયું, દત્તાસ્ત્રધારી તથા સ્વશસ્ત્રાસ્ત્રધારી અને પિતાનાં વાહન ઉપર બેસનારૂં તથા પરનાં વાહને ઉપર બેસનારૂ . આમ પ્રત્યેક સૈન્યના બળે ભેદ છે. ૯
सौजन्यात्साधकं मैत्रं स्वयिं भत्या प्रपालितम् । मौलं बवब्दानुबन्धि साद्यस्कं यत्तदन्यथा ॥ १० ॥
સુજનતાથી કાર્ય કરનારૂં સૈન્ય. મિત્ર સૈન્ય. પગાર આપીને રાખેલું સ્વસૈન્ય, ઘણા વર્ષનું જીણું રાખેલું સૈન્ય-મૂળસૈન્ય, અને અલ્પ દિનથી રાખેલું સૈન્ય સાઘસ્કસૈન્ય ગણાય છે. ૧૦
सुयुद्धकामुकं सारमसारं विपरीतकम् । રાક્ષત બૂરા વિપરીતમરાક્ષિતમ્ II RI
મહાયુદ્ધ કરવાની ઉત્કંઠાવાળું સૈન્ય સાર ગણાય છે, તેનાથી વિપરીત વર્તનારૂં સૈન્ય અસાર ગણાય છે. વ્યુહરચનામાં કુશળતા ધરાવનારૂં સૈન્ય શિક્ષિત અને વ્યુહરચનાથી અણજાણ સૈન્ય અશિક્ષિત ગણાય છે. ૧૧
गुल्मीभूतं साधिकारि स्वस्वामिकमगुल्मकम् । दत्तास्त्रादि स्वामिना यत्स्वशस्त्रास्त्रमतोऽन्यथा ॥ १२ ॥
સેનાપતિવાળું સૈન્ય ગુલ્મીભૂત અને સ્વતંત્ર સૈન્ય અગુલ્મક કહેવાય છે. રાજા જે સૈન્યને શસ્ત્રાદિક પુરાં પાડે છે તે દત્તાત્રાદિક, અને જેમની પાસે સ્વશસ્ત્રા હોય તે સ્વશસ્ત્ર સૈન્ય ગણાય છે. ૧૨
For Private And Personal Use Only