________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેના નિરૂપણ.
स्वगमान्यगमा चेति द्विधा सैव पृथक्त्रिधा। दैव्यासुरी मानवी च पूर्वपूर्वा बलाधिका ॥२॥
એ સેના સ્વગમા તથા અન્યગમા એમ બે પ્રકારની છે. વળી તે સેના દૈવી, આસુરી તથા માનવી એમ ત્રણ પ્રકારની છે–તેમાં પૂર્વ પૂર્વસેના તે અધિક બળવાળી જાણવી. જેમ કે મનુષ્યના કરતાં આસુરીસેના અને તે કરતાં દેવસેનાને બળવાનું જાણવી. ૨
स्वगमा या स्वयं गन्त्री यानगाऽन्यगमा स्मृता । पादातं स्वगमं चान्यद्रथाश्वगजगं त्रिधा ॥ ३ ॥
જે તેના પિતે ચાલીને જતી હોય તેને સ્વર્ગમાં જાણવી અને વાહન વગેરે ઉપર બેસીને જતી હોય તેને અન્યગમાં જાણવી. તેમાં પાળા સેન્ય સ્વગમા-પોતાની મેળે ચાલનારું છે અને બીજી અન્યગમા છેજેમાં કેટલા એક રથમાં બેસીને, કેટલાએક ઘોડા ઉપર બેસીને તથા કેટલાએક હાથી ઉપર બેસીને જાય છે–આમ ત્રણ પ્રકારની છે. ૩
सैन्याविना नैव राज्यं न धनं न पराक्रमः । बलिनो वशगाः सर्वे दुर्बलस्य च शत्रवः । भवन्त्यल्पजनस्यापि नृपस्य तु न किं पुनः ॥ ४ ॥
સેના વિના રાજ્ય, ધન તથા પરાક્રમ ટકી શક્તાં નથી. જ્યારે સઘળા મનુષ્યો બળવાન મનુષ્યોને અધિન થાય છે અને દુર્બળના શત્રુ થાય છે, ત્યારે અલ્પસેનાવાળા રાજાના શા માટે શત્રુઓ ન થાય? ૪
शारीरं हि बलं शौर्यबलं सैन्यबलं तथा। चतुर्थमास्त्रिकवलं पञ्चमं धीबलं स्मृतम् । षष्ठमायुर्बलं त्वेतैरुपेतो विष्णुरवे सः ॥ ५ ॥
શારીરબળ, શૌર્યબળ, કસૈન્યબળ, શું અસ્ત્રબળ, પાચમું બુદ્ધિબળ, અને છડું આયુષ્યબળ જાણવું. આટલાં બળવડે જે સંપન્ન હોય તેને વિષ્ણુજ જાણ. ૫
न बलेन विनाप्यल्पं रिपुं जेतुं क्षमाः सदा । देवासुरनरास्त्वन्योपायैर्नित्यं भवन्ति हि ॥ ६ ॥
મનુષ્યો બળવિના સદા અલ્પશત્રુને પણ જીતી શકતા નથી, કારણ કે દેવ, અસુર અને મનુષ્યો બીજા ઉપાયથી એટલે સૈન્યાદિકના બળવડે નિરંતર યુદ્ધને ઉદ્યમ કરે છે. ૬
For Private And Personal Use Only